________________
ગાથા – ૪૬
૮૩ અને અંદર દયા, દાન, વ્રત, ભક્તિ કામ ક્રોધ શુભાશુભ ભાવ થાય, એને પણ અજીવ અને જડ કહ્યાં છે ચૈતન્યની દૃષ્ટિએ, જેને સમ્યગ્દર્શનનો આશ્રય દ્રવ્ય છે, એ દ્રવ્યમાં તો પુણ્ય ને પાપના ભાવ પણ નથી. શરીર તો નથી પણ દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પો પણ એમાં નથી. એમાં એ તો નથી પણ એક સમયની જે સમ્યગ્દર્શનની પર્યાય છે એ વસ્તુમાં નથી. આવું આકરું કામ છે પ્રભુ. આહાહાહા !
જૈન દર્શન સમજવું એ કોઈ અલૌકિક વાત છે. સમજાણું કાંઈ ? ભગવાન આત્મા શરીરથી તો ભિન્ન, શરીરને પુદ્ગલ કહ્યું જડ, અને શુભઅશુભ રાગ થાય છે જે દયા ને વાંચનના ને શ્રવણ ને મનનના એ રાગને પણ પુદ્ગલ કહ્યાં છે પરમાર્થ દૃષ્ટિએ તો, કેમ કે એ જીવનો કોઈ સ્વભાવ અનંત ગુણ છે ભગવાન આત્મામાં અનંતા અનંત ગુણો છે ભગવાન આત્મામાં, કેટલા અનંત કે જે અનંતનો છેડો નહિ કે આ અનંત ને હવે આ છેલ્લો અનંત અને એનો છેલ્લો ગુણ એટલા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતને અનંતે ગુણો તો ય અનંતા રહે છે બાકી એટલા અનંતા આત્મામાં ગુણ છે, પણ એ માંયલો કોઈ ગુણ વિકૃત કે વિકાર કરે એવો ગુણ નથી. આહાહાહા !
તેથી જે વિકાર થાય છે એ પુદ્ગલ કર્મ જે ભાવક છે, તેનાં લક્ષે થયેલો વિકારી ભાવ, તેને પણ અહીંયા તો પુદ્ગલ કીધા છે. કેમકે એ રાગનો વિકલ્પ જે છે. આ શ્રવણ કરવું, વાંચવું, કહેવું એવો જે વિકલ્પ ઊઠે છે એ અચેતન છે, જડ છે. કેમ કે એમાં ચૈતન્ય સ્વભાવનો અંશ નથી. એ રાગ સ્વયં પોતે પોતાને જાણતો નથી તેમ રાગ સ્વયં ભગવાન જોડે છે એને જાણતો નથી, એ રાગ ચૈતન્ય વડે જણાય છે માટે તે રાગને પુદ્ગલ ને અચેતન ને જડ કહ્યો છે. પણ જો એને એકાંત જ માની લે કે રાગદ્વેષ, મોહ એ પુગલના છે અને જીવની પર્યાયમાં વ્યવહારથી નથી, તો એકાંત થાય છે, એકાંત મિથ્યાત્વ થાય છે. આહાહાહા !
ભગવાન જીવ સ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન, એમાં ય રાગને માનવો તોય મિથ્યાત્વ થાય છે, (શ્રોતાઃ- ત્રણેયમાં માનવો એ મિથ્યાત્વ?) દ્રવ્યમાં માનવો એ, સ્વભાવમાં કીધુંને? સ્વભાવમાં. પણ પર્યાયમાં રાગ નથી એમ માનવું તે પણ એકાંત છે. પંડિતજી! આકરી વાતું છે. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ચૈતન્ય સ્વભાવથી ભરેલો, ચૈતન્ય રત્નાકર છે એ, ચૈતન્ય રત્નાકર છે એ ચૈતન્યના રત્નોનો દરિયો છે પ્રભુ તો, એમાં રાગ માનવો એ મિથ્યાત્વ છે, પણ તેની પર્યાયમાં પણ રાગ ન માનવો એ પણ મિથ્યાત્વ એકાંત છે, આવી વાત છે પ્રભુ ! માર્ગ પ્રભુનો ઝીણો ભાઈ.
એ જીવનું સ્વરૂપ જ એવું પ્રભુનું છે, અહીં કહે છે કે પરમાર્થે તો પ્રભુને, શરીર ને રાગ વૈષને પુદ્ગલ કહીને તેનાથી પ્રભુને ભિન્ન કહ્યો છે સમ્યગ્દર્શનનો વિષય, પણ એટલેથી કોઈ એમ જ માની લે કે એના દ્રવ્ય સ્વભાવમાં વસ્તુની દૃષ્ટિનો વિષય છે તેમાં રાગદ્વેષ ને શરીર નથી, પણ તેની પર્યાયમાં પણ રાગ ને દ્વેષ નથી તો તો બંધનો જ અભાવ થાય, અને બંધનો અભાવ થતાં તેને છોડવાનો મોક્ષનો ઉપાય પણ એ વ્યવહાર છે. શું કહ્યું છે? રાગદ્વેષ ને મોહ એની પર્યાયમાં ભાવબંધપણે જો ન હોય તો બંધનો અભાવ થાય છે. અને તેને છોડવાનો બંધ છે, તેને છોડવાનો ઉપાય, એ પણ મોક્ષનો ઉપાય છે, એ પણ પર્યાય છે, તે વ્યવહાર છે. મોક્ષનો