________________
ગાથા – ૬૧
૨૪૯ જૈન દર્શન! સર્વજ્ઞ પરમાત્માએ કહેલું એ સમજવું બહુ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે. અહીંયા જીવઅજીવ અધિકાર લીધો છે. અહીં તો કહે છે કે આત્મામાં જે રાગ આદિ થાય છે–દયા, દાન આદિ અને જે ભેદ પડે છે પર્યાયમાં, એ બધું આત્માની દરેક અવસ્થામાં નથી રહેતા, માટે દરેક અવસ્થામાં ન રહેવાવાળા (ભાવો) ને પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે એમનો! આહાહા! સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે ભાઈ !
સંસાર અવસ્થામાં જીવમાં, ભેદ-રાગ-રંગ આદિ ભાવ, કોઈ પ્રકારથી વ્યવહારનયથી, એ સમયની સ્થિતિ જોઈને કહેવામાં આવે છે વ્યવહારથી, પરંતુ મોક્ષ અવસ્થામાં જીવમાં વર્ણાદિ, ગુણસ્થાન આદિ ભેદ, રાગ, દયા, દાન આદિ, રાગ એ ભાવો સર્વથા મોક્ષ અવસ્થામાં નથી. એટલા માટે જીવને, રંગ, ગંધ, રાગ કે ભાવોની સાથે તાદામ્ય સંબંધ નથી. જેમ અગ્નિને ઉષ્ણતાની સાથે તાદાભ્ય સંબંધ છે એવો ( સંબંધ) ભગવાન આત્માની સાથે દયા, દાનનો રાગ અને ગુણસ્થાન આદિ ભેદ (ને) તાદાભ્ય સંબંધ નથી. આવી વાત છે. છે? જીવનો વર્ણાદિ સાથે કે (રંગ-રાગ) ભાવોની સાથે તાદાભ્ય સંબંધ નથી, આ વાત ન્યાયપ્રાપ્ત છે- આ વાત ન્યાયથી સિધ્ધ છે. આહાહાહા !
જેને આત્મદ્રવ્ય, દૃષ્ટિમાં લેવું હોય, તો એ અભેદ છે એની દૃષ્ટિ કરવી. જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય -ધર્મની પહેલી સીડી પ્રાપ્ત કરવી હોય એણે આત્મદ્રવ્ય અભેદ-પૂર્ણ ગુણનો અભેદ આત્મદ્રવ્ય તે દૃષ્ટિમાં લેવાનું છે. (ગાથા-૩૭૬ માં છે) બપોરના (વ્યાખ્યાનમાં) પૂર્ણ ગુણોનો અભેદ પૂર્ણ દ્રવ્ય, તેને જ દૃષ્ટિમાં લેવું -દૃષ્ટિમાં લેવું. સમ્યગ્દર્શનનો વિષય પૂર્ણ ગુણથી પૂર્ણ ભરેલ દ્રવ્યસ્વભાવ એ સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય વર્તમાન રાગ એ પણ નહીં, ભેદ એ પણ નહીં, મનુષ્યપણું આદિ, સંહનન, સંસ્થાન આદિ એ પણ નહીં. અભેદ ચિદાનંદ ભગવાન પૂર્ણસ્વરૂપ, જેની સાથે અનંતા ગુણોને તાદાભ્ય સંબંધ છે ભગવાન આત્માની સાથે અનંતા જ્ઞાનાદિ ગુણોનો તરૂપસંબંધ છે. તાદાભ્ય ( સંબંધ છે) તો તેના ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, હજી તો ધર્મની પહેલી સીડીની વાત છે. ચારિત્ર તો ક્યાંય. વાત પ્રભુ એ તો. આહાહા ! એ ૬૧ ગાથાનો ભાવાર્થ થયો.
ત્રિકાળી ભગવાન છે, અબદ્ધસ્પષ્ટ જે પાંચ ભાવસ્વરૂપ કહ્યો, એનું લક્ષ થતાં, તે સામાન્ય પ્રગટયું એમ કહેવામાં આવે છે). અનુભવમાં આવ્યું એટલે પ્રગટયું એમ કહેવામાં આવ્યું. અને તે અનુભવમાં આવતાં જ્ઞાનની પર્યાયમાં પર શેય આકાર થઈને (જ્ઞાન) પરાધીન થઈને રોકાઈ જતું એ શેયાકાર ત્યાં નાશ થઈ ગયું. જ્ઞાનાકાર જ્ઞાન થતાં શેયાકારનો નાશ થઈ ગયો. આહા..હા..! ગાથા તો એવી ઊંચી છે, બાપુ! કાને પડવાને માટે ભાગ્ય જોઈએ છે! આહા..હા..! હજી તો આ બે લીટીમાં આ બધું....! આહાહા..!
(સમયસાર દોહન -પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૬૭)