________________
ગાથા – ૫૮ થી ૬૦
૨૩૯ છે, એમ કહે છે. આહાહાહા !
આવું અટપટુ કથન. ત્યારે હવે એનો અર્થ એવો થઈ ગયો કે વ્યવહાર પર્યાયમાં છે. રાગાદિ એ છે માટે એનાથી સમ્યગ્દર્શન થાય એમ નથી. એનો અભાવ કરી અને ત્રિકાળી જ્ઞાયકભાવના સદ્ભાવમાં અવલંબન લે તો તેને સમ્યગ્દર્શન થાય. આહાહા ! આવી વાતું. હવે સમજવી, લોકોને નવરાશ ન મળે એકલા સંસારના ધંધામાં પાપમાં પચ્યા, હવે એમાં આવી વાતું એને સાંભળવા મળે નહીં, અરે શું કરે છે, નટુભાઈ છે ને, આ બધા તમારા વકીલ હોય તોય આવી વાતું હોતી નથી ત્યાં, ગપ્પા માર્યા છે બધા ન્યાં. આહાહાહા!
વસ્તુ ભગવાન આત્મા એમ તો ઓલા ૧૮ ગાથામાં કહ્યું ને પ્રવચનસારમાં શુદ્ધનયે રાગાદિ જીવના છે એમ ત્યાં કહ્યું છે. અહીં વ્યવહારનયથી કીધું છે. એ શુદ્ધનયે નિશ્ચયથી એના જીવમાં છે રાગ એમ કહ્યું છે. એ શેય અધિકાર છે ને? શેયનું જ્ઞાન આત્મા, એની પર્યાયમાં ઈ છે ને? રાગદ્વેષ પુણ્યપાપ એની પર્યાયમાં છે ને? કે પરમાં છે ને પરથી છે? એટલું સિદ્ધ કરવા ૧૮૯ ગાથામાં પ્રવચનસાર શુદ્ધનયથી એટલે નિશ્ચયનયથી પુણ્ય ને પાપના ભાવ જીવની પર્યાયમાં છે, પરને લઈને નહીં, પરમાં નહીં, એ તો એનામાં છે એટલું સિદ્ધ કરવા, નિશ્ચય કેમ કિીધો કે, સ્વદ્રવ્યમાં છે માટે નિશ્ચય કીધો. પરમાં છે ને પરને લઈને છે એમ અશુદ્ધનયનું
વ્યવહારનયનું એ કથન છે ત્યાં. અહીંયા જે કહેવું છે. એ તો દ્રવ્યદૃષ્ટિ કરાવવા, છે ઈ તો પર્યાયમાં છે, એ અહીં તો વ્યવહાર સિદ્ધ કરે છે. ત્યાં તો નિશ્ચયથી છે એમ કહ્યું છે, એટલે કે એની પર્યાયનો જે ભાવ તેનો તે નિશ્ચય છે, પરનો ભાવ જડનો તે વ્યવહાર છે. પોતાનો રાગાદિ તે નિશ્ચય છે. અશુદ્ધનિશ્ચય કહો પણ છે નિશ્ચય શુદ્ધનય લીધી ત્યાં અશુદ્ધ નથી લીધી. એય, ત્યાં અશુદ્ધ નિશ્ચય નથી લીધો, શુદ્ધનય નિશ્ચય લીધો છે એ અપેક્ષા સમજવી જોઈએને? છે?
૧૮૯ છે ૧૮૯ ને આવ્યું જુઓ, જોયું? રાગ પરિણામ આત્માનું કર્મ છે, રાગ, રાગ જેને અહીં પુગલના કીધા'તા રાગ પરિણામ આત્માનું કાર્ય છે તે જ પુણ્ય-પાપરૂપ દ્વત છે, રાગ પરિણામનો આત્મા કર્તા છે, તેનો ગ્રહનાર છે, તેનો છોડનાર છે, આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણરૂપ નિશ્ચયનય છે, શુદ્ધ દ્રવ્યનો અર્થ કે પર્યાય પોતાની છે ને? પરની અપેક્ષા નથી ત્યાં શુદ્ધ દ્રવ્યનાં નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતું હોવાથી તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યું છે. વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મ પરિણામ દર્શાવતું હોવાથી તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર (કહ્યું છે), શુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ, પરિણામની અપેક્ષાએ હોં, એ દ્રવ્યના પરિણામની અપેક્ષાએ જાણવું, અશુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું. આવી વાત હવે કેટલા ભેદ પડે. શુદ્ધદ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય છે એમ કીધું છે. રાગ, દયા, દાન, પુણ્ય, પાપ કામ ક્રોધના ભાવ આત્માની પર્યાયમાં સ્વમાં હોવાથી નિશ્ચયનયથી એનામાં છે એમ કીધું. આ શેય અધિકાર છે અને શેય અધિકાર છે એ સમ્યગ્દર્શનનો અધિકાર છે. આહાહા !
આંહી કઈ અપેક્ષા છે? અહીં તો ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ આત્મા, અનંત અનંત ગુણનો ચૈતન્ય ચિંતામણિ રત્ન પ્રભુ તેનો આશ્રય કરવાથી ધર્મ અને સમ્યગ્દર્શન થાય છે. એ બતાવવા પર્યાયમાં રાગાદિ છે એ બધાં પુગલના છે એમ કરીને લક્ષ ત્યાંથી છોડાવ્યું