________________
૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પરિણામ કહ્યા અને આત્મા હારે તાદાત્મ્ય સંબંધ નથી એમ કહ્યા. એનો ઉત્તર, એનો ઉત્તર એટલે ? આવી જેને જિજ્ઞાસાથી પ્રશ્ન ઉઠયો છે, એને ઉત્ત૨ દેવામાં આવે છે. જેને અંદરથી પ્રશ્ન ઉઠયો છે પ્રભુ ! આપ જ્યારે રાગ ને દ્વેષ ને ગુણસ્થાન ભેદ ને ભગવાન આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ નથી અને તાદાત્મ્ય સંબંધ તો પુદ્ગલની હારે છે એમ પ્રભુ આપે કહ્યું, સમજાણું કાંઈ ? એ કેમ નથી ? પ્રભુ કેમ નથી ? મને પ્રશ્ન ઊઠે છે. શંકા નહીં, પણ આશંકા મને સમજમાં આવતું નથી. એવો શિષ્યનો સમજવા માટે જિજ્ઞાસાનો પ્રશ્ન છે. એને ઉત્ત૨ દેવામાં આવે છે. એમ કહીને સાંભળવા બેઠા અમથા ને સમજવું નથી અને આ અંતરમાં ધખશ નથી એના માટે આ ઉત્ત૨ નથી કહે છે. આહાહા !
શું અમૃતચંદ્રાચાર્ય, શું કુંદકુંદાચાર્ય દિગંબર સંતો, કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા એવી વાતું છે. સાક્ષાત્ જાણે ભગવાન કહેતા હોય, એવી વાત છે, એમ શિષ્યના મુખમાં એમ કહેવડાવ્યું પોતે, કે જે શિષ્યને આમ થાય કે પ્રભુ, એ રાગદ્વેષ પુણ્યપાપના ગુણસ્થાન ભેદો તે આત્માની હા૨ે તાદાત્મ્ય ત્રિકાળ સંબંધ નથી અને તેનો સંબંધ પુદ્ગલની હારે છે. પુદ્ગલની હારે તાદાત્મ્ય સંબંધ છે, પ્રભુ એ સંબંધ કેમ નથી ? તેનો ઉત્તર કહેવામાં આવે છે. જુઓ એ વચન જુઓ.
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी । संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।। ६१ ।। સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસા૨થી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.
રાગાદિ બધુ હોં, ૨૯ બોલ લેવા બધાય, માટે તાદાત્મ્ય સંબંધ નથી એમ કહે છે. સમજાણું ? તાદાત્મ્ય સંબંધ હોય તો છૂટે નહીં. શું કહે છે ?
?
ન
ટીકા :- જે નિશ્ચયથી બધી અવસ્થાઓમાં યદ્ આત્મપણે એટલે તેના સ્વરૂપપણે અર્થાત્ તે સ્વરૂપપણાથી, જોયું? વ્યાસ હોય જે નિશ્ચયથી દરેક અવસ્થામાં તે વ્યાસ હોય, કોઈ અવસ્થામાં ન હોય એમ નહીં, આવા લોજીક ન્યાય મુકીને વાત કરે છે. કરુણાબુદ્ધિથી જગતને જાહેર કરે છે પ્રભુ, તારી કરુણા તેં કરી નથી નાથ. તું પૂર્ણાનંદનો નાથ, તારી હારે એનો સંબંધ નથી. જો સંબંધ હોય તો મુક્તિમાં પણ મુક્તિ થાય ત્યાં રહેવું જોઈએ, મુક્તિ થાય ત્યાં એ ૨હેતા નથી માટે તારા ત્રિકાળ હારે એનો સંબંધ છે નહીં. આ બાયડી છોકરા કુટુંબની વાત નથી હો અહીંયા. આ તો એની પર્યાયમાં નિમિત્તના સંબંધે નૈમિત્તિક દશાઓ થાય, તે તેના ત્રિકાળી સંબંધમાં નથી, કેમકે જો ત્રિકાળી સંબંધ હોય તો મુક્ત થતાં પણ ત્યાં રહેવા જોઈએ. આહાહા ! એ કહ્યું અહીંયા.
ખરેખર બધી અવસ્થાઓમાં તદ્ તે આત્મકપણાથી એટલે જે સ્વરૂપથી વ્યાસ હોય અને તાદાત્મ્યપણાથી રહિત ન હોય કે તેના તે અવસ્થામાંથી રહિત ન હોય દરેક અવસ્થામાં હોય, ને કોઈપણ અવસ્થામાં ન હોય, એવું ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્ય સંબંધ હોય છે. દરેક અવસ્થામાં હોય ને કોઈપણ અવસ્થા વિના ન હોય એને અહીં તાદાત્મ્ય સંબંધ કહે છે. આરે... આવા વચન, એનો અર્થ કર્યો, કૌંસમાં સર્વ અવસ્થાઓમાં જે ભાવો સ્વરૂપ હોય પર્યાયમાં,