________________
ગાથા – ૬૧
૨૪૭ અરે આવી વાતું, શું પણ કહેવાની પદ્ધતિ. હેં? તાદાભ્ય સંબંધ કેમ નથી એમ હજી શિષ્યનો પ્રશ્ન હતો, એનો આ ઉત્તર આપ્યો, કે તાદામ્ય સંબંધ એને કહીએ કે જે વસ્તુની સાથે દરેક અવસ્થામાં હોય. કોઈપણ અવસ્થામાં ન હોય તેને તાદામ્ય સંબંધ ન કહેવાય. દરેક અવસ્થામાં હોય તેને તો સંસાર અવસ્થામાં તો આ રાગદ્વેષ ને ગુણસ્થાન ભેદની અવસ્થા છે. પણ મોક્ષ અવસ્થામાં એ નથી માટે તાદાભ્ય સંબંધ નથી, તાદાભ્ય સંબંધ હોય તો કાયમ રહેવું જોઈએ. પણ પુદ્ગલની સાથે તાદામ્ય સબંધ છે, કેમકે એ નિમિત્તના આશ્રયે લક્ષે ભેદ પડ્યા છે, બધા રાગાદિ. એ જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં ભેદ છે પુદ્ગલની હારે સંબંધ છે કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
આવી વાતું હવે. આ ઘરે સમજે તો આવું સમજાય એવું નથી આ. એય દેવાનુપ્રિયા ! એવું ઝીણું છે. આ તો શું બે ચાર દિવસે આવે સૂંધવા? એ કહે છે ને સૂંધવા આવું છું. નોળીયો વઢે તો સર્પ હારે પછી જાય ત્યાં સુંધવા વનસ્પતિ(નોળવેલ)નોળિયોને આવે છે, એમ એ દાખલો આપે છે. ભાઈ વીતરાગ માર્ગ પ્રભુ અલૌકિક માર્ગ છે ભાઈ ! અરે જેને સાંભળવાય મળે નહીં બિચારાને, એ શું કરે? આવો કહે છે માર્ગ. આત્મા સાથે દરેક અવસ્થામાં હોય તો તાદામ્ય આત્મા સાથે દરેક અવસ્થામાં નથી, ત્યારે પુગલની અવસ્થામાં દરેક અવસ્થામાં છે. જ્યાં જ્યાં નિમિત્ત પુદ્ગલ છે, ત્યાં ત્યાં તેના સંબંધનો ભેદભાવ આદિ ત્યાં હોય છે. એથી તેને પુદ્ગલ સાથે સંબંધ કીધો છે, આત્મા હારે સંબંધ છે નહીં વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૩પ ગાથા-૬૧,૬૨ તા. ૧૩-૧૧-૭૮ સોમવાર કારતક સુદ-૧૪
(સમયસાર) ગાથા-૬૧ ભાવાર્થ, ભાવાર્થ છે ને! એકસઠ ગાથા. શું કહે છે.? સાંભળો ! દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે છે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્યસંબંધ કહેવાય છે. શું કહ્યું? દ્રવ્ય નામ વસ્તુ-પદાર્થ, એ દ્રવ્યની સાથે સર્વ અવસ્થામાં -દરેક અવસ્થા અનાદિ-અનંત જેટલી અવસ્થા છે. એ સર્વ અવસ્થાઓમાં દ્રવ્યમાં જે ભાવ -જે ભાવ વ્યાપ્ત હોય-રહે એ ભાવોની સાથે દ્રવ્યનો તાદામ્યસંબંધ -દરૂપ સંબંધ છે. જેવી રીતે આત્મા એની દરેક અવસ્થામાં જ્ઞાન-આનંદાદિ રહે છે. તો જ્ઞાન ને આનંદનો તાદાભ્ય સંબંધ છે, એને આત્મા કહે છે. અને રાગ-દયા–દાન આદિ ભાવ એ આત્માની દરેક અવસ્થામાં છે નહીં, માટે તે (રાગભાવ) પુદ્ગલ અવસ્થામાં પુદ્ગલની સાથે તાદાભ્યમાં જાય છે.
આંહ પહેલો સિધ્ધાંત તો આટલો કહ્યો કે કોઈપણ દ્રવ્ય જે છે- વસ્તુ (પદાર્થ) એની બધી અવસ્થામાં –સર્વ અવસ્થામાં રહે અને વ્યાપ્ત હો, તો એ દ્રવ્યની સાથે (એ) ભાવ તાદાભ્ય કહેવાય છે, પણ કોઈ વખતે હોય અને કોઈ સમયે ન હોય તો એ ભાવને દ્રવ્ય સાથે તાદાભ્ય સંબંધ નહીં. એ રાગ આદિ ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ છે, એ આત્માની દરેકે - દરેક અવસ્થામાં હોતા નથી– રહેતા નથી, સંસાર અવસ્થામાં છે છતાં મોક્ષ અવસ્થામાં નથી, તો એ (રાગભાવ) ને તાદાભ્ય સંબંધ આત્માની સાથે તદરૂપસંબંધ નથી. આહાહા ! એ રાગનો સંબંધ પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે. આવી વાત છે. ઝીણી વાત છે ભાઈ !