SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫૮ થી ૬૦ ૨૪૧ માને, (શ્રોતાઃ– એ તો અનાદિનું છે) વેદાંતે દ્રવ્યને માન્યું, પર્યાયને ન માન્યું. બુદ્ધે પર્યાયને માની ને દ્રવ્યને ન માન્યું. એમ પણ જૈનમાં રહેલા જીવો પર્યાયને જ માને તો એ બુદ્ધ જેવા છે અને દ્રવ્યને માને અને પર્યાયને ન માને તો એ વેદાંતી જેવા નિશ્ચય છે, અજ્ઞાની. આહાહાહા! શાંતિભાઈ ! આ તો આ આંખે મોતિયો ઉતારવાની વાત છે પ્રભુ ! અરે આવા ક્યાં ટાણાં મળે. પચીસ પચીસ વર્ષના ત્રીસ ત્રીસ વરસના જુવાન હાલ્યા જાય છે, કોઈ શ૨ણ નથી ક્યાંય. શરણ ભગવાન આત્મા, પૂર્ણ ગુણોનો પિંડ પ્રભુ અંદર એ શરણ છે, એ માંગલિક છે અને એ ઉત્તમ છે. પર્યાય પણ શરણ નથી, માંગલિક નથી તે ઉત્તમ નથી. નથી છતાં, છે ખરી. આહાહા ! આવું સ્વરૂપ છે પ્રભુનું. અત્યારે તો આ પોકાર જગતનો છે શુભભાવ, શુભભાવ, શુભભાવ કરો કો કો એનાથી કલ્યાણ થશે. અ૨૨૨ ! એ પણ મિથ્યાત્વનું પોષણ છે. આહાહા ! તેમ દ્રવ્યમાંય નથી ને પર્યાયમાંય નથી એ પણ મિથ્યાત્વનું પોષણ છે. એકાંત આવ્યું'ને છેલ્લું ? સર્વથા એકાંત એ મિથ્યાત્વ છે. જયચંદ પંડિતે પણ એ વખતના પંડિતો પણ, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ” દેહ છૂટતાં રાગને દેહની એકતા હશે, એ ભિંસાઈ જશે મરી જશે પ્રભુ. ને આંહી જેને મરણના છેલ્લે ભાવ રહ્યા, એ ભાવનું ફળ એને ભવિષ્યમાં મળશે, હૈં ? વર્તમાન તો મળ્યું છે પણ એનું ફળ ભવિષ્યમાં અવતા૨ થશે. અહીં કરોડોપતિ અબજોપતિ શેઠીયો હોય અને જેને રાગ ને દેહની એકતા છે, એ મરીને કાગડા કૂતરામાં જાય. અ૨૨૨.... બાપુ એવા અવતાર પ્રભુ અનંત વાર કર્યાં ભાઈ તને ખબર નથી, અહીં ખમ્મા ખમ્મા ક્ષણ થતો હોય દેવોમાં, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેને મણિરત્નના ઢોલીયા, ઢોલીયા શું કહેવાય એ ? પલંગ એમાં સૂતો, દેવો સોળ હજાર સેવા કરે, છન્નુ હજા૨ સ્ત્રીઓ એ મરીને દેહ છૂટીને બાપુ સાતમી નરકે ગયો. જેના ક્ષણના દુઃખો કરોડો ભવને-કરોડો ભવ ને કરોડો જીભે ન કહેવાય, એવા દુઃખો એક ક્ષણનાં છે એવા ૩૩ સાગરનાં પ્રભુ એ શું હશે ? એમાંય પણ જીવ અનંતવા૨ ગયો છે પ્રભુ, આત્માના જ્ઞાન વિના ને સમ્યગ્દર્શન વિના મિથ્યાત્વને લઈને એવા અનંતા ભવ કર્યાં પ્રભુ. ભૂલી ગયો એટલે નહોતા એમ કેમ કહેવાય ? પ્રભુ ! જન્મ્યા પછી છ મહિનામાં બાર મહિનામાં શું થયું, ખબર છે ? એની મા(માતા) એ કેમ ધવરાવ્યો, કયાં સુવડાવ્યો. ખબર છે ? ખબર નથી માટે નહોતું એમ કોણ કહે એને ભાઈ ? એમ અનંતા અનંતા ભવ વીતી ગયા નાથ તારા ઉ૫૨, ખબર નથી એટલે એ નહોતા. એમ કેમ કહેવાય ભાઈ ? એ ભવ ભ્રમણને ટાળવાનો ઉપાય અહીં બતાવે છે કે વસ્તુ જે ભગવાન આત્મા નિશ્ચય વસ્તુ છે. તેમાં એ પુદ્ગલના પરિણામ ગણીને એનામાં નથી. એવો ત્રિકાળીનો આશ્રય કરાવવા અને ત્રિકાળીને આશ્રયે ધર્મ થાય સમ્યક્ એ માટે કહ્યું, પણ તેના લક્ષમાં રહેવું જોઈએ કે પર્યાયમાં રાગાદિ છે, પુદ્ગલનાં જ છે એમ જે કહ્યું હતું, એ વ્યવહાર મારામાં છે એમ એણે જાણવું જોઈએ. દેવીલાલજી ! આહાહા ! આ એકાંત મનાય જાય અને વ્યવહા૨થી ધર્મ થાય એ પણ એકાંત મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ? અને પર્યાયમાં રાગાદિ નથી, એ પણ એકાંત મિથ્યાત્વ છે. આહાહા ! એ ગાથા પૂરી થઈ.
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy