________________
ગાથા
૬૧
૨૪૩
વ્યાતિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી.
–
ભાવાર્થ:-દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ગાદિભાવો સાથે પુદ્ગલનો તાદાત્મ્યસંબંધ છે. સંસારઅવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ગાદિભાવો સાથે જીવનો તાદાત્મ્યસંબંધ નથી એ ન્યાય છે.
ગાથા - ૬૧ ઉપર પ્રવચન
હવે પૂછે છે કે વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ-ગુણસ્થાન ભેદ એ જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી ? શું કહે છે હવે. ભગવાન જે પૂર્ણ ગુણનો અભેદ દ્રવ્ય સ્વભાવ વસ્તુ, ભગવાન આત્મા અનંતા અનંતા ગુણો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યા, એવા જે આત્મામાં પૂરણ પૂરણ પૂરણ પૂરણ જીવત૨શક્તિ પૂર્ણ, ચિતિશક્તિ પૂર્ણ, દેશિશક્તિ પૂર્ણ, જ્ઞાનશક્તિ પૂર્ણ, સુખશક્તિ પૂર્ણ, વીર્યશક્તિ પૂર્ણ, પ્રભુત્વશક્તિ પૂર્ણ, વિભુત્વશક્તિ પૂર્ણ, સર્વજ્ઞ, સર્વદર્શીશક્તિ પૂર્ણ એવા એવા અનંતા ગુણો, પૂર્ણ પ્રભુમાં છે. એ અનંતા પૂર્ણ ગુણોનું રૂપ તે સ્વદ્રવ્ય છે. એમાં એ આ નથી એમ કહીને સ્વદ્રવ્યનો આશ્રય કરાવ્યો છે. સમજાણું કાંઈ ?
એના ત્રિકાળી જે ગુણો અને દ્રવ્યમાં તાદાત્મય સંબંધ છે. એટલે શું? જેમ અગ્નિને ને ઉષ્ણતાને તરૂપ, તાદાત્મ્ય સંબંધ છે, એમ આત્માને ને જ્ઞાનદર્શન આનંદ ગુણોને તાદાત્મ્ય સંબંધ છે, પણ આ રાગાદિના પરિણામને તાદાત્મ્ય સંબંધ ત્રિકાળ, જેમ બેનો તાદાત્મ્ય એકરૂપ સંબંધ છે, એવો પુણ્ય-પાપ, દયા-દાન કે ગુણસ્થાનભેદનો તાદાત્મ્ય સંબંધ નથી. એટલું બતાવવા અહીંયા પરના કીધાં છે. આહાહા !
k
ભગવાનના વિરહ પડયા પંચમઆરામાં, કેવળજ્ઞાનની દશા રહી નહીં, ને આવી વાત સમજવા માટે ઘણી દુષ્કરતા લાગે પણ એ સમજી શકાય એવી એની ચીજ છે. “તદવાર્તાપિ શ્રુતાઃ” અધ્યાત્મની આવી વાત પણ જેણે શ્રુતાઃ સાંભળી છે જેણે રુચિપૂર્વક એ ભવિષ્યમાં “ભાવિનિર્વાણ ભાજનમ્”. આહાહા !
જેને ઘા વાગ્યા છે દ્રવ્ય ઉ૫૨ આમ અખંડાનંદ છું, રાગાદિ નહીં, પુણ્ય આદિ નહીં બાપુ, એવાં જે સંસ્કાર અંદ૨ પડે છે ને ? રુચિપૂર્વક હોં. પોતાને માટે કહે છે કે એ “ભાવિ નિર્વાણ ભાજનમ્” ભવિષ્યકાળમાં એ સર્વજ્ઞ થવાના એ ભવિષ્યમાં સિદ્ધની પર્યાયને પાત્ર થઈ જવાના. આહાહા!
અરે ! એવી વાત ભાઈ ! આંહી એ કહે છે, કે વર્ણાદિ અથવા રાગાદિ કે પુણ્ય-પાપના ભાવ, ગુણસ્થાનના ભાવ એને જીવના તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી ? ભગવાન આત્માની સાથે તપ જેમ અગ્નિ ને ઉષ્ણતા. એવો સંબંધ કેમ નથી ? સમજાણું ? અને તમે એને પુદ્ગલના