________________
૮૫
ગાથા – ૪૬
હવે એને કહેવું કે પ્રભુ સાંભળ ભાઈ એ શરીર વાણી મન સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પર દ્રવ્ય છે એ તો તારામાં નથી, તારા નથી ને તેમાં તું નથી. પણ અંદર રાગદ્વેષ થાય એ તારામાં નથી, તું એમાં નથી દ્રવ્ય-વસ્તુ દૃષ્ટિએ. સમજાણું કાંઈ ? પણ એટલું માનીને પણ જો પાછું પર્યાયમાં રાગ નથી અને શરીરને અને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ પણ નથી તો જીવને ને શરીરને નિમિત્ત સંબંધ વ્યવહાર છે. એટલું જ ન માને તો શરીરને ચોળવાથી જેમ ભસ્મને ચોળવાથી પાપ નથી, એમ શરીર અને આત્મા અંદર ભેગો છે એ બેય એક માને, જુદા અંદર ન માને, પર્યાયમાં જુદો છે પણ શરીરને (પર્યાય) વ્યવહાર બેય (વચ્ચે) નિમિત્ત સંબંધ છે, એટલું ન માને તો એને મારતા નિઃશંકપણે મારતા એને પાપ નહિ લાગે. શું કહે છે આ કઠણ છે ભાઈ. (શ્રોતાઃ- કઠણ તો હતો પણ હવે આપે રહેવા દીધો નથી કઠણ) વસ્તુ તો આવી છે બાપા. આહાહાહા !
એ અહીં કહે છે તો તો પુદગલને ઘાતવાથી હિંસા થતી નથી, કારણ શરીર પુદગલ, રાગ વૈષના પરિણામ એ પુદ્ગલ, એમ તો નિશ્ચયથી તો એમ છે, પણ પર્યાયમાં એના નથી અને વ્યવહારનયનો વિષય જ નથી. નિશ્ચયનયનો વિષય જે પરમાત્મસ્વરૂપ ભગવાન એ પૂર્ણાનંદનો નાથ જે સમ્યગ્દર્શનનો વિષય, અને જેને આશ્રયે સમ્યગ્દર્શન થાય એટલો જ માને અને પર્યાયને ન માને અને શરીરને અને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ ન માને, તો તો પુગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષ મોહથી બંધ થતો નથી, આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો, શું કહ્યું એ ?
ખરેખર જે રાગદ્વેષથી ભિન્ન કહ્યો છે પરમાર્થથી અને મોક્ષની પર્યાયથી પણ ભિન્ન છે ભગવાન અંદર, સિદ્ધની પર્યાય છે ને કેવળની પર્યાય, એ તો વર્તમાનમાં છે, પણ એ પર્યાયનો દ્રવ્યમાં અભાવ છે, એ રીતે જે કહ્યું છે પરમાર્થે તો એ સિદ્ધ થાય પછી ઓલો વ્યવહાર તો રહેશે જ નહિ એને. જો રાગદ્વેષ મોહ છે પર્યાયમાં એમ ન માનો અને શરીરને અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ છે એમ ન માનો તો પરમાર્થે જેમ બંધ મોક્ષ રહિત કીધો એ સિદ્ધ થશે. વ્યવહાર બંધ ને મોક્ષ પર્યાયમાં છે એ સિદ્ધ થતું નથી. આવો માર્ગ છે. સમજાણું કાંઈ? કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે એમ, સમજાય જાય તો તો ઠીક, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે, એય હસમુખભાઈ ! આ જુદી પદ્ધતિ છે, પ્રભુ ભગવાનનો માર્ગ સ્યાદ્વાદ છે. અપેક્ષિત કથન છે, ત્રિકાળમાં રાગ નથી. દયા, દાનનો વિકલ્પ પણ નથી, શરીર તો નથી, વર્તમાન પ્રગટ પર્યાય છે, વ્યક્તિ છે. તે પણ ત્રિકાળમાં તો નથી, એ તો ભિન્ન દ્રવ્ય આપ્યું અખંડાનંદ પ્રભુ છે અને એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, પણ એનું એકાંત કરવા જાય, શરીરને અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ છે, એ ન માને, તો તો જેમ શરીરને મારવાથી પુદ્ગલને મારવાથી કાંઈ આત્માને પાપ ન લાગે. આહાહાહા ! અને રાગ દ્વેષમોહ છે, એ બંધ સિદ્ધ ન થાય પર્યાયમાં, તો એને મોક્ષમાર્ગનો પર્યાય પણ સિદ્ધ થતો નથી અને છેદનારો આવું છે. આમાં કોઈ વિદ્વતાની જરૂર નથી, આમાં વાસ્તવિક તત્ત્વ શું છે, દૃષ્ટિનો વિષય શું છે, અને વ્યવહારનયનો વિષય શું છે. બેને અહીંયા બરોબર જાણવું જોઈએ. સમજાણું કાંઈ? ગાથા એવી જ આવી ગઈ, કાલેય એવી આવી હતી. આહાહાહા !