________________
ગાથા – ૫૮ થી ૬૦
૨૨૭ આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે, એક અભેદદ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વે તે દ્રવ્યમાં નથી એમ કથંચિત નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો ન વિભાગ છે.
અહીં શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમયે જ સમ્યજ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.
પ્રવચન નં. ૧૩૩ ગાથા - ૫૮ થી ૬૦ તા. ૧૧/૧૧/૭૮ શનિવાર કારતક સુદ-૧૨
શું કહે છે. આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે, તો અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે. એનો ઉત્તર દષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છે.
पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी। मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।।५८ ।। तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं। जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।।५९ ।। गंधरसफासरूवा देहो संठाणमाइया जे य।। सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।।६०।। દેખી લૂંટાતું પંથમાં કો, “પંથ આ લૂંટાય છે – બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો”. ૫૯. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦. ટીકાઃ- જેમ વ્યવહારી લોકો માર્ગે નીકળેલા કોઈ સંઘને લૂંટાતો દેખીને સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે, એમ કહે છે. અમારે તો આ અનુભવ થયેલો ગારીયાધારથી ઉમરાળા જતાં એક આવે છે પાંદરડા ને એનું મોટું નહેરું આવે છે એ લુંટારું નહેરું કહેવાય છે. એટલું ઉંડુ છે, છે મોટું નહેરું પણ આમ ઉંડુ છે અને પાછું આમ ઉંડુ છે એટલે વચમાં કોઈ ચોર આવીને લૂંટે તો આસપાસના માણસને કાંઈ ખબર પડે નહીં. એવું પાંદરડા છે, ગારીયાધારથી ઉમરાળા જતાં અમારી હારે બીજા હતા, એ પછી અમે તો નાની ઉંમરના બેસી રહ્યા, બીજા હેઠે ઊતરી ગયા જોવા સારું. કેમ છે? કે આ માર્ગ લૂંટાય છે. લૂંટારું