________________
૨૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ તો પોતાનાથી થયું છે. એ એ સમયમાં ગુણસ્થાન-ભેદ, રાગના ઉત્પન્ન થાય તે (તેની ) જન્મક્ષણ છે, તો તેનાથી ઉત્પન્ન થયા છે. પણ એ ઉત્પન્ન થયા છે એ આત્મામાં ત્રિકાલ વ્યાપ્ત નહીં. એ કા૨ણે આ રંગ-ગંધને દયા-દાનના ભાવ, જે પુદ્ગલની સાથે પુદ્ગલ વ્યાપ્ત થાય છે ત્યાં ( પુદ્ગલ ) વ્યક્ત થાય છે ને એમાં વ્યાપ્ત રહે છે ! આવું કામ ! એક બાજુ એમ કહે કે આવું કહેવું કે પુણ્યને પાપના ભાવ આત્માની પર્યાયમાં થાય છે અને એનો કર્તા-ભોક્તા જીવ છે. એ જ્ઞાનપ્રધાન કથન છે. અહીં દષ્ટિપ્રધાન કથનમાં તો ચાહે તો દયા-દાન-વ્રત-ભક્તિ, પંચમહાવ્રતના ભાવ (પુદ્ગલની સાથે વ્યાપ્ત છે. ) આંહી કહે છે પ્રભુ ! એ દિગમ્બર સંતો, પ્રભુ (તીર્થંકરદેવ ) કહે છે એ તેઓ કહે છે, એ કેવળીના કેડાયતો, એ દિગમ્બર સંતો છે, એ કેવળી ૫૨માત્માએ (જે ) કહ્યું, તેની સાક્ષીએ તેઓ કહે છે. આહાહા ! પ્રભુ ! એક વાર સાંભળ !
એ રાગને પુણ્ય-પાપના ભાવ આદિની પ્રગટતા થાય છે અને ઉપજે છે ને નાશ થાય છે, એ બધા ( ભાવ ) પુદ્ગલની સાથે છે. એ ઉત્પાદ–વ્યય, તારી સાથે (આત્માની સાથે ) નહીં એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ. ? આવું ઝીણું તત્ત્વ ! એ દયા, દાન, વ્રત, શુભભાવ વાંચન આદિ કરવું તેનો રાગ આવવો આવા શ્રવણમાં જે રાગ આવે છે એ રાગ પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે ને પુદ્ગલમાં વ્યય થાય છે. આત્માનો એ ઉત્પાદ વ્યય નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
અહીં દ્રવ્યસ્વભાવનું વર્ણન છે ને ! અને જીવદ્રવ્યનું વર્ણન છે. એમાં અજીવના ભેદ છે નહીં, તો એ ભેદ ને રાગ પણ અજીવ છે. દેવ-ગુરુશાસ્ત્રની શ્રધ્ધા, શાસ્ત્રનું જ્ઞાન-વિકલ્પો, નવતત્ત્વની શ્રધ્ધાનો રાગ, છકાયની દયાનો રાગ, એ બધા કહે છે પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે ને પુદ્ગલમાં નાશ થાય છે. ( પુદ્ગલમાં ઉત્પાદ–વ્યય ) પોતાની ( આત્માની ) સાથે નહીં. દેવીલાલજી ! આવી વાત ! દિગમ્બર સંત સિવાય ક્યાંય આવી વાત છે નહીં. સમજણમાં આવે છે ? વાત તે ક્યાં છે ? કેટલું સ્પષ્ટ કરી નાખ્યું છે. ઉત્પાદ વ્યય છે એ સમયે, પણ દ્રવ્યસ્વભાવમાં એ નથી. એ જ કા૨ણે રાગની ઉત્પત્તિ અને રાગનો નાશ, પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. આવિર્ભાવ તિરોભાવ ! શું કહ્યું ? છે ? આવ્યું ને, આવિર્ભાવ રાગ આદિનું– ઉત્પન્ન થવું અને રાગ આદિનો તિરોભાવ –નાશ થવો, એ વ્યાપ્ત-પ્રાપ્ત હોતી થકી એ વ્યક્તિઓ દ્વારા પર્યાયો દ્વા૨ા એ પુદ્ગલની સાથે સાથે ૨હેતી થકી, શુભ અશુભ રાગ જે ઉત્પન્ન થાય છે અને વ્યય નાશ થાય છે તો કહે છે ઈ પુદ્ગલની સાથે એનું વ્યાપ્તપણું છે. અને આવિર્ભાવ ને તિરોભાવ –પ્રગટ થવું ને છુપાઈ જવું એ બધું પુદ્ગલની સાથે. એ વ્યક્તિઓ દ્વારા પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતી થકી, પુદ્ગલના વર્ણાદિકની સાથે તાદાત્મ્ય, પ્રસિધ્ધ તો કરે છે એ પુદ્ગલની તાદાત્મ્ય પ્રસિધ્ધ કરે છે તો એ પુદ્ગલનો વિસ્તાર છે.
આહાહા ! ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એનો એ વિસ્તાર નહીં-સ્વભાવનો વિસ્તાર નહીં, એ કહેવું છે અહીંયા. ભગવાન ચિદાનંદ પ્રભુ (આત્મા) અખંડાનંદ જિનસ્વરૂપી પ્રભુ-એ જિનસ્વભાવી ભગવાનનો એ રાગાદિ વિસ્તાર નહીં. રાગાદિની પ્રસિધ્ધિ ભગવાન સ્વરૂપ જિનસ્વરૂપ ( આત્માની ) આ પ્રસિધ્ધિ નહીં. જુઓ ! આ સંતો સર્વજ્ઞ ( તીર્થંકર ભગવાન ) કહે છે એ દિગમ્બર સંતો કહે છે, અને તે પણ પંચમઆરાના પ્રાણીને કહે છે, ( પંચમઆરાના સાધુ