________________
૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩
*
ગાથા - ૬૧
).
। कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्धो नास्तीति चेत्
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी। संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई।।६१।। तत्रभवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः।
संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित्।।६१।। यत्किल सर्वास्वप्यवस्थासु यदात्मकत्वेन व्याप्तं भवति तदात्मकत्वव्याप्तिशून्य न भवति, तस्य तैः सह तादात्म्यलक्षण: सम्बन्ध: स्यात्। ततः सर्वास्वप्यवस्थासु वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च पुद्गलस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्ध: स्यात; संसारावस्थायां कथञ्चिद्वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्चापि मोक्षावस्थायां सर्वथा वर्णाद्यात्मकत्व व्याप्तिशून्यस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो न कथञ्चनापि स्यात्।
હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર કહે છે
સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧. ગાથાર્થ - [વવ:] વર્ણાદિક છે તે [ સંસારસ્થાનાં] સંસારમાં સ્થિત [નીવાનાં] જીવોને [તત્ર ભવે] તે સંસારમાં [મવત્તિ] હોય છે અને [સંસારમુજીનાં] સંસારથી મુક્ત થયેલા જીવોને [ 47] નિશ્ચયથી [ વય: વિત]વર્ણાદિક કોઈ પણ (ભાવો) [ ન સન્તિ]નથી; (માટે તાદાભ્યસંબંધ નથી).
ટીકાઃ- જે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં યઆત્મકપણાથી અર્થાત્ જેસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તઆત્મકપણાની અર્થાત્ તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાભ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પુગલનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસારઅવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની