________________
૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ માર્ગ છે માટે આપણે ગાડું એકદમ હાંકો અને અમે હેઠે ઊતરી જઈએ અને એકદમ મોઢા આગળ જઈને ઉભા રહીએ. આ તો બનેલી વાત છે ઘણાં વર્ષ પોણોસો વર્ષ પહેલાંની. એ માર્ગ એમકે લૂંટાય છે મારગ લૂંટારો છે એમ બોલ્યા” તા. કારણકે ત્યાં આગળ ઉડું ઉડું છે અને રસ્તો હોયને ઊંચો એટલે ઉડું ઉડું હોય એટલે ત્યાં ચોર લૂંટે તો કોઈ બહારમાં ઠેઠ સુધી આવે ત્યાં સુધી ખબર ના પડે. લૂંટારો મારગ, મારગ લૂંટારો, છે? જુઓ તો પણ દાંત, ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે, એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો જે આકાશના અમુક ભાગ સ્વરૂપ, આકાશના અમુક ભાગ સ્વરૂપ માર્ગ છે, તે કાંઈ લૂંટાતો નથી, માર્ગ કાંઈ લૂંટાતો નથી. આહાહા!
તેવી રીતે ભગવાન અહંતદેવો, સર્વજ્ઞ પરમેશ્વર જીવમાં બંધાર્યાયની સ્થિતિ એક સમયની બંધ પર્યાયની સ્થિતિ દેખી, એક સમયમાં વર્ણ–ગંધ-રસ-સ્પર્શ કર્મનો સંબંધ આમ એક સમયની સ્થિતિ છે, ભગવાન તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ, એમાં એ પરમાણુ આદિ બંધ આદિ ભેદ આદિ એક સમયમાં રહેનારા છે. જીવમાં બંધ પર્યાયની સ્થિતિ પામેલાં કર્મ ને નોકર્મનો વર્ણ દેખીને, વર્ણથી લીધું છે ને ? વર્ણ ગંધથી લીધું છે ને એટલે? કર્મ નોકર્મના વર્ણની બંધાર્યાયથી જીવમાં સ્થિતિ એક સમયની હોવાથી તેનો ઉપચાર કરીને એ તો ગતિ કરતાં પરિણમન કરતાં કરતાં કરતાં આવ્યા છે. આત્માના સ્વભાવમાં પર્યાયમાં ગતિ કરતાં આમ પરમાણુ આવ્યા છે. એક સમય પણ એક સમયની સ્થિતિ દેખીને એ આત્માના છે, એમ કહેવામાં આવે છે એ તો વ્યવહાર છે. આહાહાહા !
અહીં તો ત્યાં સુધી કીધુંને નિયમસાર. ચાર ભાવ છે એ આવરણ સંયુકત છે એમ કીધું. એ દેવાનુપ્રિયા ! તમારું બધું આમાં આવ્યા છે કે નહીં? ક્ષાયિકભાવ, ઉપશમભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન એ ક્ષાયિકભાવ છે, એને ત્યાં આવરણ સંયુકત કીધાં, એવો ટીકામાં પાઠ છે. આવરણ સંયુકત એટલે કે એને કર્મના નિમિત્તના અભાવની અપેક્ષા આવે છે ને ! માટે તે આવરણ સંયુક્ત ગણી અને તે ભાવની ભાવના ન કરવી. પંચમસ્વભાવભાવ, ધ્રુવભાવ, ધ્રુવભાવ એની ભાવના, છે એની ભાવના. એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ પણ પંચમની ભાવના, એ ભાવનાની ભાવના નહીં. ક્ષાયિક ક્ષયોપશમ આદિ પર્યાય છે, પણ એની ભાવના નહીં. એ તો એક ક્ષણિક અવસ્થા છે, કેવળજ્ઞાન, કેવળદર્શન પણ એક સમય માત્ર સ્થિતિને પામીને ત્રિકાળી ભગવાનની પાસે માર્ગમાં લૂંટાતા દેખીને માર્ગ લૂંટાય છે, લૂંટાય છે, લૂંટાય એ તો ઉપચાર છે. એમ એની મેળે ગતિપણું, સ્થિતિપણું, ક્ષાયિકપણું, ક્ષયોપશમપણું આવ્યું છે ત્યાં, એને આત્માના કહેવા એ તો વ્યવહાર ઉપચાર છે. આહાહા ! બહુ ગજબ વાત છે.
જીવમાં એક સમયની સ્થિતિ બંધપર્યાયની સ્થિતિની અપેક્ષાથી જોઈએ તો તે ઉપચાર કરીને કહ્યું છે કે જીવનો આ વર્ણ છે, જીવના આ ગુણસ્થાન છે, એક સમયની પર્યાયની સ્થિતિ છે ત્યાં અબંધ સ્વરૂપ ભગવાન આત્મા, એ તો ત્રિકાળ એમને એમ પ્રવાહ ચાલ્યો આવે છે, આમ ધ્રુવ. એમાં આ એક સમયની પર્યાયની અવસ્થાઓ જે દેખાય એ ખરેખર તો એ પોતે અવસ્થાઓ તે સમયે આવવાની યોગ્યતાથી આમ થઈ છે બધી, રાગાદિ બધા, ભગવાન જ્ઞાયક સ્વરૂપની ઉપર એ તો આમ ગતિ કરતાં કરતાં એની સ્થિતિ પ્રમાણે આવ્યા છે. પણ એક સમયનો સંબંધ દેખીને જીવના (કીધા). બહુ ઝીણી વાતો બાપુ.