________________
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ગાથામાં પ્રવચનસાર, કુંદકુંદાચાર્ય ૭૭ ગાથામાં એમ કહે છે કે જે કોઈ, શુભ-અશુભ ભાવ છે, એમાં (એકને) વિશેષ માને કે શુભ ઠીક છે ને અશુભ અઠીક છે, તો બેમાં વિશેષ માનવાવાળા, ઘોર સંસારમાં મોહથી મિથ્યાત્વથી ઢંકાયેલા રખડશે, “મોહસછત્નો” એમ પાઠ છે. ભાઈ ? દિગમ્બર ધર્મ સમજવો એ કોઈ અલૌકિક વાત છે. એ કાંઈ વાડો (સંપ્રદાય) મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજી જાય? દિગમ્બર ધર્મ એ કાંઈ પક્ષ નથી, એ વસ્તુનો સ્વભાવ છે. (આહા!) વસ્તુનો સ્વભાવ છે, કે જેમાં દયા-દાનને ષોડશકારણ ભાવના, તીર્થંકરનામકર્મનો બંધ, એવા (શુભ) ભાવ પણ જ્યાં આત્મામાં નથી. એ (ભાવો) આત્માની સાથે સંબંધ રાખતા નથી. છે? આવો માર્ગ છે! આહાહાહા !
એ વર્ણાદિક ભાવ ક્રમશઃ આવિર્ભાવ ને તિરોભાવ વડે પ્રાપ્ત થતાં એવી તે તે વ્યક્તિઓની સાથે, જીવની સાથે જ રહેતી હોવા છતાં, શું કહે છે? પહેલાં પુદ્ગલની સાથે આવિર્ભાવતિરોભાવ, ઉત્પન્ન ને વ્યય થાય છે, એવું બતાવ્યું એમ આત્માની સાથે તે ઉત્પન્ન ને વ્યય હો, છે? જીવની સાથે સાથે રહેતાં થકા જીવનો વર્ણાદિકની સાથે તાદાભ્ય પ્રસિધ્ધ કરે છે એમ કોઈ ) માને છે, એવો એનો અભિપ્રાય છે, એના મતમાં અન્ય શેષ દ્રવ્યોથી અસાધારણ એવા વર્ણાદિકરૂપતા કે જે પુદ્ગલનું સ્વરૂપ છે, એનો જીવમાં અંગીકાર કરવામાં આવ્યો, જે પુદ્ગલનું સ્વરૂપ (છે) એનો જીવ દ્વારા (જીવમાં) અંગીકાર કર્યો. એટલા માટે જીવ, પુદ્ગલના અવિશેષનો પ્રસંગ આવે છે. જીવ અને પુદ્ગલ બેય એક છે એવો પ્રસંગ આવે છે. આહાહા ! શું ટીકા!
વિશેષ કે જેમ પુદ્ગલકર્મ જડ-અજીવ એની સાથે સાથે રાગ આદિ અજીવ ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, એમની સાથે તાદાભ્ય સંબંધ છે. એમ કોઈ એવો અભિપ્રાય રાખે કે જીવની સાથે રાગનો -અજીવનો, ઉત્પન્ન થવું ને વ્યય થવું (તેથી) જીવની સાથે (તાદાભ્ય) સંબંધ છે તો એમાં (એ મતમાં) પુદ્ગલને જ જીવ માન્યા. જીવદ્રવ્ય ભિન્ન છે એમ ન માન્યું ! આહાહા ! આ વાત, વીતરાગમાર્ગ બાપા! અને જીવ, વીતરાગમાર્ગ એક ક્ષણ સમજે ને સમજણમાં આવે, તો ભવનો અંત આવી જાય છે. આવી વાત છે! શું કહે છે? કે જેમ પુલની સાથે જડકર્મની સાથે, રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, તેઓ સંબંધ ત્યાં રાખે છે, એમ જો આત્મા સાથે એ રાગને વૈષની ઉત્પત્તિનો સંબંધ રાખે તો આત્મા પુગલ થઈ જાય, તો જીવદ્રવ્ય તો રહેતું નથી. જેમણે પુણ્ય પાપના ભાવ, આત્માની સાથે સંબંધ માન્યો છે તો એમને જીવદ્રવ્ય તો રહ્યું નહીં. પુદ્ગલ થઈ ગયું એમ કહે છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! જે આત્માએ એવો અભિપ્રાય રાખ્યો કે મારી સાથે એ રાગની ઉત્પત્તિ ને રાગનો વ્યય થાય છે તો એણે પુદ્ગલને જ પોતાના માન્યા, આત્મા ભિન્ન છે એમ તો માન્યું નહીં. આહાહા ! આવી વાત છે!
અગાસ છે ને ! શ્રીમદનું -શ્રીમદ્ભાં વ્યાખ્યાન થયું એક કલાક, રાત્રે પ્રશ્ન થયા થોડા.... એમ કે આ ભક્તિ આદિ કરીએ એ સાધન? અરેરે પ્રભુ! ભક્તિ ભગવાનની ને ગુરુની અને શાસ્ત્રની, એ તો રાગ છે. રાગની ઉત્પત્તિ ને વ્યયનો સંબંધ નિશ્ચયથી તો પુદ્ગલ સાથે છે. વ્યવહારથી એક સમયની પર્યાયમાં સંસાર અવસ્થામાં હોય (છતાં) પણ તાદાભ્ય સંબંધ નહીં. એ વ્યવહારથી એક સમયની પર્યાયની અપેક્ષાથી (છે પણ) તાદામ્ય સંબંધ નથી. કાયમ નથી (રહેતા એ ભાવ) એ માટે સંબંધ નહીં, એ કહેશે. ગાથાર્થ પછી, એ ગાથામાં કહેશે.