________________
८०
,,
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે ને? વ્યવહારનય પાંચમો છે ને શ્લોક વ્યવહારનય જુઓ “વ્યવહારનયઃ સ્વાધધધિપ પ્રાક્પદવ્યામિઠુ હસ્તાવલંબઃ ત્યાં વ્યવહારનય હસ્તાવલંબઃ અપિ સ્યાદ્” વ્યવહારનય એટલે જિતના કથન-કથન અહીં પ્રશસં કેવી શૈલી છે જુઓ તો, વ્યવહા૨નય એટલે કથન. જીવ વસ્તુ નિર્વિકલ્પ છે તે જ્ઞાનગોચર છે, તે જે વસ્તુને કહેવા માગે તો એમ જ કહેવામાં આવે જેટલા ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર એ જીવ બહુ સાધિક કહેવા માગે તો પણ આમ જ કહેવું પડે “જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા” એમ ભેદથી કહ્યો. વ્યવહારથી કહ્યો, કથનમાત્રથી કહ્યો, રાજમલ્લે બહુ સારી ટીકા કરી છે. ઓલામાં આવે છે ને ? દ્રવ્ય સંગ્રહમાં આવે છે દ્રવ્ય સંગ્રહ, વ્યવહારનય એટલે લૌકિક માત્ર. ભાઈ ! દ્રવ્ય સંગ્રહમાં વ્યવહારનય એટલે લૌકિક માત્ર, લોક મૂકે પોક એવી વાતો કરે છે કહે છે, પણ જાણવાલાયક છે કહે છે. દ્રવ્ય સંગ્રહમાં છે. શરૂઆતમાં વ્યવહારનયની વ્યાખ્યા કરી છે ને ત્યાં. આહાહાહા !
અહીં વ્યવહા૨ કથનમાત્ર કહ્યું. અહીં વ્યવહાર પ્રશસં કહ્યું. હવે આવી વાત આ તો કહે દયા પાળો, વ્રત કરો થઈ રહ્યું જાવ. આ પૈસા ખર્ચો કાંઈક પાંચ પચીસ લાખ, ગજરથ કાઢો ને ધૂળમાંય નથી કાંઈ ત્યાં સાંભળને, ત્યાં એનો ભાવ હોય તો શુભ છે. પણ એ શુભનું જ્ઞાન કોને હોય ? જેને શુદ્ધતાનો આશ્રય લઈને સમ્યગ્દર્શન આદિ પ્રગટયું છે, એને પર્યાયમાં શુભ છે એવું જ્ઞાન એને હોય ભાઈ ! આવું છે. આ ગાથામાં ઘણાં ગોટા વાળે છે અર્થમાં. ખબર છે ને જુઓ આ વ્યવહાર કહ્યો “કે જુઓ આ વ્યવહા૨ ૫૨માર્થને પમાડે છે” એ ક્યાં કહ્યું છે બાપુ. એ તો ૫૨માર્થ આ સ્વરૂપ અભેદ છે તેને જ્ઞાન દર્શન ચારિત્રથી બતાવવું એ ભેદ છે, એ વ્યવહા૨નું કથન છે. આહાહાહા !
હિંસાનો અભાવ થશે તેથી બંધનો જ અભાવ થશે, એક વાત. બીજી “વળી ૫૨માર્થ દ્વારા રાગદ્વેષ મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી” ૫૨માર્થે તો ભગવાને એમ કહ્યું કે રાગદ્વેષ મોહથી તો ભગવાન ભિન્ન છે. રાગીદ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. કારણકે જ્યારે ૫૨માર્થે રાગદ્વેષ, મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી એને રાગદ્વેષ, મોહ છે જ નહીં પર્યાયમાં, એમ જો માને, છે ? ૫૨માર્થે રાગદ્વેષ, મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી રાગીદ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે. બંધાય છે એમ પહેલું તો કીધું હિંસામાં, બંધભાવ હવે એને છોડાવવો, એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. કારણકે રાગ છે, બંધન છે, એ નથી જ તો એનો અભાવ કરવાની પર્યાય પણ છે, એ નહિ સિદ્ધ થાય. કારણકે અભાવ કરવો એ પણ પર્યાય છે. બંધ પણ પર્યાય છે, અને એનો અભાવ મોક્ષમાર્ગ એ પણ પર્યાય છે. એ વ્યવહાર છે. આહાહાહા !
જ્યારે ૫૨માર્થે રાગદ્વેષ, મોહથી ભિન્ન કહેવામાં આવ્યો અને જો એમ જ હોય તો બંધ પર્યાયમાં છે એ સિદ્ધ નહિ થાય, એ તો વસ્તુની દૃષ્ટિએ કહ્યું. પણ પર્યાયમાં એનો રાગદ્વેષ, મોહ નથી. તો તો રાગદ્વેષ મોહથી છુટવું એટલે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયથી તેનો નાશ કરવો એ ઉપાય રહેતો નથી. વ્યવહાર છે રાગદ્વેષ, મોહ, માટે છેદવાનો ઉપાય, મોક્ષનો માર્ગ એ પર્યાય છે. તો બંધની પર્યાય જો નથી, તો મોક્ષની પર્યાય પણ ત્યાં છે નહિ, એમ એને એવું થયું. મોક્ષમાર્ગની પર્યાય એ પણ વ્યવહાર છે. ત્રિકાળી જ્ઞાનવસ્તુ છે એ નિશ્ચય છે. બંધ ને મોક્ષ