________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ઉપાય કોને આશ્રયે થાય એ જુદી વસ્તુ છે. એ તો ત્રિકાળી ભગવાન પરમાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન તેને અવલંબે મોક્ષનો માર્ગ થાય. પણ અહીંયા જે કહેવું છે એ કે મોક્ષનો માર્ગ જે છે એ તો પર્યાય છે. જો બંધ જ ન માનો, પર્યાયમાં બંધ ન માનો, વસ્તુમાં બંધ ને મુક્તિ બેય નથી. જે સમ્યગ્દર્શનનો વિષય જે ભગવાન પૂર્ણાનંદનો નાથ અનુભવમાં આવે, એવા દ્રવ્યમાં તો બંધ ને મોક્ષની પર્યાય પણ એમાં નથી. કેમકે બંધ ને મોક્ષ તો પર્યાય છે, ને ભગવાન તો બંધ ને મોક્ષની પર્યાયથી રહિત ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે. આત્મા. આહાહાહા!
એનો વિષય કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું, એને પણ રાગદ્વેષના પરિણામ બંધના પર્યાયમાં છે, એમ એણે જાણવું જોઈએ. આદરવું કે નહિ એ પ્રશ્ન નથી અહીંયા. અને એ રાગદ્વેષના પરિણામને બંધ તરીકે અટકતી દશાને ન માને તો એને છોડવાનો જે ઉપાય છે, મોક્ષનો માર્ગ એ પણ સિદ્ધ થતો નથી. આરે આરે આવું અટપટું છે. (શ્રોતા:- બહુ સારું છે) અધિકાર જ એવો છે બાપુ, શું થાય? અરેરે લોકો સાધારણ જાણપણું કરીને માની બેસે કે આપણે સમજી ગયા. બાપા એ મારગડા કોઈ જુદા છે ભાઈ. અનંત અનંત કાળમાં જેણે વાસ્તવિક એક સેકંડ પણ વાસ્તવિક તત્ત્વ દ્રવ્ય અને પર્યાય બે શું છે એનું જ્ઞાન એણે યથાર્થ કર્યું જ નથી. આહાહાહા !
એકાંત એમ માને કે રાગ ને દ્વેષ જીવમાં છે, એ પણ મિથ્યાષ્ટિ છે. તેમ એકાંત એમ માને કે જીવમાં નથી વસ્તુમાં માટે પર્યાયમાં પણ નથી એમ(એ) પણ એકાંત મિથ્યાત્વ છે. હસુભાઈ ! આ ઝીણું છે. ત્યાં તમારા કરોડ રૂપિયામાં ધૂળમાં કાંઈ હાથ આવે એવું નથી. એય બધા કરોડપતિઓ કાલે આવ્યા'તા ને રતનલાલજી કલકત્તાના પાંચ-છ કરોડ, આજ સવારમાં ગયા. આય પાંચ-છ કરોડ રૂપીયા છે એની પાસે, કોક તો કહેતું'તું એકેક છોકરા પાસે એકેક કરોડ રૂપીયા છે. છ છોકરા છે ને પોપટભાઈના એને એકેક પાસે એકેક કરોડ અને આના બાપના જુદા કોક કહેતુ'તું. અહીંયા ક્યાં અમે ગણવા જઈએ છીએ. પણ એ ધૂળ ક્યાં આત્માની હતી બાપા? જેમાં રાગદ્વેષ થાય એ પણ જીવનો નથી અને પૈસા ને બાયડી ને છોકરા મારા મૂંઢ છે. મૂર્ખાઈ ભરેલી દૃષ્ટિ છે એની, ચીમનભાઈ ! મોટા કારખાના ને બધા મોટા, એ તો નથી રાગ દયાનો ને દાનનો અરે ગુણ ગુણી ભેદનો વિકલ્પ જે થાય, ગુણી એવો જે ભગવાન એના જે અનંતગુણ એવો ભેદનો વિકલ્પ ઊઠે, ઝીણી વાત છે પ્રભુ. એ વિકલ્પ પણ સ્વરૂપમાં નથી. એ પરમાર્થ દૃષ્ટિએ, પરમાર્થ દૃષ્ટિ સ્વીકાર કરવા એમ કહ્યું પણ તે દૃષ્ટિમાં એકાંત માની લ્ય, કે મારી પર્યાયમાં પણ રાગ નથી તો અટકેલો ભાવબંધ તો છે અને ભાવબંધ ન હોય તો એને છેદવાનો મોક્ષનો ઉપાય પણ નિરર્થક જાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન શાન ચારિત્ર એ જે મોક્ષનો માર્ગ છે, એ પ્રગટે છે ત્રિકાળી દ્રવ્યને આશ્રયે, પણ પ્રગટેલી પર્યાય છે તે વ્યવહાર છે. જ્ઞાનચંદજી! જો તમે રાગને પર્યાયમાં નથી જ એમ માનો, તો પછી રાગ છેદવાનો મોક્ષનો ઉપાય પણ નથી. બંધ ને મોક્ષની પર્યાય દશા છે જ નહિ એમ થાય પર્યાયમાં. આવું ઝીણું હવે નવરાશ ક્યાં આમાં માણસને, આખો દિ' બાયડી છોકરા પાપ, એકલા પાપના ધંધા, ધર્મ તો નહિ પણ પુણેય નહિ ત્યાં તો. કહો હસુભાઈ મોટા પૈસાવાળાને વધારે ઉપાધિનો પાર ન મળે. આહાહાહા !