________________
૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રભુ એ નિશ્ચયનયનું દ્રવ્ય કહેવાય છે, છે તો એક અંશ, પણ નય છે તે અંશને જ બતાવે છે. નય પ્રમાણની આખી ચીજને બતાવતી નથી. અરે આ એ શું હશે? નિશ્ચયનય છે, નય છે તે અંશને બતાવે છે તો જે ત્રિકાળી દ્રવ્ય છે જ્ઞાયક ધ્રુવ છે તો એક અંશ પ્રમાણ માંયલો એક અંશ છે. પર્યાય સિવાયનો એક અંશ છે, પણ તેને નિશ્ચયનયનું દ્રવ્ય કીધું છે. અને પ્રમાણનયનો વિષય પર્યાય છે, બંધ આદિ છે એ એનો વિષય છે. એનો વિષય થઈને પ્રમાણનો વિષય છે. પણ પ્રમાણ ઓલું નિશ્ચય રાખીને આ રાખ્યું છે મગજમાં. નહીંતર પ્રમાણ નહિ થાય, શું કીધું છે ? પ્રમાણ, પ્રમાણજ્ઞાને એને લક્ષમાં લીધા, પણ પ્રમાણે ઓલું નિશ્ચય છે, અભેદ છે તેને તો રાખ્યું છે લક્ષમાં, અને એ ઉપરાંત પર્યાયને ભેળવી છે માટે તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણશાન કરતાં જે અભેદ છે તેનો નિષેધ થઈ ગયો એમાં, એમ નથી. આજે અરે આવી વાતું હવે, હેં ? (શ્રોતા – બહુ સરસ) આ નય ને આ પ્રમાણ ને શું છે આ તે કાંઈ? આહાહાહા !
અહીં એ કહે છે. વસ્તુ જે છે આત્મા એ દ્રવ્ય સ્વરૂપ ધ્રુવ પણ છે અને પર્યાયસ્વરૂપ અધ્રુવ પણ છે, હવે જે ત્રિકાળી ધ્રુવ છે એનો નિર્ણય અધ્રુવ કરે છે. સમ્યગ્દર્શન આદિ અનિત્ય છે એ નિત્યનો નિર્ણય કરે છે. પણ નિત્યનો નિર્ણય કરવા છતાં એ પર્યાય પર્યાયરૂપે છે એમ જે ન જાણે તો વસ્તુનું સ્વરૂપ ત્રિકાળી અને વર્તમાન બેને એણે જાયું નહિ. આ તો ઝીણો અભ્યાસ કરે તો સમજાય એવું છે. ઉપર ટપકે નથી કે બે ચાર દિ' આવે ને. જાવ હાલો, ભાગો.
(શ્રોતા – ઘડીકમાં કહો કે અંતર્મુહૂતમાં થાય ઘડીકમાં કહો કે પુરૂષાર્થ એક સમયમાં થાય) ઉગ્ર પુરૂષાર્થ એક સમયમાં જ થાય છે. પણ અહીં તો અત્યારે તો શિથિલતા અને વિપરીતતાના શલ્યો ઘણાં ગરી ગયા છે ને? એ ઘણાં કાઢવા માટે એને ઘણો અભ્યાસ જોઈએ. એમ થોડું ઘણું સમજી લીધુંને જાણે આવડી જાય એમ નથી. વેદાંત છે તે એકલા નિશ્ચયને માને છે. બૌદ્ધ છે તે એકલી પર્યાયને માને છે. જૈનદર્શન છે તે બેયને માને છે, દ્રવ્ય ને પર્યાય બેય થઈને વસ્તુ છે. એમાં જૈનદર્શનમાં પણ નિશ્ચય સમ્યગ્દર્શનનો વિષય તો ધ્રુવ ને અભેદ અખંડાનંદ પ્રભુ છે. એના અવલંબે સમ્યગ્દર્શન થાય, બાકી પર્યાયને લક્ષે ન થાય, નિમિત્તને લક્ષે ન થાય, રાગને લક્ષ ન થાય. પર્યાયને લક્ષે સમ્યગ્દર્શન ન થાય. આ તો હજી ધર્મની પહેલી સીઢી. એથી તે નિશ્ચયનયનો વિષય ધ્રુવ તેને દ્રવ્ય એટલે કે નયનું દ્રવ્ય, હવે જો આખી ચીજ લઈએ દ્રવ્ય પ્રમાણનો વિષય તો પર્યાય ભેગી ભળે ત્યારે તે પ્રમાણનું દ્રવ્ય થાય, એવી જે વસ્તુ એ રીતે જે વસ્તુ છે, એ રીતે ન માને એ અવસ્તુને માને છે. કીધું ને? અવસ્તુનું શ્રદ્ધાન, અવસ્તુનું એટલે આ દ્રવ્ય અને પર્યાય બે રૂપે વસ્તુ છે, એ રીતે ન માને તો અવસ્તુ થઈ. આહાહાહા ! કહો સમજાય છે કાંઈ?
અવસ્તુનું શ્રદ્ધાન ને આચરણ અવસ્તુરૂપ જ છે, એ તો મિથ્યાત્વરૂપ જ છે. ભાવાર્થ પણ કેટલો સરસ ભર્યો છે. પંડિતેય પણ પહેલાંના પંડિત ! માટે વ્યવહારનો ઉપદેશ-વ્યવહારનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. પર્યાય છે, બંધ છે, મોક્ષનો માર્ગ છે, એવો વ્યવહારનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આદરણીય છે એ અહીં પ્રશ્ન નથી. વ્યવહારનયનો જે વિષય છે, ભેદ ને પર્યાય તેને જણાવવી તે ન્યાયપ્રાપ્ત છે એમ કહે છે. સમજાણું કાંઈ ? સોગાની તો એવું કહે છે એના “દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” માં અમે તો દ્રવ્ય છીએ ધ્રુવ, પર્યાય અમારું ધ્યાન કરે તો કરે