________________
૨૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ શું કહ્યું ? કે આ પર્યાયમાં એક સમયનું છે એ તો સિદ્ધ કર્યું પણ એક સમયનું જે છે એ કર્મને જે જડ ભાવ નિમિત્ત છે, તેના સંબંધમાં એ છે. એટલે જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં છે ને જ્યાં જ્યાં પુદ્ગલ નથી ત્યાં ત્યાં આ નથી. આહાહા ! આ ઝીણું તો છે ભાઈ ! વીતરાગ માર્ગ બાપા ઝીણો બહુ ભાઈ. જન્મ મરણ કરીને એ મહાદુઃખી છે, એને ખબર નથી. આકુળતાની અગ્નિથી સળગી રહ્યો છે ભાઈ ! આહાહાહા !
શાંત સ્વભાવ ભગવાન આત્મા એની હારે, ભગવાન આત્માને તાદાત્મ્ય સંબંધ છે. પણ તેનું ભાન નથી, તે જેની હારે, પુદ્ગલની હારે તાદાત્મ્ય સંબંધ એના પરિણામને પોતાના માની અને અગ્નિ, કષાયની અગ્નિથી દુ:ખી સળગી રહ્યો છે. એની એને ખબરેય નથી. એ અહીં કહે છે કષાયની અગ્નિથી સળગી રહ્યો છે. એ પુદ્ગલની પર્યાયને પુદ્ગલ સાથે તાદાત્મ્ય સંબંધ છે અને એના સંબંધ વિના એ ન હોય પુદ્ગલ. આત્માની હારે દરેક અવસ્થામાં હોય અને કોઈ અવસ્થામાં ન હોય એ એની હારે તાદાત્મ્ય સંબંધ નથી. આવા લોજીકથી તો વાત કરે છે ન્યાયથી તો. આહાહાહા!
વર્ણાદિ સ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોતું એવા પુદ્ગલનો વર્ણાદિ સાથે ઓલા સંયમલબ્ધિનાસ્થાન, શુભભાવ, ગુણસ્થાન, જીવસ્થાન, આ માર્ગણાસ્થાન એ બધો તાદાત્મ્ય લક્ષણ સંબંધ એક સંસાર અવસ્થામાં જો કે સંસાર અવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોય છે જીવ, પર્યાયમાં, સંસાર અવસ્થામાં અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાસિથી રહિત હોતો નથી, તોપણ મોક્ષઅવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાસિથી રહિત છે, એ ભેદભાવથી પણ મોક્ષ અવસ્થામાં તો રહિત છે. સંહનનની જડની પર્યાયથી રહિત છે, ગુણસ્થાનના ભેદથી રહિત છે અને જીવના ગુણની જે ભેદ અવસ્થા છે તેનાથી પણ રહિત છે એ તો. આહાહા ! સર્વથા વર્ણાદિસ્વરૂપ વ્યાસિથી રહિત હોય છે. સર્વથા જોયું. ક્યાં ? મોક્ષ અવસ્થામાં અને “વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતું નથી” એવો જીવનો વર્ણાદિભાવ સાથે તાદાત્મ્ય સંબંધ કાંઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારે નથી. શું કહ્યું ઈ ? કે ભગવાન આત્માને સંસારઅવસ્થામાં પર્યાયમાં તેની અવસ્થાનો સંબંધ છે, પણ જ્યાં મોક્ષ અવસ્થા થાય ત્યારે તે સંબંધ રહેતો નથી, માટે તેની દરેક અવસ્થામાં સંબંધ હોય તે તેનું લક્ષણ તાદાત્મ્ય કહેવાય. ત્યારે દરેક અવસ્થામાં આ નથી માટે એનું તાદાત્મ્ય સંબંધ છે નહીં. કહો આ નટુભાઈ તમારી વકીલાતનું આ તો હાલે છે બધું. વીતરાગની વકીલાત છે આ તો. આહાહા!
'
ભાઈ તાદાત્મ્ય સંબંધ એને કહીએ કે દરેક અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય એને તાદાત્મ્ય અવસ્થા કહેવાય, તો રાગાદિના ભાવને જીવ સાથે સંસારમાં કચિત્ ( સંબંધ ) છે પણ મોક્ષ અવસ્થામાં નથી, માટે તાદાત્મ્ય સંબંધ નથી. અને તેથી તો એ પુદ્ગલની હારે તાદાત્મ્ય સંબંધ લઈ લીધો, આની ( જીવની ) હારે અનિત્ય છે, એની હારે નિત્ય છે. શું કહ્યું ઈ ? રાગાદિ ગુણસ્થાન ભેદ એક સમયની અવસ્થામાં સંસાર અવસ્થામાં અનિત્ય સંબંધ છે, સંયોગ સંબંધ અનિત્ય એક સમયનો અને પુદ્ગલ સાથે આનો કાયમ સંબંધ છે, એમ કીધું. જ્યાં જ્યાં પુદ્ગલ નિમિત્ત છે ત્યાં ત્યાં તેનો નૈમિત્તિક ભાવ એની સાથે હોય છે એમ કીધું. આહાહા!