________________
ગાથા - ૪૬
८७ જૈનધર્મ, કોને આશ્રયે થાય એ વળી જુદી વસ્તુ. જૈન ધર્મ એ અનુભૂતિ એટલે ત્રિકાળી આનંદનો નાથ ભગવાન એનો પર્યાયમાં અનુભવ થવો એ જૈનધર્મ પણ એણે લખ્યું છે. દાકતર! ઉદાણી! મોટા દાકતર છે રાજકોટના, મુંબઈમાં મોટા પહેલા નંબરના દાકતર આ દાંતના છે. એણે એમ કહ્યું કે પણ આ ધર્મ આવો ધર્મ વાણીયાને મળ્યો. એમ લખ્યું છે એણે, અને વાણીયા વેપાર આડેથી નવરા થાતા નથી માળા. એય ચીમનભાઈ ! એણે લખ્યું છે છાપામાં, આવો અનુભૂતિ માર્ગ જે જૈનદર્શન પણ વાણીઆને મળ્યો ને વાણીયા વેપારમાં રોકાઈ ગયા આનો નિર્ણય કરવાની ફુરસદ ન મળે. થોડું ઘણું વાંચીને કરે તો ય એ કાંઈ વસ્તુ નથી. આહાહાહા !
શાસ્ત્રનું જ્ઞાન થયું શાસ્ત્રથી કે આ આવું છે ને તેવું છે એ શાસ્ત્રજ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી એ તો અજ્ઞાન છે. (શ્રોતા – આપની હાજરીમાં તો વેપાર થાય નહીં અને આપ અમારી દુકાને કાંઈ આવો નહીં હવે અમારે કરવું શું?) વકીલાત કરીને સ્પષ્ટીકરણ કરાવે છે. પ્રભુનો માર્ગ છે શૂરાનો એ કાયરના કામ નહીં ત્યાં, અન્યમતિમાં પણ કહે છે ને “હરિનો રે મારગ છે શૂરાનો એ કાયરના નહીં કામ જો ને” હરિ એટલે આત્મા. રાગ, દ્વેષ ને અજ્ઞાનને હરે એવો પ્રભુ હરિ એનો મારગ છે શૂરાનો એ કાયરના નપુંસકના કામ નથી ત્યાં. જે કાંઈ પુણ્ય પાપને રચે છે, એ નપુંસક, પાવૈયા, હીજડા છે. પરને તો કરી શકતો નથી, અરે પ્રભુ સાંભળ તો ખરો એક વાર (શ્રોતા:- પાડોશીનો મઠ યાદ આવે છે.) ભાઈને ત્યાં પાવૈયાનું હતું ને? ગોંડલમાં પાવૈયાની શેરી હતી, ત્યાં રહેતા'તા, હીજડાની શેરી હતી. અમારે એ વખતે અમારે ત્યાં પાલેજમાં હતું પાલેજમાં પાવૈયાનો મઠ હતો ને પહેલાં પાવૈયા બહુ હતા. અમારે દુકાન હતી ત્યાં પાવૈયા આવતા ઓલું લેવા, ભિક્ષા લેવા. બધું જોયેલું પાંચ વર્ષ દુકાન ચલાવી હતી ને સત્તર વર્ષથી બાવીશ, બધુંય જોયું એકે એક વાત. હીજડા માળા આવે, જો વાર લગાડે તો માળા લૂગડું ઊંચું કરે. અરરર! આપી દો આપી દો, પાવૈયા માગવા શું કહેવાય આ દરરોજ આવે ને ભિક્ષા માગવા. આહાહાહા !
આંહી તો પ્રભુ એમ કહે છે કે આત્માનું વીર્ય એને કહીએ, કે જે અંદર શાંતિ ને આનંદની રચના કરે તેને વીર્ય કહીએ, પરની રચના કરી શકું છું એમ માને એ તો નપુંશક પાવૈયો હીજડો છે, અમે આ કરીએ છીએ વ્યવસ્થા–વેપારની ને ધંધાની પણ અંદરમાં થતા પુણ્ય-પાપના ભાવને રચે એને ભગવાન કહે છે કે એ નપુંસક છે. કેમકે નપુંસકને જેમ પ્રજા ન હોય, એમ શુભઅશુભ ભાવની રચના કરનારને ધર્મની પ્રજા ન હોય, આવી વાતું છે આ વીતરાગ માર્ગમાં. બાપુ! વીતરાગ માર્ગ કોઈ જુદી ચીજ છે. આહાહાહા !
આહીં એ કહે છે કે વસ્તુ સ્થિતિએ તો સ્વરૂપની રચના કરે તે વીર્ય, પણ તેની પર્યાયમાં રાગની રચના હીણી દશાથી થાય એ ન માને તો એને એકાંત કહેવામાં આવે છે. જાણવા માટે હોં, આદરવાનો અહીં પ્રશ્ન નથી. આહાહાહા !
આ વાંધા છે ને? બારમી ગાથામાં એમ કહ્યું ને કે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. સંસ્કૃત ટીકામાં તદાવે છે “તદાત્વે' સંસ્કૃત શબ્દ પડયો છે. “તદાત્વે એટલે તે તે કાળે ભગવાન આનંદનો નાથ પ્રભુ પૂર્ણાનંદનો જેને અંતર સ્વીકાર દૃષ્ટિની થઈ છે અને સમ્યગ્દર્શન