________________
ગાથા – ૪૬
૯૧ અમારે કયા. હૈ? છે? “દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” સોગાની ! પર્યાય અમારા ધ્યાન કરે તો કરે એમ કરીને પર્યાયની અસ્તિ તો રાખી, હમ કિસકા ધ્યાન કરે, હમ તો ધ્રુવ હેં ને? હુમારા ધ્યાન પર્યાય કરે તો કરો એથી ધ્યાન પર્યાય કરે તો પર્યાયમાં હમ આ જાતા હૈ, ઐસા નહિ. છે ને ભાઈ “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” નથી અહીંયા? નથી, પુસ્તક હોત તો કાઢીને બતાવત. આહાહાહા!
માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે, આ રીતે આ રીતે એટલે જે રીત કીધી, તે આ રીતે, સ્યાદ્વાદથી પરમાર્થથી તે રાગદ્વેષ અને શરીર વિનાનો છે, પર્યાયનયથી વ્યવહારનયથી તે રાગદ્વેષ અને શરીર સહિત છે. એવો સ્યાદ્વાદ છે. અપેક્ષાથી તેનું કથન છે. એકાંત કથન ભગવાનનું નથી. સમજાણું કાંઈ ? સ્યાદ્વાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું. બંને નયોનો વિરોધ મટાડી, નિશ્ચય કહે કે રાગદ્વેષ અને બંધ આદિ છે જ નહિ, પર્યાય કહે કે મારામાં રાગદ્વેષ અને મોક્ષનો ઉપાય છે, એવો બંનેનો વિરોધ છે, એને મટાડી દેવો છે. નિશ્ચયથી આ બરાબર છે, પર્યાયથી આ બરાબર છે, ઓલામાં આવ્યું છે ને કળશટીકામાં, નહીં? “ઉભયનય વિરોધ ધ્વસિની જિન વર્ચસી રમત” એ આવ્યું છે કળશમાં છે, ત્યાં એવો અર્થ કર્યો આ લોકોએ અત્યારના, જિન વચંસિ રમંતે એટલે ? જિન વચનમાં બે નય કીધાને ? માટે બે નયમાં રમવું, એવો અર્થ અત્યારે કરે છે ઈ. સમયસારનો ચોથો શ્લોક છે.
અહીંયા તો જિનવચનમાં રમતેનો અર્થ એ કે જિનવચને એ કહ્યું છે કે ભગવાન પૂર્ણાનંદનો નાથ તે પૂજ્ય શુદ્ધ ચૈતન્યઘન છે, તે ઉપાદેય છે, તેમ જિનવચનમાં કહ્યું છે, તેમાં રમવું, રમવું એ પર્યાય થઈ પણ રમવું ત્રિકાળમાં એ દ્રવ્ય થયું. છે ને આવી ગયું છે ને? કળશમાં છે આ કળશટીકા છે ને? એની અંદર છે. જિન વચંસિ રમતે એટલે કાંઈ વાણીમાં રમવું છે, પણ જિનવચને કહ્યું કે ઉપાદેય ત્રિકાળી આનંદનો નાથ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન, અભેદ, અખંડ, એને દૃષ્ટિમાં લઈને ત્યાં રમવું, એને ઉપાદેય જાણવો. જાણવો એ પર્યાય થઈ ગઈ, અને જણાણો એ દ્રવ્ય છે. આવી ગયું બેય. વ્યવહારમાં રમવું એમ ન આવે, ત્યાં પર્યાયમાં રમવું એ ન આવે, છતાં આમાં રમે ત્યાં પર્યાય આવી ગઈ, આવું છે. આવો માર્ગ સંપ્રદાયમાં તો ક્યાંય સાંભળવા મળે એવું નથી. તેથી સોનગઢનું એમ કહે છે ને? સોનગઢનું એકાંત છે–એકાંત છે. વ્યવહારથી થાય એમ માનતા નથી, પણ વ્યવહાર છે, પણ વ્યવહારથી થાય એ વાત નથી. વ્યવહારનય છે, એનો વિષય છે. સમજાણું કાંઈ?
એ કાલે કહ્યું'તું ને, નહોતું કહ્યું? ૮૩ની સાલ કેટલા વર્ષ થઈ ગયા, ઘણાં અમારે દામોદર શેઠ હતા ને હઠાગ્રહિ હતા બહુ. ૮૩ની વાત છે હોં, ૫૧ વર્ષ થયા. એ કહે કે મૂર્તિને માનવું ભગવાનની એ મિથ્યાષ્ટિ હોય ત્યાં સુધી માને, સમ્યગ્દષ્ટિ નહિ. એવું કહે બીજાને હોં મારી પાસે નહિ હોં, મારાથી ડરે. કારણ કે હું કાંઈ કહેવા જઈશ તો છોડી દેશે હું કાંઈ વાડામાં આવી ગયો માટે તમારું માનું એમ નથી કીધું અહીં તો સત્ય હોય ઈ માનીશ. ત્યારે એણે આમ કહેવા માંડયું વારંવાર, ત્યારે મેં એને નહિ પણ બીજાને કહ્યું, એણે પહોંચાડ્યું હશે ત્યાં સાંભળો કીધુંઆત્માને સમ્યગ્દર્શન થાય છે શુદ્ધ ચૈતન્ય અખંડાનંદ પ્રભુનું, પ્રતીત અને અનુભવ થાય છે, ત્યારે તેને ભાવશ્રુતજ્ઞાન થાય છે. તે ૮૩ ની વાત છે, સમ્યગ્દર્શન થતાં ભાવશ્રુતજ્ઞાન થાય છે અને ભાવશ્રુતજ્ઞાન થતાં એ ભાવશ્રુતજ્ઞાન પ્રમાણ છે અને નય છે તે પ્રમાણનો અંશ છે. એટલે