________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
૨૪૦
છે. પણ વ્યવહા૨થી એની પર્યાયમાં પણ નથી, એમ નહીં. આવી વાતું છે.
જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ, સમજાયે સમ્યજ્ઞાન છે, જોયું ? પર્યાયમાં છે એમ એને જ્ઞાન બરાબ૨ રાખવું જોઈએ, તો તેનું નામ સમ્યજ્ઞાન છે. અહીંયા જે કહ્યું છે એ તો ત્રિકાળી જ્ઞાયકભાવ અને એનાં જે ગુણો જે છે, ભગવાન આત્મામાં અનંત ગુણો અનંતા અનંતા અનંતા અનંત એ બધા ગુણો પૂર્ણ છે. ગુણમાં અપૂર્ણતા ને આવરણ ને ૫૨ની અપેક્ષા એમાં હોઈ શકે નહીં. એવો જે ભગવાન આત્મા, એના અનંતા ગુણોનું રૂપ અભેદ તે શુદ્ધદ્રવ્ય છે અને તેનો આશ્રય કરવાથી જ ધર્મની પર્યાય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ ? એ ભૂદત્વમસ્સિદો ન્યાં આવ્યું'તું પર્યાયમાં રાગાદિ હોવા છતાં તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય એ ત્રણકાળ ત્રણલોકમાં નથી. આવી વાતું છે. હવે આમાં ધંધા આડે નવરા કે દી' અને આટલી બધી વાતું. એ દેવાનુંપ્રિયા ! વીતરાગ ત્રણલોકના નાથ ૫રમેશ્વર એનો સ્યાદવાદ્ અપેક્ષાએ કથન છે એ ત્રિકાળમાં નથી એ અપેક્ષાએ પુદ્ગલના કીધાં, પર્યાયમાં છે માટે એના કહ્યા, એ સ્યાદવાદ્ કથન છે. પણ સ્યાદ્વાદ કથન છે માટે આત્માને શુભરાગથી પણ ધર્મ થાય અને સ્વભાવને આશ્રયે પણ થાય, એમ નથી. એમ સ્યાદ્વાદ નથી. આહાહા ! સમજાણું કાંઈ ?
આંહી તો પુદ્ગલના પરિણામ શુભને કીધા, દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યા ભગવાનનું સ્મરણ ભગવાનની પૂજા અને જાત્રા એ બધા શુભરાગ છે અને તે બધા તો પુદ્ગલના કીધાં આંહી તો, કેમ કે ત્રિકાળની હારે ત્રિકાળ તાદાત્મ્ય સંબંધ નથી, એ અપેક્ષાએ કહ્યા અને પુદ્ગલ સાથે ત્રિકાળ તાદાત્મ્ય સંબંધ છે એમ ખરેખર છે. આહાહા ! સમજાણું કાંઈ ? એથી એના નથી એમ કહીને, દ્રવ્યનો આશ્રય લેવા માટે પર્યાયમાં નથી માટે એ પુદ્ગલના છે એમ કીધાં. પણ પર્યાયમાં છે એવો એક નય વ્યવહા૨નય છે, એનું લક્ષમાં જ્ઞાન રાખીને દ્રવ્યનો આશ્રય કરવાનું કહ્યું છે. સમજાણું કાંઈ ? આવી વાતું. ( શ્રોતાઃ- આજનો વિષય તો ઝીણો છે ) વિષય તો આ જ છે બાપુ, પ્રભુ શું થાય ? આહાહાહા !
ત્યાં શુદ્ઘનય નિશ્ચયનયથી જીવમાં છે એમ કહ્યાં, ઈ એની પર્યાય છે ને સ્વની એટલે નિશ્ચય, ૫૨ દ્રવ્ય તે વ્યવહા૨. એમ ત્યાં એટલી અપેક્ષા લીધી. અહીં નિશ્ચય એટલે ત્રિકાળી જ્ઞાયકના સંબંધમાં એ નથી માટે તેને પુદ્ગલના પરિણામ કહીને, નિષેધ (કરાવી ) લક્ષ છોડાવી દીધું. સમજાણું કાંઈ ? ધીમે ધીમે બાપા ! આવો મારગ !જિનેશ્વર ત્રિલોકનાથ જે અપેક્ષાથી કહે છે તે અપેક્ષા એની જાણવી જોઈએ. ભગવાનનું કથન બે નયનું છે, આવે છે ને ? નિયમસા૨, પંચાસ્તિકાય પહેલી ગાથાઓમાં. ભગવાનનું કથન બે નયનું છે. શરૂઆતમાં આવે છે પહેલું નિયમસાર અને પંચાસ્તિકાયમાં નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય કથન છે એ ત્રિકાળ જ્ઞાયકભાવને બતાવે છે, વ્યવહા૨ કથન છે એ વર્તમાન પર્યાય છે, રાગાદિ છે, અરે રાગાદિને પણ પર્યાય છે, એમ બતાવે છે. પર્યાય એ વ્યવહા૨ છે, દ્રવ્ય તે નિશ્ચય છે. આહાહા ! પંચાધ્યાયમાં લીધું છે. પર્યાય છે એ જ વ્યવહા૨ છે. ઓલો રાગ છે ઈ વ્યવહા૨ છે એ તો અસદ્ભૂત વ્યવહા૨. શું કીધું ? રાગ જે છે એ અસદ્ભૂત વ્યવહાર ને અહીં તો નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તે સદ્ભૂત વ્યવહા૨, આટલા પડખા. અરે પ્રભુ શું થાય? એકાંતમાં અનાદિથી ગુંચાઈ ગયો છે એ. અનેકાંત વાસ્તવિક સ્વરૂપ છે પ્રભુનું કાં દ્રવ્યને માનતાં પર્યાયને ન માને, પર્યાયને માનતાં દ્રવ્યને ન