________________
૨૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમજવો, સમજયે જ સમ્યજ્ઞાન છે. એટલે? પર્યાયમાં એ ૧૪મી ગાથાના ભાવાર્થમાં ભર્યું છે, ૧૪મી ગાથાના કે પર્યાયમાં છે એવું એણે જ્ઞાન તો રાખવું જોઈએ, પછી દ્રવ્યાર્થિકનયે એ અંદરમાં નથી પણ પર્યાયમાં વિકાર છે એવું જ્ઞાન તો એણે લક્ષમાં રાખવું જોઈએ, રાખીને સ્વનો આશ્રય લેવો. “જો પસઈ અપાણે” ૧૪ ગાથાનો અર્થ જયચંદ પંડિતે બહુ સારા અર્થ ભર્યા છે. આવો મારગ ભાઈ ! આહાહા !
એ તો આવી ગયું ૪૬ ગાથામાં કે જો પર્યાયમાં પણ રાગદ્વેષ મોહ નથી. તો પછી રાગદ્વેષ, મોહને છેદવાનો મોક્ષ ઉપાય પણ નથી. સમજાણું? કારણકે એય વ્યવહાર છે, રાગ, દ્વેષ ને મોહ દ્રવ્યસ્વભાવમાં નથી, પણ પર્યાયમાં પણ જો નથી, તો તો રાગદ્વેષ રહિત છે, તો એને રાગદ્વેષ મોહ રહિત કરવાનું રહેતું નથી, રાગદ્વેષ મોહ સહિત છે પર્યાયમાં, બંધભાવ સહિત છે પર્યાયમાં, એથી એને અને આશ્રયે મોક્ષનો માર્ગ પ્રગટ કરી, એ પણ મોક્ષ ઉપાય વ્યવહાર છે. અને આશ્રયે પર્યાય પ્રગટે એ પણ એક વ્યવહાર છે, તો એ મોક્ષનો ઉપાય પણ સિદ્ધ થતો નથી, જો આત્માને એમ કહી દે કે એને કાંઈ રાગદ્વેષ છે જ નહીં. આહાહાહા !
આંહી તો કહે છે કે એના ત્રિકાળ સંબંધમાં નથી, ભગવાન આત્મા વસ્તુએ ચૈતન્યરતન પ્રભુ કે એના અનંતા ગુણો જે પૂર્ણ છે, એમાં એ નથી. રાગદ્વેષ પુણ્ય પાપ સંસારભાવ એમાં નથી, તેથી તો એને પુદ્ગલના પુદ્ગલ સાથે તાદાભ્ય સંબંધ કહીને પુદ્ગલના છે એમ કીધા, શુભરાગ ગુણસ્થાન ભેદ પુદ્ગલના જડના પરિણામ જડ કીધા, પણ એને સર્વથા આત્માની સાથે અનિત્ય પણ સંબંધ નથી, તદન પુગલની હારે જ સંબંધ છે ને પુદ્ગલના જ છે એમ કહી દો, તો પર્યાયમાં એનામાં રાગદ્વેષ વિકાર છે એ પુદગલમાં ઠરે અને પોતામાં છે એમ ઠરે નહીં. તો વ્યવહારથી છે અને તેથી તેને છેદવાનો ઉપાય પણ છે. આહાહા! આવી વાત છે.
એમ વ્યવહાર સ્યાદ્વાદી, નિશ્ચય સ્વભાવ ભગવાન આત્મા એમાં એ વિકાર નથી તેથી તે વિકારને પુગલ કહી દીધાં, પણ તેની પર્યાયમાં છે કથંચિત સત્ય છે, છે, છે એટલી વાત. એવું સ્યાદ્વાદનું કથન સમજી અને સમ્યજ્ઞાન કરવું જોઈએ. આહાહા ! પણ એનો અર્થ એવો નથી કે આત્મામાં એ વ્યવહાર રાગાદિ છે, માટે એનાથી આત્માનું કલ્યાણ થાય અને સમ્યગ્દર્શન થાય એ વાત અહીં નથી. એ “છે' એટલી વાત સિદ્ધ કરવી છે, દ્રવ્યમાં નથી પર્યાયમાં છે વ્યવહારનયે એટલી વાત સિદ્ધ કરવી છે, પણ એમ કરીને એમ કહે કે જો વ્યવહાર પણ સત છે માટે વ્યવહારથી પણ સમ્યગ્દર્શન આત્માનું અવલંબન થાય એ વાત જુઠી છે. આહાહાહા !
અરેરે જેને અહીંયા પુદ્ગલના પરિણામ શુભરાગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એને તો અહીં પુદ્ગલના પરિણામ કીધા, પુગલ કીધા, હવે ઈ પુદ્ગલ આત્માના સ્વરૂપમાં સાધનમાં મદદ થાય? પણ એને એ સાધન મદદ થાય નહીં, પણ છતાં એ પર્યાયમાં નથી એમ અહીંયા સિદ્ધ કરવું છે કે પર્યાયમાં નથી, એમ નહીં. છે બસ એટલું જ. અરે અનંતકાળથી ભગવાન અંદર પૂર્ણાનંદ પ્રભુ અનંતા અનંતા અનંતગુણોથી પૂર્ણ ભરેલો પ્રભુ અભેદ વસ્તુ એની એણે દૃષ્ટિ કરી નથી. માટે દૃષ્ટિ કરાવવા પર્યાય દૃષ્ટિને ઉઠાવી અને ત્રિકાળ જ્ઞાયકભાવનું અનંત ગુણનું પૂર્ણ રૂપ એવું અભેદ દ્રવ્ય તેની દૃષ્ટિ કરાવવા પર્યાયમાં પણ એના નથી, એમ કહેવામાં આવ્યું'તું. આહાહા! સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે, પર્યાયમાં જ રાગાદિ નથી એમ માને તો તો મિથ્યાત્વ