________________
ગાથા – ૬૧
૨૪૫ દરેક અવસ્થામાં ભાવ સ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવસ્વરૂપપણું છોડે નહીં, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદામ્ય સંબંધ હોય છે. આહાહા ! આવું છે. વાણીયાને આવું સમજવું ભાઈ !
શું કીધું? જે દ્રવ્યની દરેક અવસ્થામાં હોય અને તેની કોઈપણ અવસ્થામાં ન હોય, તેને તાદામ્ય સંબંધ કહે છે. આ તો અવસ્થા સંસાર અવસ્થામાં છે અને મોક્ષ અવસ્થામાં નથી માટે તાદાભ્ય સંબંધ છે નહી. અહીં તો ઓલા વકીલો કાયદા કાને એવા કાયદા છે આ તો બધા. ભગવાન ત્રણલોકનો નાથ, સંતો દ્વારા આ વાત કહેવડાવે છે. કે ભાઈ, જે વસ્તુ છે એની દરેક અવસ્થામાં હોય અને કોઈપણ અવસ્થામાં ન હોય એવું ન હોય, તેને તાદાભ્ય સંબંધ કહે છે, તો વિકાર આદિ ભાવ સંસાર અવસ્થામાં છે, પણ મુક્તિ અવસ્થામાં નથી માટે તેને તાદાભ્ય સંબંધ છે નહીં. આહાહા ! સુમનભાઈ ! આવી ગાથાઓ ઝીણી. આહાહા!
માટે બધી અવસ્થાઓમાં જે વર્ણાદિ સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને વર્ણાદિ સ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોતું નથી, એવા પુલનું વર્ણાદિભાવ સાથે તાદામ્ય સંબંધ, અહી તો પર્યાયમાં છે પણ ત્રિકાળ તાદાભ્ય સંબંધ નથી, દરેક અવસ્થામાં હોતા નથી પણ પુદ્ગલની અવસ્થામાં તો દરેકમાં એ જ હોય કહે છે. ભેદ રૂપી આદિ ગુણભેદ બધા એ પુદ્ગલની અવસ્થામાં હોય અને પુલની અવસ્થા રહિત ન હોય. ગજબ કામ કર્યું છે ને? એ શુભરાગ છે, એ આવ્યું રાગાદિ સ્વરૂપપણાનો સંબંધ છે અને વ્યાતિથી રહિત હોતું નથી. સર્વ અવસ્થામાં હોય એ વર્ણાદિ સ્વરૂપણાથી વ્યાસ પુદ્ગલ અને વર્ણાદિ સ્વરૂપપણાથી વ્યાસથી રહિત હોતું નથી એવા પુદ્ગલ, એ પુદગલની હારે એને તાદામ્ય સંબંધ છે એમ કહે છે. એય! કેમકે નિમિત્તનિમિત્ત સંબંધ તે પુગલની હારે થયો, એ બેયને સંબંધ ગણીને એ પુદ્ગલ ગણ્યા એને. પુદ્ગલ જે જડ કર્મ છે એ નિમિત્ત છે, પણ એના લક્ષે એને આ નૈમિતિક દશા થઈ તે બધી દશાઓ પુદ્ગલ સાથે તાદાભ્ય છે એમ કહ્યું. ઝીણું તો છે ભાઈ ! વીતરાગ માર્ગ બહુ ઝીણો બાપુ, એ વીતરાગ સિવાય ક્યાંય આવી વાત જિનેશ્વર સિવાય ક્યાંય હોય નહીં. આહાહાહા !
સંતો કરૂણાથી જગતને જાહેર કરે છે. પ્રભુ એ ગુણસ્થાન ભેદ આ રાગ દયા, દાનનાં પરિણામ એ પુદ્ગલ સાથે વ્યાપ્ત છે અને પુદ્ગલથી વ્યાસ (હોય તે) કોઈ દિ' રહિત હોય નહીં પુદ્ગલ. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સાથે સંબંધ નથી પણ પુદ્ગલની સાથે કાયમ સંબંધ છે એટલે
જ્યાં જ્યાં પુગલ છે નિમિત્ત ત્યાં ત્યાં નૈમિત્તિક અવસ્થા તેની હારે સંબંધ છે. ગજબ વાત કરે છે ને? આની એક લીટી એક કડી બાપા સમજવું ભારે. આ તો ભાગવત શાસ્ત્ર, ભગવાન પરમાત્માનું કહેલું ત્રિલોકનાથ, એની દિવ્યધ્વનિમાં આવ્યું, એ આ સંતો વાણીમાં કહે છે, ભાઈ તે જે પ્રશ્ન કર્યો, કે પુણ્ય ને પાપ, દયા ને દાન આદિ ને ગુણસ્થાન ભેદ, જીવની હારે તાદાભ્ય સંબંધ કેમ નથી? એમ તેં પૂછયું. તો એનો ઉત્તર એમ કહીએ છીએ કે આત્માને દરેક જે જેની અવસ્થામાં દરેક અવસ્થામાં હોય ને કોઈપણ અવસ્થા એના વિના ન હોય, તેને તાદામ્ય સંબંધ કહે છે. તો એ પુદ્ગલની અવસ્થામાં છે ને પુગલની અવસ્થા વિના ન હોય એ કોઈ માટે પુદ્ગલના છે, પુદ્ગલ હારે તાદાભ્ય સંબંધ છે. આત્મા હારે એક સમયનો-એક સમયનો અનિત્ય સંબંધ છે અને અહીં ગૌણ કરી નાખીને પર હારે તાદાભ્ય સંબંધ છે એમ સિદ્ધ કર્યું.