________________
८६
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો” શું કીધું ઈ, નિશ્ચયથી પરમાર્થથી તો બંધ-મોક્ષનો અભાવ જ જીવમાં છે. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ તો ભાવબંધ ને ભાવમોક્ષ એનાથી તો રહિત જ ભગવાન છે. પરમાર્થથી સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો છે. તે જ એકાંતે ઠરશે, એકાંત ઠરશે પછી પર્યાયમાં રાગદ્વેષ છે અને શરીરનો નિમિત્ત-નિમિત્ત સંબંધ છે. એ વાત નહિ રહે એને. આહાહાહા!
- આ ત્રણેય બેઠા મોટા અમારે અત્યારે, ધર્મની પ્રભાવનામાં મોટા હથીયાર છે આ, આ હુકમચંદજી ૧૫-૧૫ હજાર છોકરાઓની પરીક્ષા લે છે. તેતાલીસ વર્ષની ઉંમર લખી છે ઓલામાં. તેંતાલીસ છે? એમ ! ઓલામાં ૪૩ લખ્યું છે હું ૪૧ સમજતો, ૪૩ વર્ષ છે. ક્ષયોપશમ બહુ ઘણો. (શ્રોતા – બધાય એમ કહે છે આપનો પ્રભાવ અને પ્રતાપ છે) એ તો ઠીક છે. (શ્રોતા - એ તો નિમિત્તનું કથન છે, ઉપાદાન એનું)
શું કીધું આ? કે પરમાર્થથી, નિશ્ચયથી તો જીવને ભાવબંધ ને ભાવમોક્ષ છે નહિ. ભાવમોક્ષ પણ પર્યાય છે, ભાવબંધ પણ વિકારી પર્યાય છે. તો વસ્તુની દૃષ્ટિએ જોતાં વસ્તુમાં તો એ ભાવબંધ અને ભાવમોક્ષ બેય નથી. એ કહ્યું.
પરમાર્થથી જુઓ તો, સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો છે, તે જ એકાંતે ઠરશે રાગનો બંધ છે અને તેને છૂટવાનો (ઉપાય) મોક્ષનો માર્ગ પર્યાય છે એ સિદ્ધ નહિ ઠરે, પરંતુ આવું એકાંત વસ્તુનું સ્વરૂપ નથી. વ્યવહારનયનો વિષય છે, પણ એથી વ્યવહારનય સાધન છે અને નિશ્ચય સાધ્ય છે એમ નથી. ઈ શું કહ્યું વળી ? વ્યવહારનયનો વિષય છે. ભાવબંધ અને મોક્ષની પર્યાય ભાવ બેય પર્યાયો છે ને? વિષય વ્યવહારનો છે, પણ વ્યવહાર સાધન છે ને નિશ્ચય સાધ્ય છે એમ નથી, આમાં તો નથી ને પુસ્તક? એમાં તો એવું લખ્યું છે માળે આ નવું આવ્યું છે ને સમયસાર સાધકને તો વ્યવહાર જ હોય સિદ્ધને નિશ્ચય હોય એમ (એની) ખોટી વાત છે તન.
(શ્રોતા – સિદ્ધને કાંઈ વ્યવહાર હોય?) અરે એ તો સિદ્ધ પર્યાય છે, એ સમ્યજ્ઞાન શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તો સિદ્ધ ને સંસાર બેય વ્યવહારનયનો વિષય છે એને (સિદ્ધને) નથી, પણ જે સાધક જીવ છે જેને શ્રુતજ્ઞાન પ્રગટયું છે, દ્રવ્ય ત્રિકાળી શાયકને આશ્રયે, જ્ઞાયક સ્વભાવ ભગવાન જે પૂર્ણાનંદનો નાથ એને આશ્રયે જે સમ્યગ્દર્શન થયું છે. એની હારે જે ભાવશ્રુતજ્ઞાન થયું છે, એ ભાવશ્રુતજ્ઞાનના બે ભેદ છે અવયવ, ભાવશ્રુતજ્ઞાન છે એ પ્રમાણ છે. હવે નય છે તે પ્રમાણનો અંશ અવયવ છે. હવે એ પ્રમાણના અંશ બે, નિશ્ચય અને વ્યવહાર તો એ શ્રુતજ્ઞાનમાં નિશ્ચય જે છે એ તો ત્રિકાળને સ્વીકારે છે. પણ શ્રુતજ્ઞાનમાં વ્યવહારનય જે છે એ બંધને મોક્ષ બેયને સ્વીકારે છે. એથી એમ નથી કે વ્યવહાર સાધન છે ને નિશ્ચય સાધ્ય છે એમ નથી. અહીં વ્યવહાર જાણવા લાયક છે એવી બે પર્યાયો છે. આવું છે જરીક ફરે તો બધુંય ફરી જાય એવું છે. આહાહા! સમજાણું કાંઈ?
હવે વાણીયાને નવરાશ ન મળે. ઓલા બિચારાએ લખ્યું છે ને? ઐતિહાસિક જાપાનનો મોટો છે, મોટો ઐતિહાસિક મોટી ઉંમરનો છે અને એક છોકરો નાનો છે. એ છોકરાને એ બેયને ઈતિહાસનો રસ, ખૂબ જોયા પુસ્તકો હજારો લાખો, પછી એણે લખ્યું છે કે જૈન ધર્મ “અનુભૂતિ” છે. જૈન ધર્મ તે અનુભૂતિ, આત્માના આનંદનો અનુભવ થવો તે જૈન ધર્મ છે. પર્યાય છે ને