________________
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩
આમાં હતા ખરાને ( સંપ્રદાયમાં હતા ને ) એટલે એ જાણે કે કીધું ના એમ નહીં, આમાં આવી ગયા એટલે આ માનીએ એમ નથી. અહીં તો સત્ય હોય તે માનીએ. જ્ઞાનચંદજી ! સમ્યગ્દર્શન સ્વરૂપની દૃષ્ટિ થઈ ત્યારે તેની સાથે ભાવશ્રુતજ્ઞાન થયું. ભાવશ્રુતજ્ઞાન, ભાવશ્રુતજ્ઞાનના બે ભેદ, ભાવશ્રુતજ્ઞાન અવયવી છે પ્રમાણ છે, એનો અવયવ એ ભેદ છે. નિશ્ચય અને વ્યવહા૨ એનો અવયવ છે. તો એને વ્યવહારનય હોય. અજ્ઞાનીને વ્યવહારનય કેવી, અને એ વ્યવહારનયનો વિષય ભગવાનની મૂર્તિ આદિ એને હોય છે. નવરંગભાઈ ! છે વ્યવહાર, છે શુભરાગ એનો વિષય પણ એને નિશ્ચયવાળાને આ હોય છે. પૂર્ણ ન થાય ત્યાં સુધી આ હોય છે એને તમે ઉથાપી નાખો એમ ન હાલે, કીધું.
અહીં એમ કહે છે, જો બંધ નથી જ તો પછી છૂટવાનો ઉપાય પણ નથી. માટે બંધ છે એમ એને જાણવો જોઈએ અને છૂટવાનો ઉપાય એનો છે એ પણ એણે જાણવું જોઈએ. એ વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૨૦ ગાથા - ૪૬
તા. ૨૮/૧૦/૭૮ શનિવાર આસો વદ-૧૩ ભાવાર્થઃ “૫૨માર્થનય તો જીવને, શરીર અને રાગદ્વેષ મોહથી ભિન્ન કહે છે.” ૫૨માર્થનય તો જીવને એમ લેવું. નિશ્ચયનય યથાર્થ દૃષ્ટિએ જીવને, શરીર ને રાગદ્વેષ મોહથી ભિન્ન કહે છે. “જો તેનો એકાંત કરવામાં આવે.” શરી૨ અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ છે એ ન માને તો એકાંત થઈ જાય છે. વ્યવહારનયનો વિષય શરીર અને જીવને એક માને એ વ્યવહારનયનો વિષય છે, જાણવા લાયક છે. શ૨ી૨ ને રાગદ્વેષ, મોહ પુદ્ગલ ઠરે, તો તો શ૨ી૨ અને રાગદ્વેષ મોહ પુદ્ગલ જડ ઠરે. શું કહ્યું એ ? શરીરમાં આત્મા છે અને આત્મા અને શ૨ી૨ તદ્ન ભિન્ન છે એમ કહે તો એ તો નિશ્ચયથી એ બરાબર છે. સમ્યગ્દર્શનનો વિષય, ધર્મની પહેલી શરૂઆતનો વિષય તો ભગવાન આત્મા, શ૨ી૨થી ભિન્ન રાગદ્વેષ મોહ દયા, દાન આદિ વિકલ્પથી પણ ભિન્ન અને જેનો વિષય તો પર્યાય પણ નથી. સમ્યગ્દર્શન ધર્મની પહેલી સીઢી, એનો વિષય તો સમ્યગ્દર્શનની પર્યાય પણ એ એનો વિષય નથી, ઝીણી વાત છે બાપુ.
સમ્યગ્દર્શનનો વિષય, ધ્યેય તો અખંડ જ્ઞાયકભાવ પૂર્ણાનંદ પ્રભુ દ્રવ્ય સ્વભાવ જે પૂર્ણ છે, એ સમ્યક્ત્તો વિષય છે, એ નિશ્ચયનયનો એ વિષય છે. હવે જો એને એકાંત જ કરવામાં આવે કે એને શ૨ી૨ ને જીવને વ્યવહા૨ે પણ સંબંધ નથી, તો તો જ્ઞાન એનું વ્યવહા૨ે જૂઠું છે, ઝીણી વાત છે થોડી, શરી૨ અને આત્મા એક જ છે એમ માને, તો તો શ૨ી૨ને મારતા જીવ મરે એમાં કાંઈ પાપ લાગતું નથી, પણ એમ છે નહિ. શરી૨ અને જીવ વ્યવહા૨થી એક છે, એથી શ૨ી૨ને ચોળતા જીવ ભેગો આવે છે. માટે એને પાપના પરિણામ થાય છે, અને એને એકાંત જ માને કે શ૨ી૨થી પ્રભુ તદ્ન જુદો છે, એ નિશ્ચયથી બરાબર છે, પણ વ્યવહા૨થી શ૨ી૨ને અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ પણ ન હોય તો શરીરને ચોળતા પુદ્ગલને મારતા જેમ પાપ નથી, એમ શરીરને ચોળતા પણ જીવનું મરણ થાય તો એનું પાપ નથી એમ થાય. ઝીણી વાત છે ભાઈ, વીતરાગ માર્ગ સમજવો બહુ કઠણ છે ભાઈ ! આહાહાહા !
શરીર ને રાગદ્વેષ પુદ્ગલમય ઠરે, કેમ કહ્યાં છે તો એમ જ. ૫૨માર્થે તો શ૨ી૨ને જડ કહ્યું