________________
૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જેને ભાવશ્રુત થયું એને નિશ્ચય અને વ્યવહાર બે નય હોય છે. એ વ્યવહારનયનો વિષય ભગવાનની મૂર્તિ છે ત્યાં, એટલે ખરેખર તો શ્રુતજ્ઞાનીને જ આવો વ્યવહાર હોય સમકિતીને જ પૂજા ભગવાનની હોય અને વ્યવહાર એવો હોય. મિથ્યાદેષ્ટિને હોય નહીં.
અહીં તો ભાઈ વસ્તુ સત્ય હોય એ માનીએ અમે વાડામાં આવી ગયા માટે તમારું માનીએ એમ આંહી નથી. શ્રુતજ્ઞાન થતાં સમ્યગ્દર્શન થતાં તેના ભેદ શ્રુતનો વ્યવહાર અને નિશ્ચય એને વ્યવહારનય હોય અને સામે શેયનો ભેદ-નામ, સ્થાપના, દ્રવ્ય, એ શેયનો ભેદ છે. નય છે એ જ્ઞાનનો ભેદ છે, એને હોય છે. વ્યવહાર, છે શુભભાવ પણ સમ્યગ્દષ્ટિને જ એવી પૂજાનો ભાવ શુભ હોય છે. એ જ વાસ્તવિક મૂર્તિને માને છે. શુભભાવને માને છે, વ્યવહારને માને છે. આહાહાહા !
એ અહીંયા કહે છે, સ્યાદ્વાદથી બંને નયોનો વિરોધ મટાડી, નિશ્ચયથી તો છે તેમ છે અને પર્યાયથી જેમ છે તેમ છે, એમ જાણવું જોઈએ. શ્રદ્ધાન કરવું એનું નામ અહીં સમકિત કહેવામાં આવે છે. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
મુમુક્ષુ :- અનુભવ કો હી આત્મા કહા?
પૂજ્ય ગુરુદેવશ્રી :- એ આત્મા છે! પર્યાય(માં) વેદન થાય, અતીન્દ્રિય આનંદનું વેદન આવે તે આત્મા ! જોકે તેનો વિષય ભલે ધ્રુવ દ્રવ્ય છે– ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ઝીણી વાત છે, ભગવાન! પણ એ દ્રવ્યનો અનુભવ હોઈ શકે નહિ, કેમકે દ્રવ્ય છે એ ધ્રુવ છે. ધ્રુવ છે એનો અનુભવ ન હોઈ શકે. ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયમાં, અતીન્દ્રિય આનંદનું વેદન આવે, અને તેથી આનંદની વેદનદશા, તે દ્રવ્યને અડતી નથી. આહા..હા....!
છૂતી નહિ હૈ!” “છૂતી નહિ હૈ' એમ કહેને તમારે હિન્દીમાં ? એ આનંદની વેદનદશા... | આ..હા..હા...ત્રિકાળી દ્રવ્યને સ્પર્શતી નથી, એને અહીંયા “આત્મા' કહેવામાં આવે
છે. દ્રવ્ય (ઉપર દૃષ્ટિ) મૂકીને જે અનુભવ થયો. આહા..હા...ઝીણી વાત, પ્રભુ! ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપને ધ્યેય બનાવી અને જે અનુભવ થયો, એ અનુભવ છે એ દ્રવ્યને અડતો નથી. કારણ કે દ્રવ્ય એ ધ્રુવ છે. ધ્રુવનું વદન હોઈ શકે નહિ, આહા..હા...!| આ અનુભવે છે એ પર્યાયની વાત છે. ઝીણી વાત છે, ભાઈ ! ભાષા ટૂંકી છે પણ ભાવ અંદર ઘણાં ગંભીર છે! આહા!
આત્મા! અંદર આત્મદ્રવ્ય અને પર્યાય બે થઈને આત્મા છે–પ્રમાણનો વિષય ! ત્રિકાળી દ્રવ્ય-ધ્રુવ (અને) વર્તમાન દશા–બે પ્રમાણનો વિષય છે. પણ એમાંથી નિશ્ચયનયનો વિષય ધ્રુવ છે–ત્રિકાળી ધ્રુવ ! નિત્યાનંદ પ્રભુ! તેને ધ્યેય બનાવીને જે પર્યાયમાં રાગનું વેદન અનાદિથી હતું. વિકારના દુઃખનું વદન હતું, એના સ્થાનમાં, દ્રવ્યને ધ્યેય બનાવીને, આનંદનું વેદન પર્યાયમાં આવ્યું, એ આનંદનું વેદન તે આત્મા છે, એમ કહ્યું. ધ્રુવ આત્મા છે એને એકકોર રાખી દીધું. આહા..હા...! સમજાય છે કાંઈ ? વાત ઝીણી બાપુ! અગિયારમી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. | (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૬૧))