________________
૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ બહુ આકરી છે, અત્યારે તો બધો ગોટો ઉઠયો છે. ( શ્રોતા:- ગોટો આપે સમાવી દીધો છે) ઓલ્યું ભાઈ સાંભળ્યું હતું ને ભાઈ પંડિતજી, સુખસાગરે બહાર પાડયું છે, વાંચ્યું નહિ હોય? સુખસાગર જે ધર્મસાગરની હારે હતા. શાંતિસાગરની પેઢીના એણે બહાર પાડયું છે કે અત્યારે પંચમકાળમાં શુભજોગ જ હોય. એ રંગુલાલજી! સુખસાગર નથી? (શ્રોતા:- મૈં જાણતા હું માલૂમ હૈ) ધર્મસાગર એની પરંપરામાં આવ્યા. શાંતિસાગર, હિતસાગર, શિવસાગર ને ધર્મસાગર અને ધર્મસાગરમાં ભેગા હતા, પણ એણે કાંઈક આ વાંચેલુ આચાર્યપદ ન આવ્યું તો જુદા પડી ગયા. એણે હમણાં બહાર પાડયું છે છાપામાં, જ્ઞાનચંદજી! વાંચ્યું છે કે નહીં? (શ્રોતા – જૈન ગેઝેટમાં) ક્યાંક આવ્યું છે. ખ્યાલ નથી, જૈન ગેઝેટમાં હશે. અત્યારે પંચમકાળમાં શુભજોગ જ છે અને તે શુભજોગ જેમ “અધ:કરણ, અપૂર્વકરણ અને અનિયતકરણમાં જેમ નિર્જરા થાય છે, ત્યાં શુભભાવ છે, ત્યાં શુદ્ધ નથી, માટે શુભભાવમાં જ નિર્જરા છે. એવું ભાઈ આવ્યું છે. વાંચ્યું છે કે નહીં. વાંચવા જેવું છે એણે ભલે સ્પષ્ટ કર્યું બીજો જે ગોટો હાલે છે એ કરતાં સ્પષ્ટ કર્યું એણે કે ભાઈ અત્યારે શુભજોગ જ હોય. એને જે ભાસ્યું એટલું સ્પષ્ટ કર્યું ને એણે બિચારાએ (શ્રોતા:- ઊંધાઈનું સ્પષ્ટીકરણ કર્યું) એમ કે શુદ્ધતા અત્યારે હોય જ નહિ પંચમકાળમાં શુભભાવ, શુભજોગ જ બધો હોય. આહાહાહા !
(શ્રોતા – અત્યારે શુભજોગથી ધર્મ થાય?) એ શુભજોગથી નિર્જરા થાય એમ કહેવું છે ને? કીધુંને ઓલા અનિયતિકરણનો દાખલો આપ્યો છે ને? પંડિતજી! અધ:કરણ, અપૂર્વકરણ, અને અનિયતિકરણ હોય છે ને? અપૂર્વકરણમાં જિન કહ્યા છે. અપૂર્વકરણ છે, હજી તોપણ એ શુદ્ધઆત્મા સન્મુખ થયો છે એથી જરી શુભભાવ છે. મિથ્યાત્વી છે, પણ સમકિતની સન્મુખ છે, પણ છતાં સન્મુખ થયો ને એ અપેક્ષાએ જરી અપૂર્વ કરણવાળાને પણ જિન કહ્યો, ત્યાં તો આ એમ લે છે કે જુઓ ત્યાં શુભજોગ છે, હા શુદ્ધ તો થયો નથી, શુભથી નિર્જરા છે ને? માટે અમારે શુભજોગમાં પણ નિર્જરા છે. અરે ! પ્રભુ શું કરે છે બાપા! ભગવત્ ! એ ભગવાન છે ભાઈ ! ભાઈ અહીં તો શુભભાવ જીવમાં નથી, એમ સિદ્ધ કર્યું છે, અને હવે અહીં પર્યાયમાં છે એટલું સિદ્ધ કરવું છે, છે એટલું, એનાથી લાભ થાય કે નહીં એ પ્રશ્ન અહીંયા છે જ નહિ. વાત સમજાય છે (હું) બસ છે એટલું. અતિ સિદ્ધ કરવી છે.
ત્રિકાળના અસ્તિત્વના ભગવાન જ્ઞાયક સ્વભાવનો ભાવ જ્યાં છે એકલો ત્યાં તો રાગેય નથી, પર્યાય પણ નથી ને ત્યાં તો જે શ્રદ્ધા કરે છે પર્યાય એ પણ ત્યાં એમાં નથી. પર્યાય ભિન્ન રહીને એની શ્રદ્ધા કરે છે, તો અહીંયા શુભજોગથી લાભ થાય વ્યવહાર, એ અહીં પ્રશ્ન નથી. લાભ તો ચૈતન્ય ભગવાન પૂર્ણનંદનો નાથ, નિશ્ચય ધ્રુવ ચૈતન્ય એના આશ્રયે, એના અવલંબે એના ભેટા થયે લાભ થાય છે. પણ એની પર્યાયમાં સમ્યગ્દર્શનનો વિષય તો ગુણભેદેય નથી, ને પર્યાયેય નથી તો રાગ તો વિષય ક્યાં આવ્યો? પણ કહે છે કે રાગ વિષય નથી છતાં, પર્યાયમાં રાગ છે એમ એણે જાણવું જોઈએ. આહાહા ! સમજાણું કાંઈ ? એ શુભજોગ છે માટે વ્યવહાર છે અને વ્યવહાર છે માટે એનાથી પમાય છે, એ પ્રશ્ન અહીં નથી. અરેરે! આવું છે. (શ્રોતાઃ- જરા કઠણ તો છે) તેથી તો ધીરે ધીરે લેવાય છે બધા આવ્યા છે આ પંડિતો, શેઠિયાઓ આવ્યા છે આ. આ ધીમે ધીમે બાપા સમજવા જેવી વાત છે. બાપા આ કોઈ પક્ષની