________________
ગાથા – ૪૬
૮૯ તો પ્રમાણ જ્ઞાનની વસ્તુ છે દ્રવ્ય ને પર્યાય, એ રીતે જો ન માને તો એ અવસ્તુને માને છે, હવે આમાં નવરાશ ક્યાં વેપારીને બિચારાને, કલાક બે કલાક મળે બાકી તો બાયડી છોકરા સાચવવા ને ધંધો એકલો પાપ, ધર્મ તો નથી પણ પુણ્યય ત્યાં તો નથી. (શ્રોતા- પાપ કરીને પૈસો મળે એવું હોય ) પૈસો ધૂળ મળે. પૈસો તો પુણ્ય હોય તો મળે પાપ તો લાખ કરેને? એ તો પૂર્વના પુણ્ય હોય તો પૈસો મળે, મળે એટલે શું? એને મળે છે? એને દેખાય એટલે મને મળ્યા એવી મમતા એને મળે છે. આકરી વાતું છે પ્રભુ, મારગડા જુદા બાપા.
એ જૈન દર્શન અલૌકિક કોઈ વસ્તુ છે. અહીં કહ્યું કે અવસ્તુનું શ્રદ્ધાન એટલે કે વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા અને મોક્ષનો માર્ગ છે, એ રીતે વસ્તુ છે. હવે એ રીતે વસ્તુને ન માનતા, અવસ્તુનું શ્રદ્ધાન, અવસ્તુનું જ્ઞાન, અવસ્તુનું આચરણ અવસ્તુરૂપ જ છે. મિથ્યાત્વરૂપ અજ્ઞાનરૂપ છે, આવું ઝીણું છે. એની એકેક ગાથા ગજબ છે. કેવળજ્ઞાનીના કેડાયતો સંતોએ જગતને જાહેર કર્યું છે. દિગંબર સંત, એ વિના બીજે ક્યાંય આ વાત નથી. અન્યમતમાં તો નથી પણ શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં આ વાત નથી. એય, હવે તો ૪૪ વર્ષ થયા હવે એનું બાહ્ય, હેં? અહીં ૪૪ થયા ૪૫ વર્ષે આવ્યા'તા. શરીરને હોં! ને ૪૪ વર્ષ થયા. ૮૯ વર્ષ થયા એકકોર ૪૫ ને એકકોર ૪૪ હવે બહાર તો પાડવું જોઈએ ને કે ભાઈ આ છે. સ્થાનકવાસી અને શ્વેતાંબરને, તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં જૈન જ નથી એમ કહ્યું છે. અજૈન છે, અન્યમતિઓ છે. કેમકે જૈનની પદ્ધતિની રીત જ એનામાં નથી, એય વિમલચંદજી!નિશ્ચય વ્યવહારની વાત જ ક્યાં છે ત્યાં, આ તો દયા પાળો ને વ્રત કરો, ભક્તિ કરો ને પૂજા કરો, સામાયિક કરો, પોષા કરો ને પડિકમણાં કરો, શેના સામાયિક તારે ? મિથ્યાદેષ્ટિને સામાયિક કેવી ને પોષા કેવા ? એય ! ઘણાં તો સ્થાનકવાસી આવ્યા છે ને ઓલું સ્થાનકવાસીમાં હતું ને એટલે સ્થાનકવાસી આવ્યા છે. (શ્રોતા:- સ્થાનકવાસીમાં લાયક વધારે જીવો હતા) વાત તો સાચી છે, વાત તો સાચી છે ભાઈની. આવો માર્ગ બાપા! જયચંદ પંડિત પોતે આવો ખુલાસો કરે છે ટીકાનો- હું !
કે અવસ્તુ એટલે શું? કે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જે છે તેમાં રાગદ્વેષ નથી તેમાં બંધ, ભાવબંધ આદિ નથી. મોક્ષેય નથી એ વસ્તુ છે, નયનો એક વિષય. બીજી નયનો વિષય પર્યાયમાં રાગ છે, બંધ છે, શરીરને ને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ છે એ વ્યવહારનયનો વિષય, બે થઈને આખી વસ્તુનો વિષય થયો. આ રીતે જે વસ્તુને ન માને તે અવસ્તુને માને છે. હેં? વસ્તુ નથી એવી રીતે એણે માની છે. આહાહાહા!
શાંતિભાઈ ! આવી વાત છે. આ દૂધ, દહીંમાં રખાય એવું નથી આમાં. આમાંય થોડો ભાગ લ્યો અને આમાંય થોડો ભાગ લ્યો. માળે ખુલાસો કેવો કર્યો છે. જુઓને, જયચંદ પંડિત છે ગૃહસ્થ, સાદી ભાષામાં ચાલતી ભાષામાં એ વિના સમજાય નહિ એવું છે. વાત તો સાચી છે. આહાહાહા !
દ્રવ્ય તરીકે ત્રિકાળી એકરૂપ શુદ્ધ છે અને પર્યાય તરીકે પર્યાય છે, રાગ અને રાગના અભાવરૂપ પર્યાય છે. બે થઈને પ્રમાણનો વિષય આખી ચીજ છે. નિશ્ચયનયનું દ્રવ્ય એ ધ્રુવ છે, નિશ્ચયનયનું દ્રવ્ય એ ધ્રુવ છે, અને પ્રમાણનું દ્રવ્ય ધ્રુવ અને પર્યાય બે થઈને દ્રવ્ય કહેવાય એ પ્રમાણનું દ્રવ્ય છે. માળે પંડિતજી! (શ્રોતાઃ- દ્રવ્યય બે પ્રકારના) ધ્રુવ જે છે ભગવાન નિત્યાનંદ