________________
૨૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ અપેક્ષા આવે છે. ભગવાનનો સ્વભાવ છે એમાં કોઈ નિમિત્તની અપેક્ષાનો કે અભાવ એવું છે નહીં, એવો જ્ઞાયકભાવ પંચમભાવ, પરમાત્મભાવ, એને ય ક્ષાયિકભાવને પણ, આવરણવાળા ગણીને, તે આત્મામાં નથી. આવ્યું ને એમાં ક્ષાયિકભાવ ઠાણાં, ક્ષાયિકભાવના પ્રકાર, કેવળજ્ઞાન આદિ આત્મામાં નથી. પણ એક સમયની ક્ષાયિક આદિ ક્ષયોપશમની પર્યાયનો ત્રિકાળની સાથે એક સમયનો સંબંધ દેખી, બંધાર્યાયનો સંબંધ દેખી, અબંધસ્વભાવી ભગવાનમાં આ એક સમયની સ્થિતિ દેખીને એના છે એમ વ્યવહારથી કહ્યું છે. આહાહા! આવો માર્ગ છે.
જીવનો વર્ણ” એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાન આત્મા એનો તો ત્રિકાળી અમૂર્ત સ્વભાવ, અમૂર્ત તો ધર્માસ્તિકાયમય છે, પણ ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે. જાણક દેખન સ્વભાવથી એ બધા ભેદ આદિથી અધિક નામ ભિન્ન છે. આહાહા ! ઉપયોગગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. આ બધા અન્યદ્રવ્ય કહેવામાં આવ્યા. નિયમસારમાં તો ક્ષાયિકભાવને પણ પરદ્રવ્ય કીધું છે. ત્રિકાળી ભગવાન પરમાત્મ સ્વરૂપ એમને એમ બિરાજે છે એની અંદરમાં પર્યાયની એક સમયની સ્થિતિ દેખીને, એ ક્ષાયિકભાવ જીવનો છે એમ વ્યવહારથી કહ્યું. આહાહા! આવી વાત છે. ઓહોહો !
જિનેશ્વર ત્રિલોકનાથની વાણી અને સંતોએ જગતને પંચમઆરાના પ્રાણીની સમક્ષ એ જાહેર કર્યું. હે! પ્રભુ! તું તો જ્ઞાયકભાવથી ભરપૂર એવો અખંડાનંદ પ્રભુ છો ને? એમાં એક સમયની આ બધી દશાઓ ક્ષાયિક ક્ષયોપશમદશા પણ એક સમયની અવસ્થા છે. એક સમયની અવસ્થાનો આમ સંબંધ ત્રિકાળીમાં દેખીને એ જીવના છે એમ કહ્યું છે. છે નહીં એના. રાગ અને દ્વષ તો વિકારી દશા, કર્મ ને સંહનન ને સંસ્થાન તો જડની દશા, પણ અંદરમાં કર્મના નિમિત્તના અભાવથી થતી નિવૃત્ત દશા, એને પણ પરદ્રવ્યના ભાવ ગણી અને આત્મામાં એ નથી, ત્યારે એને કહ્યું કેમ? કે એક સમયની, એક જ સમય, ભગવાન તો ત્રિકાળી પ્રભુ છે, એમાં એક સમયની સ્થિતિ દેખીને એના છે એમ વ્યવહારથી કહ્યું છે. નિશ્ચયથી એના નથી. જુઓ આ ત્રણલોકના નાથની વાણી આ દિગંબર સંતોની વાણી, ગજબ કામ કર્યું છે. કામ તો કરી ગયા પણ જગતને સમજાવવાની શૈલી (અલૌકિક છે). આહાહા !
જે વિકલ્પ આવ્યો એનો કર્તા નથી અને જે ક્ષયોપશમની પર્યાય થઈ છે તે કાળે તે મારામાં નથી. એવી દૃષ્ટિ ને અભેદની દૃષ્ટિ હોવા છતાં, પર્યાયમાં ક્ષયોપશમનો પર્યાય થાય, રાગ થાય, છે તો પરનો કહે છે. ભગવાન! તારી મહિમાનો પાર નથી પ્રભુ! તું અંદર કોણ છો ? સાક્ષાત ભગવાન સ્વરૂપ છો, સચ્ચિદાનંદ પ્રભુ છો ભાઈ. શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર પરમાત્મા છે એને આ પર્યાયવાળો અને આવો કહેવો એ તો એક સમયની મુદત એમાં દેખીને કહેવાય છે. કહે છે, નહીંતર તો એ પર્યાય ને રાગાદિ બધાં અજીવ કહેવામાં આવ્યા છે. ત્રિકાળી જીવની અપેક્ષાએ અને તે પણ અનુભૂતિના કાળે કહ્યું” ને ત્યાં, જ્યારે આમ જાણવામાં આવતા અખંડ અભેદ ચીજ આ, એમ જ્યારે અનુભવ થયો ત્યારે અનુભૂતિથી તે બધી વાત ભિન્ન રહી જાય છે. આહાહા !
આ “સમયસાર' અજોડ ચક્ષુ છે. (શ્રોતા – કથંચિત્ વકતવ્ય) કથંચિત્ વક્તવ્ય ને કથંચિત અવક્તવ્ય એ વકતવ્ય કહેવું એ પણ એક ઉપચારથી છે. વાણીને કાળે વાણી નીકળે છે,