________________
૨૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦. ગાથાર્થઃ- [fથ મુખ્યમM ] જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો [ દા] દેખીને [H: પુસ્થા] આ માર્ગ [ પૃષ્યતે]લૂંટાય છે” એમ [ વ્યવહારિખ: ]વ્યવહારી [ નો:] લોકો [ ભ7િ] કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [શ્ચત પ્રસ્થા] કોઈ માર્ગ તો ન વ મુખ્યતે] નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [ તથા] તેવી રીતે [ નીવે ]જીવમાં ફર્મળાં નોર્મળ ૪] કર્મોનો અને નોકર્મોનો [ વર્જન]વર્ણ [દા ] દેખીને “[ નીવરા] જીવનો [gs: વM:] આ વર્ણ છે” એમ [ નિનૈ:] જિનદેવોએ [ વ્યવદરતઃ] વ્યવહારથી [૩p:] કહ્યું છે. [ રસસ્પર્શરુપાળ] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ,[ફેદ: સંસ્થાનાય:]દેહ, સંસ્થાન આદિ [ રે ૪ સર્વે] જે સર્વ છે, [ વ્યવહારચ] તે સર્વ વ્યવહારથી [નિરયદ્રાર:] નિશ્ચયના દેખનારા [ વ્યપતિશત્તિ] કહે છે.
ટીકાઃ-જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને, સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “આ માર્ગ લૂંટાય છે” એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અહંતદેવો, જીવમાં બંધાર્યાયથી સ્થિતિ પામેલો (રહેલો) કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, (કર્મ-નોકર્મના) વર્ણની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “જીવનો આ વર્ણ છે” એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન-એ બધાય (ભાવો) વ્યવહારથી અહંતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્તિ સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદામ્યલક્ષણ સંબંધનો અભાવ છે.
ભાવાર્થ-આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે.
અહીં એમ જાણવું કે-પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં