________________
૨૫૫
ગાથા ૬૨
(આત્મા ) પ્રસિદ્ધ થતો નથી એમાં. આહા ! શું એની ગંભીરતા! શું એ ટીકાના મર્મો! આહાહા ! અમૃતવાણી અમૃતચંદ્રાચાર્યની સંતો દિગમ્બર સંતો એટલે, ભગવાનના ૧૦૦૮ નામ આપ્યા છે ને ભાઈ ? ભગવાનને એક હજા૨ને આઠ નામ આપ્યા છે. જિનસેન આચાર્યે, આદિ પુરાણના કર્તા, ત્યાં પ્રભુને કહ્યું પ્રભુ ! આહાહા ! શું કહેવું 'તું ? જિનસેન આચાર્યે૧૦૦૮ નામ આપ્યા છે એમાં પ્રભુને એમ કહ્યું' તું પ્રભુ ! તમે મુમુક્ષુ છો–પ્રભુ ! તમે મનિષ છો ( અમારે આ મનિષ નામ છે ને ભાઈનું પ્રવિણનાં દિકરાનું ) મનિષ ( નામ ) કીધું છે મનિષ ! પ્રભુ ! આપ જ્ઞાનના ઈશ્વર છો, મનિષ એટલે ! પ્રભુ, તારા વખાણ કઈ રીતે કરીએ ! આહાહા ! એવી વાત ! ૫રમાત્મા, જેની પર્યાયમાં અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ખીલી નીકળ્યાં છે–૫૨માત્મા હજાર પાંખડીએ ખીલ્યો છે, ગુલાબ જેમ ખીલે હજાર પાંખડીએ આ તો અનંત પાંખડીએ ખીલ્યો પ્રભુ ! એ એની પ્રસિધ્ધિ ! અનંતાનંત જ્ઞાનની અનંતગુણની પ્રસિધ્ધિઉત્પાદ–વ્યય થવો ( એ ) ગુણને આશ્રિત થવો તે આત્માનો સ્વભાવ છે. ૫૨ને આશ્રયે જે રાગ આદિ થાય તે આત્માનો સ્વભાવ છે નહીં. આહાહા ! આવું આકરું પડે શું થાય પણ ? ભાઈ ! મારગ તો આ છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, ૫૨મેશ્વર (તીર્થંકરદેવ ) ઇન્દ્રોને ગણધ૨ોની વચ્ચે (સમક્ષ ) આ કહેતા હતા. એ (વાત) આ સંતો કહે છે. ભગવાન (અરિહંત સીમંધદેવ ) મહાવિદેહમાં બિરાજે છે, ત્યાં આ કહેતા હતાં, એ વાત કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય અહીં કહે છે. કુંદકુંદાચાર્ય તો ત્યાં ( સદેહે) ગયા હતા પણ અમૃતચંદ્રાચાર્ય ત્યાં નહોતા ગયા છતાં ભગવાન (નિજાત્માનાં ) અંતર પાસે ગયા હતા, એથી આ પ્રસિધ્ધિ કરી અમે આવ્યા છીએ. આત્મા કોણ ? આત્મા આનંદનો નાથ પ્રભુ ! અનંત અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત આનંદઅનંત શાંતિ-અનંત સ્વચ્છતા-અનંત પ્રભુતા, એવી એવી એક એક ગુણની પૂર્ણતા, એવા અનંતગુણનો પૂર્ણતાનો પ્રભુ હું આત્મા ! આહાહા ! એની ઉત્પત્તિ તો નિર્મળ પર્યાય થાય ને નિર્મળપર્યાયનો વ્યય થાય, એ એનો ( આત્માનો ) સ્વભાવ છે. સમજાણું કાંઈ ?
અરે રે! પ્રભુ શું કરે છે? કેટલાક આ વ્રતને તપને ભક્તિથી ધર્મ માને, તો કેટલા’ક ગુરુદેવની ને શાસ્ત્રની ને દેવની ભક્તિ કરીએ તો ધર્મ ( થાય ) એમ માને, એ બધા એક જાતના ( અભિપ્રાય ) છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ છે એ રાગ છે ને એ રાગ એ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, કહે છે. અ૨૨૨ ! (રાગ ) જો આત્માની સાથે (તાદાત્મ્ય ) સંબંધ રાખતો હોય તો આત્મા છે ત્યાં બધે (સર્વ અવસ્થામાં) હોવો જોઈએ. હૈં? ભગવાન આત્મા તો જ્યારે (પરિપૂર્ણ )નિર્મળાનંદ થાય ત્યારે તે ( રાગભાવ ) હોતો નથી, માટે તે રાગની ઉત્પત્તિ ને વ્યય, ભગવાન આત્મા સાથે સંબંધ રાખતો નથી. (શ્રોતાઃ- પુણ્યથી પાપ ઠેલાય છે ને !) એ બધી વાતું બધી દુનીયાની–પાગલની !( શ્રોતાઃ- પુણ્યને પાપની જાત એકજ છે. ) પુણ્ય કોને કહેવું ? પાપ કોને કહેવું ? એની ( એને ) ખબર નથી.
શુભભાવ ને અશુભભાવ એ બેમાં પુણ્ય ઠીક જ છે ને પાપ અઠીક છે, એમ માને એને કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર ગાથા-૭૭ માં કહે છે ‘ઘોર હિડંતિ સંસા૨ મોહ સછન્નો' મિથ્યાત્વથી ઢંકાયેલો ઘો૨ સંસા૨માં રખડશે. દેવાનુંપ્રિયા ? અહીંયા કાંઈ હાલે એવું નથી, અહીંયા !( શ્રોતાઃઝરીયામાં હાલે !) ત્યાં હાલે ? શાંતિભાઈને બધા બેઠા હોય ને ? જ્યાં ત્યાં ઠલવે તે ! ૭૭