________________
ગાથા – ૫૮ થી ૬૦
૨૨૯ પરનું તો કરી શકે નહીં પણ ક્ષાયિકભાવની ભાવના પણ કરવાની નથી એમ કહે છે, ગજબ વાત છે. પરને કરી શકતો નથી, રાગ કરતો નથી, પણ ક્ષાયિકભાવની પર્યાયની ભાવના કરતો નથી, જીવ એ તો ત્રિકાળી જ્ઞાયકભાવ ભગવાન અભેદ સ્વરૂપ એ તો અહીં ભેદને ઉપાધિ કિીધી, અને ઓલામાં આવ્યું'તું “પર પરિણતિ ખંડિયે ભેદવાદા” ૪૭ મો શ્લોક “પર પરિણતિ ઉજ્જત” પણ “ભેદવાદાત ખંયેએનેય છોડી દીધું. કર્તાકર્મમાં છે, કર્તાકર્મમાં પર પરિણતિ. એક સમયની સ્થિતિ દેખીને, છે તો એ પોતે માર્ગે ચાલતા ચાલતા અંદર આવ્યા છે એમાં, એને માર્ગે હોં. પણ એક સમયની સ્થિતિની મુદત દેખીને, એના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ બધો સંબંધ જે શરીર, વાણી, કર્મ, ભેદ, ગુણસ્થાન એ તો પલટતા પલટતા પલટતા એને સમયે એ સમયની સ્થિતિ એને કારણે આમાં આવ્યા છે કહે છે. પણ આત્માની બંધ સ્થિતિની એક સમયમાં સ્થિતિ પામી દેખતાં દેખીને, છે તો એના ભેદ, ગુણસ્થાન છે તો એનાં, અજીવના, પણ ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પરમસ્વભાવભાવ એમાં તો એ નથી પણ એની પર્યાયમાં એક સમયની મુદત દેખીને, વ્યવહારથી એનાં છે એમ કીધાં છે, છે તો એનાં, આના નથી. રાગદ્વેષ, પુણ્યપાપ ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન એ તો છે તો એનાં. શું શૈલી ! ભગવાન ત્રણલોકનો નાથ, ચૈતન્ય પરમ સ્વભાવભાવ, એ છે તો એના પણ અહીં એક સમયની બંધની પર્યાયની સ્થિતિનો સંબંધ દેખી, એના છે એમ વ્યવહારથી કહ્યા છે. આહાહા ! આવી વાત છે પ્રભુ. ઓહોહો ! (શ્રોતા- આપ તો ઘણી ઝીણી વાત ફરમાવો છો) આ તો પણ આવી વાત જ સાદી ભાષામાં આવી આવે છે. આહાહા!
સંઘ લૂંટાય છે, એમ આ માર્ગ લૂંટાય છે એમ કહેવું એ તો ઉપચાર છે, એમ એ ચીજો જગતની અજીવ ચીજ છે બધી એને કારણે ત્યાં એ પ્રકારના ભાવને પામેલ છે. પણ આત્માને બંધની એક સમયની સ્થિતિ દેખીને આ સંબંધ સ્થાપ્યો. છે તો ભેદ ભેદનાં, રાગ રાગનાં, કર્મ કર્મનાં, સંહનન સંહનનનાં પણ એક સમયની આમ સ્થિતિ દેખીને, પ્રભુ ત્રણલોકનો નાથ, શાકભાવની એક સમયમાં પર્યાયમાં સંબંધ દેખી એને એના છે, છે તો એનાં, પણ આના છે એમ સમયની સ્થિતિ દેખીને કહેવામાં આવે છે. આહાહા! ગજબ કામ કર્યું છે ને !
આ ટીકા ! હવે ઓલા લોકો કહે છે કે ટીકા કરીને દુહુ કર્યું. ભગવાન! ભાઈ ! એમ રહેવા દે ભાઈ, આવે ટાણે એમ તું અભિમાનમાં ન જા. ભાવલિંગી સંતો એમ કહે છે પ્રભુ, તું તો ત્રિકાળી ધ્રુવ, પરમપરિણામિક સ્વભાવભાવ તત્ત્વ છો. એ ખરેખર તો એ ક્ષાયિકભાવ ને ક્ષયોપશમ ભાવની પણ એક પર્યાય છે એની, પણ એક સમયની સ્થિતિની અપેક્ષા ગણીને, વ્યવહારથી એના કહ્યાં, ગજબ કામ કર્યું છે ને પ્રભુ. આહાહાહા!
ભગવાન આત્મા અભેદ સ્વરૂપ, અભેદ સ્વરૂપ, જેમાં પર્યાયનો ય ભેદ નથી, પણ એ ભેદ એક સમયની સ્થિતિ દેખીને, છે તો ભેદ ભેદનો, છે તો રાગ-રાગનો, છે તો વર્ણવર્ણનો, છે તો ગુણસ્થાન-ગુણસ્થાનમાં અજીવના. આહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાનંદની મૂર્તિ પ્રભુ, અભેદ વસ્તુમાં એક સમયનો ભેદ દેખીને, છે તો ભેદ ભેદનો, ગુણસ્થાન ગુણસ્થાનનું, પણ અહીં એક સમયનો આમ સંબંધ દેખીને જીવનો વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે પ્રભુ, શું થાય? જેને આંહી ક્ષાયિકભાવ પણ આવરણવાળો કહ્યો, કેમકે એમાં નિમિત્તની