________________
ગાથા – ૪૬ વાત નથી આ તો તત્ત્વની વાત છે, અત્યારે તો કઠણ પડે જગતને. આહાહાહા !
જ્યારે એમ કહ્યું કે રાગાદિભાવ જીવના નહિ, જીવ સ્વભાવ નહિ, એ તો પુગલ સ્વભાવ છે. કઈ અપેક્ષાએ? કેમકે એ સ્વભાવમાં નથી અને એ નીકળી જાય છે. એ અપેક્ષાએ દૃષ્ટિના વિષયને સિદ્ધ કરવા એનો વિષય તો એ નથી પણ એની પર્યાયમાં રાગેય નથી, ત્યાં તો એમ સિદ્ધ કરવું છે, જીવનો સ્વભાવ નથી ને? સ્વભાવ કીધો છેને, ન્યાં ચૈતન્યમાં એમ નથી લીધું,
ત્યાં ચૈતન્ય સ્વભાવમાં એ નથી એમ છે તેથી ચૈતન્ય સ્વભાવનો ત્રિકાળી જ્ઞાયક અનંત ગુણોનો પિંડ એ તો અનંતગુણ તો સ્વભાવ શુદ્ધ છે. અનંતગુણમાં કોઈ એવો એકેય ગુણ નથી કે વિકાર કરે ?
શું કીધું? અપરંપાર ગુણો છે, જેનો અંત નહિ. આ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત છેલ્લો આ અનંત એમ છે જ નહિ, અને એ છેલ્લા અનંતમાં છેલ્લો આ, એટલા બધા અનંત અનંતના ગુણમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે, તેથી તેના જીવ સ્વભાવમાં રાગ તે પુગલ સ્વભાવ કહીને એમાં નથી એમ કહ્યું, પણ જ્યારે એની પર્યાયનું જ્ઞાન કરાવવું છે. આહાહા ! સમજાણું કાંઈ? ઝીણું પડ થોડું વિચારવું. આહાહાહા !
તદ્ન જો શરીર ને જીવ, તર્ન જુદા હોય, નિમિત્ત નિમિત્ત સંબંધ પણ ન હોય તો તો, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે” કેમકે ભસ્મમાં કાંઈ જીવનું નિમિત્તપણું કે નૈમિત્તિકપણું એમાં છે નહીં, સમજાણું? નિમિત્ત નિમિત્ત સંબંધ છે એ વ્યવહાર છે. એ નિમિત્ત-નિમિત્ત સંબંધ જ જો ન હોય તો તો જેમ ભસ્મને ચોળે અને શરીરને ચોળે બેય એક થઈ ગયું આમા ભેગો છે એને મેં મારી નાખ્યો એમ કે, એ ન આવે અરે આવી વાતું છે. વિશેષ નો સમજાય તો રાત્રે પ્રશ્ન કરવા, જુઓ અમારે હુકમચંદજી આવ્યા છે. અમારે આ જ્ઞાનચંદજી છે. બે(ય) નો પ્રભાવનામાં ભાગ છે મોટો અને ત્રીજા અમારા આ છે, બાબુભાઈ છે. માર્ગ પ્રભુ આવો છે ભાઈ. આહા!
વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે, કહ્યું છે ને જે બારમીમાં એ અહીંયા સિદ્ધ કરે છે. છે કે નહિ? જાણવાનો વિષય છે કે નહીં. વ્યવહારનય છે, નય છે તો વિષયી છે, તો એનો વિષય છે કે નહિ? આહાહાહા !
“પરમાર્થે”શરીરથી જીવ ભિન્ન દેખવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ ત્રસ સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન કરવામાં કારણકે શરીર અને જીવ એક જ છે, જુદા છે જ નહિ “એમ માનીને એને મર્દન કરવામાં હિંસાનો અભાવ થશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે” હિંસાનો ભાવ છે એ બંધ છે. એટલે શરીરને ચોળવામાં જેમ કાંઈ નથી એમ શરીરને જીવ એક જ છે, જુદા ન હોય અને એક જ માને, વ્યવહારનય તો એક કહે નિમિત્ત-નિમિત્ત સંબંધને લઈને, તો એને ચોળી નાખવામાં પણ જીવને કાંઈ નુકશાન એને થતું નથી અને નિઃશંકપણે એને ચોળે તો એને કાંઈ પાપ નથી. માર્ગ પ્રભુનો અલૌકિક છે બાપુ. આહાહાહા !
વ્યવહારનયનો વિષય છે. નય છે તો એનો વિષય છે, એ કથનમાત્ર છે, હોવા છતાં વ્યવહારનયને કથનમાત્ર કહ્યું છે. અહીં એમ કહ્યું ને “પ્રજ્ઞસં' કળશટીકામાં છે. આ કળશટીકા