SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૨ ૨૫૧ ભાવાર્થ- જેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાભ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાભ્યસ્વરૂપે હોય તો જીવ-પુગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે. ગાથા – ૬૨ ઉપર પ્રવચન હવે ૬૨, ગાથા. યદિ જો કોઈ મિથ્યાઅભિપ્રાય પ્રાપ્ત, વ્યક્ત કરે, કોઈ એવો મિથ્યા શ્રધ્ધા અભિપ્રાય પ્રગટ કરે કે જીવનો વર્ણાદિક સાથે તાદામ્ય (સંબંધ) છે. આત્મામાં રંગ ને રાગ-રંગને રાગની સાથે તાદાભ્ય છે- એકરૂપ ( સંબંધ) છે. એવો મિથ્યા અભિપ્રાય કરે તો એમાં આ દોષ આવે છે, એમ આ ગાથા દ્વારા કહે છે. કોઈ એમ કહે કે આત્મા-ભગવાનજ્ઞાયક સ્વભાવની સાથે, રાગ, દયા, દાન, આદિ રાગ, ગુણસ્થાન આદિ ભાવ અને ભેદ પર્યાયના એને આત્મા સાથે તાદાભ્યસંબંધ છે, એવો કોઈ ભ્રમ કરે, એને અહીંયા દોષ બતાવે છે. આહાહાહા ! બાસઠ ગાથા जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्ण्से जदि हि। जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई।।६२।। હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાભ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે - આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી, તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨. એ રાગ આદિ ગુગલ આદિના બધા (ભાવ) પરિણામ તારા છે એમ માને, એ ભાવ બધા જીવ છે, એમ માને તો જીવ અને અજીવમાં કાંઈ ભેદ રહેતો નથી. આહાહા ! ટીકા, સૂક્ષ્મ ગાથાઓ છે, એ આખું સમયસાર સૂક્ષ્મ છે– (શ્રોતા – આખો આત્મા સૂક્ષ્મ) સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાને આત્મા ચૈતન્ય ભગવાન, અનંત ગુણોથી તાદાભ્યસ્વરૂપ પ્રભુ ( નિજાત્મા) એના ઉપર દૃષ્ટિ દેવાથી ધર્મની સમ્યગ્દર્શનની પહેલી શરૂઆત થાય છે. બાકી લાખ-કરોડ-અનંત દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-જાત્રા કરે અનંત, એનાથી સમ્યગ્દર્શન નથી થતું (કારણકે) એ તો રાગ છે. એ તો પુદ્ગલના પરિણામની સાથે (એની) તાદાભ્યસંબંધ છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં-ત્યાં ભેદ ને રાગ, એ એમ કહે છે. (અને) જ્યાં-જ્યાં ભગવાન આત્મા ત્યાં-ત્યાં રાગ ને પુગલ ભેદ છે નહીં. આવું તો હજી સાંભળવું કઠણ પડે! વીતરાગ જિનેશ્વરદેવ, પરમેશ્વર ત્રિલોકનાથ (તીર્થંકરદેવ) ની દિવ્યધ્વનિમાં એમ કહે છે, એ જ આ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય-દિગમ્બર સંતો! એ જ વાત જગત પાસે જાહેર કરે છે. આવી વાત ક્યાંય બીજે છે નહીં, અલૌકિક વાત છે! પ્રભુ, શાંતિથી સમજવું! જેમ વર્ણાદિ રંગ-ગંધ, રાગ આદિ ભાવ ક્રમશઃ આવિર્ભાવ-પ્રગટ થવું ને ઉપજવું અને તિરોભાવ છુપાઈ જવું ને નાશ થઈ જવો –જેને પ્રાપ્ત થતી એવી એ વ્યક્તિઓ દ્વારા પર્યાયો દ્વારા, પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતી થકી એ તો કાલે એક વાર કહ્યું તુંને! કે નિમિત્તથી થયું છે
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy