________________
૮૧
ગાથા – ૪૬ એ જીવમાં કહેવા એ વ્યવહારનયનો વિષય છે. દૃષ્ટિ તો એ બંધમોક્ષના પર્યાયને સ્વીકારતી નથી. પર્યાય છે ને? બે ભેદ પડ્યા ને? સમજાણું કાંઈ?
એમ નથી સ્વીકારતી છતાં જો બંધમોક્ષ જો પર્યાયમાં ન હોય તો બંધ નથી તો છેદવાનો ઉપાય પણ નથી, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે પર્યાય છે, તેનાથી તે બંધનો નાશ થાય છે, તે પર્યાય સિદ્ધ નહિ થાય, બંધ સિદ્ધ નહિ થાય. ઝીણું તો છે આજનું એય, ગોદીકાજી! તમારા નામામાં આ આવે નહિ કાંઈ ન્યાં, તમારે શેઠના નામામાં ક્યાં હતું આ કાંઈ નામું? આહાહા!
પ્રભુ તું કોણ છો કહે છે કે, હું છું તો ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય, પણ હવે તારી પર્યાયમાં કાંઈ છે કે નહીં? કે પર્યાયમાં રાગ જ નથી? રાગ છે એમ જાણવું જોઈએ, અને રાગને છેદવાનો ઉપાય જો રાગ નથી તો રાગને છેદવાનો ઉપાય પણ આવતો નથી. તો એણે જાણવું જોઈએ કે રાગ છે, એને મોક્ષના માર્ગની પર્યાયથી બંધની પર્યાયનો નાશ થાય છે, બેય વ્યવહાર છે. સમજાણું કાંઈ? ઘણાં પડખા, આમ યાદ રાખવા કેટલાં કહે છે. આહાહાહા !
રાગીઢષી, મોહી જીવ કર્મથી બંધાય છે, તેને છોડાવવો એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે” મોક્ષનો ઉપાય કરવો એનો અભાવ થશે. મોક્ષનો ઉપાય કોને આશ્રયે થાય એ બીજી વાત છે. એ તો નિશ્ચય દ્રવ્યને આશ્રયે થાય પણ આ પર્યાયમાં મોક્ષનો ઉપાય થાય, જો બંધ નથી તો ઉપાય ક્યાંથી આવ્યો? બંધય વ્યવહારનય છે અને મોક્ષનો ઉપાય પણ વ્યવહારનય છે, અરે ! મોક્ષ પોતે વ્યવહાર છે. આ બે ભેદની અપેક્ષાએ હોં. બાકી તો સિદ્ધમાં વ્યવહાર નથી એમ આવે છે ને? પરમાર્થ વચનિકામાં “પરમાર્થ વચનિકા' છે ને? એમાં આવે છે. અહીં તો ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધપણું કહેવું પછી ત્યાં સિદ્ધમાં વ્યવહાર કહેવો નથી. પૂર્ણ દશા થઈ ગઈને “પરમાર્થ વચનિકામાં છે. આહાહાહા !
અહીંયા કહે છે. રાગીષી, મોહી પર તરફનું સાવધાનપણું જેટલું છે. એ કર્મથી બંધાય છે, તેને છોડાવવો એટલે કે મોક્ષના ઉપાયનો ગ્રહણનો અર્થ છોડાવવો, એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. વ્યવહારનયનો વિષય છે. પર્યાયમાં રાગ છે એને છોડાવવાનો ઉપાય પણ છે. વ્યવહારનયનો વિષય છે. નય છે ને? નય છે તો એ તો વિષયી છે તો એનો વિષય હોય ને? નિશ્ચયનય છે એ વિષયી છે, તો એનો વિષય ત્રિકાળી જ્ઞાયક છે. સમજાણું કાંઈ ?
એ પ્રશ્ન ચાલ્યો'તો અમારે ઘણાં વર્ષ પહેલાં ૮૩, ૮૩, ૮૩ અત્યારે કેટલા વર્ષ થયા, એકાવન. હુકમીચંદજીના જન્મ પહેલાં એકતાલીસ ચાલે છે એને, એના દસ વર્ષ પહેલાં, એવો પ્રશ્ન ચાલ્યો, કે મિથ્યાષ્ટિ હોય ત્યાં સુધી મૂર્તિની પૂજા હોય એવો પ્રશ્ન ચાલ્યો, સ્થાનકવાસી ખરાને ! પછી શેઠ હતા એક, સમ્યગ્દર્શન થયા પછી પૂજા ને મૂર્તિ એવું ન હોય પ્રતિમાને, ત્યારે મેં કહ્યું. સૂનો, સાંભળો કીધું એને તો ન બેસે, એ તો અભિમાની હતા. પણ બીજા માણસને કહીને એ દ્વારા વાત પહોંચાડી, કીધું જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે એની સાથે ભાવશ્રુતજ્ઞાન થાય છે. ભાવશ્રુતજ્ઞાન થતાં તેના બે ભેદ પડે છે નિશ્ચય ને વ્યવહાર, તો ભાવશ્રુતજ્ઞાની જે છે તેને વ્યવહાર આવે, વ્યવહાર હોય વિકલ્પ, ત્યારે એને શેયના જે ભેદ છે નામ સ્થાપના ભેદ, આ જ્ઞાનનો ભેદ નય છે, અને શેયનો ભેદ સ્થાપના છે, એટલે ખરેખર તો શ્રુતજ્ઞાનીને જ વ્યવહારનયનો વિષય એ હોય છે. તદ્દન ઉડાવી દો તમે એમ ન ચાલે કીધું, એય નવરંગભાઈ !