________________
૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પુદગલની સાથે સંબંધ રાખે છે. એ ઉત્પન્ન ને વ્યય, પુદગલદ્રવ્યની સાથે એનો ઉત્પાદુ વ્યયનો સંબંધ છે. કહો ચીમનભાઈ ? આવી વાતું છે, ઝીણી!
એટલે સોનગઢનું એવું લાગે લોકોને, આ (કહે છે તે) સોનગઢનું છે કે ભગવાનનું છે! પ્રભુ તારું ઘર તપાસવા માટેની વાત કરે છે, તારું ઘર જોવું, એમાં રાગ ને દ્વેષની ઉત્પત્તિ ને વ્યય છે નહીં, એમાં. તારો નાથ ભગવાન (શુદ્ધાત્માં ત્યાં તો આનંદની ઉત્પત્તિ ને આનંદનો વ્યય, એની સાથે (તાદાભ્ય) સંબંધ છે, ભગવાન (આત્માને) તો, કહો શાંતિભાઈ ? એ રાગ ચાહે તો પંચમહાવ્રતનો વિકલ્પનો રાગ હો,. ચાહે તો દયા-દાન-ભક્તિનો રાગ હો, એ રાગનું ઉપજવું-પ્રગટ થવું, વ્યય થવો-નાશ થવો, એવો ઉત્પાદ-વ્યયનો સંબંધ, આવિર્ભાવ-તિરોભાવ પુગલની સાથે સંબંધ રાખે છે બેસવું કઠણ જગતને, (શ્રોતા – આચાર્યને ભય નથી લાગ્યો કે કોઈ નિશ્ચયાભાસી આવું (કહેવાથી) થઈ જશે !) દુનિયા દુનિયાની જાણે એને શું “નાગા તે બાદશાહથી આઘા' – એને શું પડી છે દુનિયાની મારગ આ છે. એ તો સંત ! એક ભવ આદિ કરીને મોક્ષ જવાવાળા છે. દિગમ્બર સંતો કુંદકુંદાચાર્ય, એને જગતની કાંઈ પડી નથી, સમાજ સમતોલ રહેશે કે નહીં? આહાહાહા !
ત્રણલોકના નાથ સર્વજ્ઞ (તીર્થકર) પરમાત્માએ કહ્યું એ જ આ સંતો કહે છે, જગતને. આવી વાણી ને આવો ભાવ, દિગમ્બર શાસ્ત્રો સિવાય ક્યાંય નથી, પ્રભુ! પણ એનેય એના વાડામાં (સંપ્રદાયમાં) રહ્યા હોય તેની ખબર ન મળે! ભગવાન અમૃતચંદ્રાચાર્ય કુંદકુંદાચાર્યનો પોકાર છે. પ્રભુ! તારી પ્રસિધ્ધિ રાગથી હોય? રાગની પ્રસિધ્ધિ તો પુદ્ગલની પ્રસિદ્ધિ છે (આમ) કહે છે. ગજબ વાત કરે છે ને ! તારી પ્રસિધ્ધિ પ્રભુ! જ્ઞાન ને આનંદની પર્યાયથી તારી પ્રસિધ્ધિ થાય છે, એ દ્રવ્ય સ્વભાવના અભેદ ઉપર દૃષ્ટિ પડતાં જે શાંતિ ને આનંદની પર્યાય ઉત્પન્ન ને વ્યય થાય, એ તારી પ્રસિધ્ધિ છે. ટીકાનું નામ “આત્મખ્યાતિ છે ને! આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે, આ તો અલૌકિક વાતું છે. બાપા!
સમયસાર એટલે જગતચક્ષુ-અજોડચક્ષુ, હજી થયા કુંદકુંદાચાર્ય તો બે હજાર વર્ષ પહેલાં થયા. પંચમઆરાના સંતો અને આ ટીકાકાર પણ હજાર વર્ષ પહેલાં અને આ ટીકાકાર હજી એક હજાર વર્ષ પહેલાં. (થયાં) જગતની બેદરકારી કરી, સત્ય આ છે. સાચના (સત્યના) ડંકા માર્યા છે! આહાહા ! પ્રભુ! આહા! એકવાર એ આવ્યું'તું નહીં ઓલું (પદ) “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી', પ્રભુતા તારી પ્રભુતા તો ત્યારે કહીએ કે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ ને વ્યય થાય એ તારી પ્રભુતા છે. રાગની ઉત્પત્તિ ને વ્યય થાય એ તારી પ્રભુતા નહીં નાથ ! (પદરચના કરનાર) ઓલે તો બીજું કહ્યું તું, મારે અંદર મેળવવા પ્રભુતા પ્રભુ તારી તો ખરી, હે નાથ પ્રભુ તારી પ્રભુતા તો ત્યારેજ ખરી છે. મુજરો મુજ રોગ લે હરી - રાગની ઉત્પત્તિ નહીં મારામાં. રાગની ઉત્પત્તિ ને વ્યય મારામાં નહી. એ શાંતિભાઈ? બધા છોકરાવને ઉત્પન્ન કરતાં ને પૈસાને ઉત્પન્ન કરતાં ને શું છે? આ તો બધું ભ્રમણાં! અરે રે એને ક્યાં જાવું? (શ્રોતાટોચની વાત છે) હેં? આવી વાતું છે ભાઈ ! (શ્રોતા- ટોચની નહીં સાચામાં સાચી) !
એતો એનો વિસ્તાર છે. શું કહે છે? શુભ-અશુભ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ એ તો પુદ્ગલનો વિસ્તાર છે. પુદ્ગલની પ્રસિદ્ધિ, પુદ્ગલની પ્રસિદ્ધિ થાય છે, ભગવાન