________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં, પુદ્ગલમાં વર્ણ એટલે રંગ-ગંધ-૨સ-સ્પર્શ, શુભભાવઅધ્યવસાન, ગુણસ્થાન આદિ વ્યાપ્ત છે. પુદ્ગલમાં વ્યાપ્ત છે ( એમ ) કહે છે અહીં તો. શ૨ી૨, વાણી, મન, કર્મ, એ પર્યાય જડ છે પુદ્ગલ. અહીં કર્મ જે પુદ્ગલ છે એની સાથે એ પુણ્ય આદિ પરિણામ-શુભભાવ, જ્યાં જ્યાં કર્મ છે ત્યાં ત્યાં રાગ છે, રાગ છે ત્યાં કર્મ છે, એમ કર્મની સાથે રાગનો તાદાત્મ્ય સંબંધ છે. આહા ! આવી વાત છે. હવે અહીંયા તો એ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એ ધર્મ છે ને ધર્મના કા૨ણ છે એવું માને છે–( એની ) દૃષ્ટિ વિપરીત મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ?
૨૪૮
( કહે છે ) સર્વ અવસ્થામાં, પુદ્ગલની સાથે છે એનો અર્થ એ કે ભેદ જે પડે છે ને અંદર, ગુણની પર્યાયમાં ભેદ પડે છે– લબ્ધિસ્થાન ને સંયમ (સ્થાન ) આદિ લીધા છે ને ! એ ભેદ પણ, આત્માના-અભેદની સાથે વ્યાપક નહીં–કોઈ વખતે હોય ને કોઈ વખતે ન હોય, એ આત્માની સાથે વ્યાપક નહીં. આહાહાહા !
શરીર, વાણી, મન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ, એમ શુભરાગ-દયા, દાનના ભાવ એને પુદ્ગલની સાથે સંબંધ છે–એમ જ સાધકની પર્યાય જે સંયમની ભિન્ન ભિન્ન અવસ્થા, લબ્ધિસ્થાન એને પુદ્ગલની સાથે સંબંધ છે. અભેદ આત્મા સાથે સંબંધ નહીં ! આવું કામ છે. અરે ! સમ્યગ્દર્શન આદિ પર્યાયો જે છે એ ભેદરૂપ છે તો એ અંતર ત્રિકાળજ્ઞાયક સાથે તેઓ અભેદ નથી. આકરી વાત ! માર્ગણા ચૌદ પ્રકારની જે છે જ્ઞાનના ભેદો દર્શનના ભેદો, ચારિત્રના ભેદો, એ બધા ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે એમ કહે છે. આહાહા!
આંહી કહ્યું પહેલું સાંભળ્યું નહીં ? જયંતીભાઈ ગોત્યા કરે છે. પણ ત્રણ વાર તો કહ્યું ૬૧મી ગાથાનો ભાવાર્થ, ધ્યાન ન રાખ્યું ? ૬૧મી ગાથાનો ભાવાર્થ ( ચાલે છે ) વચમાં મફતનું ગયું બધું, સાંભળનારને પણ હજી (દરકાર નથી) શું કીધું ? સમજાણું કાંઈ ? ( શ્રોતાઃસાંભળનારાએ પહેલેથી કાળજી રાખવી જોઈએ ) એને ધ્યાન રાખવું જોઈએ, પહેલેથી આ કોઈ. આ તો વીતરાગની વાણી છે, આતો સર્વજ્ઞ ૫૨માત્મા એનું કથન છે. એ દિગમ્બર સંતો, એ કથન કરે છે.
અહીંયા કહે છે કે દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં દ્રવ્યમાં – પદાર્થમાં જે ભાવ વ્યાપ્ત થતા રહે છે એ ભાવોની સાથે દ્રવ્યનો તાદાત્મ્યરૂપ –તદરૂપ સંબંધ કહેવાય છે. કેવી વાત ! હવે, આટલી વાત કહીને કહે છે કે પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં –કર્મ જે પુદ્ગલ છે જડ એની સર્વ અવસ્થાઓમાં રંગ, ગંધ, શુભભાવ, ગુણસ્થાન, ભેદ, આદિ ભાવ વ્યાપ્ત છે. એટલા માટે વર્ણાદિક ભાવોની સાથે પુદ્ગલનો તાદાત્મ્ય સંબંધ છે. પુદ્ગલનો તાદાત્મ્ય સંબંધ છે, એ પુદ્ગલની સાથે ભેદ, રાગ, અને જડની પર્યાય એ બધાને પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ છે. જીવ–અજીવ અધિકા૨ છે ને ! ( જીવમાં ) એનામાં છે નહીં ભેદ પણ એનું (સ્વરૂપ ) અભેદ છે. એ એનું તાદાત્મ્ય સંબંધ છે, ભેદ પડયો એ તાદાત્મ્ય સંબંધ નથી. ભેદ તો અમુક કાળ રહે ને પછી નથી રહેતો, એની દરેક અવસ્થામાં ભેદ દશા ૨હેતી નથી. એ કા૨ણે પુદ્ગલમાં એ ભેદ અવસ્થા છે- રાગ પુદ્ગલમાં છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ !