________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
૨૫૦
છે
.
(
ગાથા - ૬૨
O
:
जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि। जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई।।६२।।
जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि।
जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित्।।६२।। यथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिः पुद्गलद्रव्यमनुगच्छन्तः पुद्गलस्य वर्णादितादात्म्यं प्रथयन्ति, तथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिर्जीवमनुगच्छन्तो जीवस्य वर्णादितादात्म्यं प्रथयन्तीति यस्याभिनिवेशः तस्य शेषद्रव्यासाधारणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणाज्जीवपुद्गलयोरविशेषप्रसक्तौ सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः।
હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાભ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે
આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી ! ૬ર. ગાથાર્થ- વર્ણાદિકની સાથે જીવનું તાદામ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા ! [ ય િદિ ૨] જો તું તિ અન્ય] એમ માને કે શું પત્તે સર્વે ભાવ:]. આ વર્ણાદિક સર્વ ભાવો [ નીવ: વ દિ] જીવ જ છે, [1] તો [તે] તારા મતમાં [નીવચ સનીવ] જીવ અને અજીવનો [ વશ્ચિત] કાંઈ [વિશેષ:] ભેદ[ નાસ્તિ] રહેતો નથી.
ટીકા:- જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદામ્ય જાહેર કરે છેવિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય જાહેર કરે છે, વિસ્તારે છે-એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુગલદ્રવ્યનું લક્ષણ છે તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.