________________
८८
સમયસાર સિદ્ધિ ભાગ-૩ થયું છે, એવા જીવને નિશ્ચયનો વિષય તો તેનો અખંડ અભેદ આત્મા છે, પણ પર્યાયમાં હજી શુદ્ધતા થોડી છે અશુદ્ધતા છે, સમકિતીને, જ્ઞાનીને તેને તે જાણવું એ પ્રયોજનવાન છે, છે એમ જાણવું. તદાત્વે એટલે તે તે સમયે તે-તે પ્રકા૨ની શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ સમયે સમયે ભિન્ન ભિન્ન છે તેથી તે તે કાળે તે જાણવું પ્રયોજનવાન છે. ‘તદાત્વે’ શબ્દ છે ને સંસ્કૃત્તમાં આ તો એકેક અક્ષરની વાતું છે આ તો બધી. આહાહાહા !
એ જાણેલો પ્રયોજનવાન છે પણ આદરેલો પ્રયોજનવાન છે એમ નહીં.એમ અહીંયા પર્યાયમાં રાગ છે તેમ જાણવું જોઈએ અને તે એમને છેદવાનો ઉપાય મોક્ષની પર્યાય છે. મોક્ષનો માર્ગ એમ જાણવું જોઈએ, જાણવું જોઈએ. એ જાણવાનો નિષેધ કરે અને એકાંત કરે કે મારે ભાવબંધેય નથી અને મોક્ષનો ઉપાય નથી, કા૨ણ ભાવબંધ નથી એટલે મોક્ષનો ઉપાય નથી. મિથ્યાત્વ છે એકાંતે મિથ્યાત્વ છે. (શ્રોતાઃ- વ્યવહા૨ને ન માને એય મિથ્યાત્વ ) વ્યવહારને પર્યાયને ન માને તો એકાંત થઈ ગયો ને ? તો અજ્ઞાની છે અને વ્યવહારને આદરણીય માને તોય મિથ્યાત્વી છે. વ્યવહારનયનો વિષય છે અને તે જાણવા લાયક છે એમ ન માને તોય મિથ્યાત્વ છે. મારગ બાપા બહુ પરિચય કરે તો સમજાય એવું છે. આ એવી ચીજ છે.
એ અહીં કહ્યું કે ૫૨માર્ચે જે સંસાર મોક્ષનો અભાવ કહ્યો છે અને એમ છે ૫૨માર્થે, તે જ એકાંતે ઠરશે. ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાય છે એ વાત સિદ્ધ નહિ થાય. પર્યાયનયમાં ભાવબંધ ને ભાવમોક્ષ એ વ્યવહારનયનો વિષય છે, એ જાણવું નહિ સિદ્ધ થાય. હવે આમાં બાઈયુ-બાઈયુ બિચારી ક્યાં નવરાશ આખો દિ' રોટલા કરવા રોટલીયું ક૨વીને છોકરાને સાચવવા. એવી વાતું એમ કે બહેનોને રોટલી સિવાય વખત મળે અને આ ધંધાવાળાને વખત નથી મળતો. અરે બહેનુંને તો ભાગ્યવાન મળ્યા છે ને બહેન ભગવતીસ્વરૂપ, ધર્મરત્ન જગતમાં સ્ત્રીઓમાં પાક્યું છે. એ સ્ત્રીઓનાં ભાગ્ય છે. આહાહાહા !
અહીં કહે છે પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. એટલે શું કહ્યું ? કે ૫૨માર્થે રાગ અને શરીરથી ભગવાનને ભિન્ન જણાવ્યો એવું એક જ માને અને પર્યાયમાં રાગ અને શ૨ી૨નો સંબંધ છે. એવું ન માને તો તો એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી, એ વસ્તુનું સ્વરૂપ એકાંત એવું નથી. અવસ્તુનું શ્રદ્ધાન !ત્રિકાળી ૫૨માર્થને માને અને વ્યવહા૨નો વિષય વર્તમાન પર્યાયમાં રાગ એને છૂટવું છે એ ન માને, તો અવસ્તુનું શ્રદ્ધાન એ તો અવસ્તુ થઈ. વસ્તુ તો ત્રિકાળી જ્ઞાયકને જાણે સમ્યક્ અને વર્તમાન ભાવબંધ અને ભાવમોક્ષને જાણે, એ વસ્તુનું સ્વરૂપ. એકાંત એ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, પર્યાયમાં રાગનો સંબંધ છે અને અભાવ થાય છે, એવી પર્યાયોને ન માને તો તે અવસ્તુ થઈ. આહાહાહા !
અવસ્તુનું શ્રદ્ધાન ! બાબુભાઈ ! બહુ સરસ ગાથા છે. નવરંગભાઈ ! આવું છે. અવસ્તુ એટલે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપમાં રાગદ્વેષ નથી, શરીર નથી એ એક પડખું અને પર્યાયમાં રાગાદિ ને શ૨ી૨ છે એ બીજું પડખું એમ થઈને વસ્તુ છે આખી પ્રમાણનો વિષય, નિશ્ચયનયનો વિષય તો ત્રિકાળી જ્ઞાયકભાવ ૨ાગ ને શરીર રહિતનો એ વસ્તુ, પણ એ નિશ્ચયનયનો વિષય થયો, હવે વ્યવહારનયનો વિષય રાગ છે. શરીરનો સંબંધ નિમિત્તનિમિત્ત સંબંધ છે, એ વ્યવહા૨નો વિષય બેનો વિષય થઈને પ્રમાણજ્ઞાન થયું, ઓલો નિશ્ચય ને આ વ્યવહાર.