________________
ગાથા – ૬૨
૨૫૩ છે) આ કાંઈ ચોથા આરાના સાધુ છે નહીં. અને ચોથા આરાને સમજાવતા નથી. પંચમઆરાના પ્રાણીઓને, પંચમઆરાના સંતો (કહે છે). કોઈ એમ કહે કે આ વાત તો ચોથા આરાની છે, ચોથા આરાના (પ્રાણીઓને) સમજવાની છે, એમ નથી પ્રભુ! સાંભળ તો ખરો ! પંચમઆરામાં પણ તું આત્મા છો કે નથી?
આત્મા કોણ છે? એ પોતાના (ચૈતન્ય) ગુણથી અભેદ એવો જ આત્મા છે. અત્યારે એવો છે, તો અહીંયા કહે છે કે જેણે અભેદ આત્માની દૃષ્ટિ કરવી હોય તો આ રાગ આદિના પરિણામ એ અજીવના છે. હવે અત્યારે આંહી કહે કે શુભજોગ જ અત્યારે હોય, ધર્મ હોય નહીં. અરરરર! એ શુભજોગ જ અત્યારે ધર્મનું કારણ છે (એ લોકો આમ કહે છે) અરે ! પ્રભુ શું કરે છે પ્રભુ! હવે એ પુદ્ગલમાં વ્યાપનારા ભાવ એ આપણા (આત્માના) છે અને એનાથી પોતાને લાભ માનવો, એ તો મહા મિથ્યાત્વ-અજ્ઞાન છે. એ દેવાનુપ્રિયા? છે કે નથી અંદર? તો શું સાંભળી આવ્યા? એ કહેતા'તા ને કે આવો મારગ છે બાપા! કુંદકુંદાચાર્ય કહે છે, (તેઓ) ભગવાન પાસે ગયા હતા, સીમંધર પરમાત્મા ત્રિલોકનાથ મહાવિદેહમાં બિરાજે છે. એની પાસે (કુંદકુંદાચાર્ય) ગયા હતા, આઠ દિ' રહ્યાં હતા, ત્યાંથી આવીને શાસ્ત્રો બનાવ્યા. અને એના પછી હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય (થયા), આ કુંદકુંદાચાર્ય (નું શાસ્ત્ર) અમૃતચંદ્રાચાર્ય એની આ ટીકા બનાવી તો કહે છે અહીંયા કે પ્રભુ! શાંતિથી સાંભળ! આહાહા!
એ શુભ અશુભ રાગની ઉત્પત્તિ ને વ્યય પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. ભગવાન આત્માની સાથે એનો સંબંધ નહીં, એ (તાદાભ્ય) સંબંધ હોય તો ત્રિકાળ એમાં (એ ભાવ) રહેવા જોઈએ. રાગની ઉત્પત્તિ ને રાગનો વ્યય આત્મામાં ત્રિકાળ રહેવો જોઈએ, તો એ (ભાવ) આત્માની ચીજ નથી. પૈસા-શરીર–ધૂળ-લક્ષ્મી આદિ તો ક્યાંય પર (દૂર) રહી ગયા એ તો પુદ્ગલ, પર રહી ગયા એની હારે અહીં (આત્માને) કાંઈ સંબંધ જ નહીં. આ શરીર માટી–ધૂળ એ આવી ગયું શરીર, અંદર વજનારાચ આદિ સંહનન, ઔદારિક, વૈક્રિયિક શરીર આદિ (બધું) આવી ગયું છે. એ તો બધું પુદ્ગલની સાથે આ પર્યાય ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, એ પુદ્ગલની સાથે છે. પણ. અહીંયા તો રાગ ઉત્પન્ન થાય છે ને રાગ વ્યય થાય છે, એ સંબંધ ભગવાન (આત્માની) સાથે નહીં, જો આત્માની સાથે (તાદાભ્ય સંબંધો હોય તો કાયમી અવસ્થામાં (રાગ) રહેવો જોઈએ ! અરે ! આ ક્યાં સાંભળવા મળે નહીં, આવા મનુષ્યપણા હાલ્યા જાય છે. ક્યાં જશે? એ અવતાર! આ જો સંસ્કાર ન પડ્યા અંદર ક્યાં ઉતારા થશે ભાઈ ? ચોરાશીના અવતારમાં! ભગવાન (આત્મા) તો અનાદિ-અનંત નિત્ય રહેવાનો છે, રહેશે જ તો આ ભવ પલટીને ક્યાંય (બીજે) જશે તો ખરો, તો જેણે રાગ મારો છે ને રાગથી મને લાભ થશે એવી મિથ્યાષ્ટિ (છે તે) ક્યાં જશે? મિથ્યાત્વમાં નરક ને નિગોદના અવતારમાં જશે. આહાહાહા !
તેથી તો કહે છે પ્રભુ! જે કારણથી તીર્થકરગોત્ર બંધાય, પ્રભુ સાંભળો ! એ ભાવ રાગ છે. પુદ્ગલની સાથે (તાદાભ્ય) સંબંધ રાખે છે, એ પુસ્તક છે કે નહીં? છે. જે ભાવથી તીર્થકર (ગોત્ર) પ્રભુ બંધાય એ ભાવ શુભરાગ છે. એ બંધનું કારણ છે. તે (ભાવ) ધર્મ નથી. છે તો એ રાગ, ષોડશકારણ ભાવના એ રાગ-અજીવ છે. જેના ફળમાં અજીવ ફળે છે. એ રાગ