________________
૯૭
ગાથા
४७-४८
રાજા પાંચ જોજનમાં, સેનામાં ક્યાં જાય છે? સમજાણું કાંઈ ? વ્યવહા૨ી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહા૨ છે. ભાષા કેવી છે ? વ્યવહા૨ી લોકોનો, વ્યવહા૨ કહેવાનો, વ્યવહા૨ છે. ૫૨માર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી. આ તો દૃષ્ટાંત થયો.
હવે આ ભગવાન આત્મા, તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામ, ભાષા દેખો ! સમગ્ર રાગના સમૂહ દ્વેષના પુણ્યપાપ આદિ બધો સમુદાય શરીર, વાણી, કર્મ એ બધા રાગનાં જે સ્થાનો છે, એમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે. ભગવાન જીવદ્રવ્યસ્વરૂપ જ્ઞાયક એકરૂપ પ્રભુ એ રાગાદિના વિસ્તા૨માં વિકા૨ની વ્યવસ્થાની અનેકતામાં એ જીવદ્રવ્ય વ્યાપ્યો છે, એમ કહેવું તે, ભાષા દેખો અહીં એકલો રાગ લીધો, ઉપાડયો છે, કા૨ણકે રાગ છેલ્લે નાશ થાય છે. પહેલો દ્વેષ નાશ થાય છે, પછી રાગ નાશ થાય છે. એથી અહીં રાગની આદિ બધી સામગ્રી રાગ–દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, કર્મ, શ૨ી૨, વાણી, મન, આખું એકકોર ભગવાન આત્મારામ અને એકકો૨ રાગનું ગામ રાગગ્રામ, ગ્રામ એટલે સમૂહ છે સ્થાન, એમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે. ભગવાન આત્મા ! ચૈતન્ય ધ્રુવ, જ્ઞાયક સ્વભાવ ૫૨માનંદની મૂર્તિ પ્રભુ ! જીવદ્રવ્ય એને કહીએ એ જીવદ્રવ્ય શાયક સ્વરૂપ ભગવાન અનંત, અનંત, અનંત, લક્ષ્મી જ્ઞાનાદિનો ભંડા૨ ભગવાન ધ્રુવ. એક જીવનું સમગ્ર રાગગ્રામમાં, વ્યાપવું અશક્ય છે. દ્રવ્ય સ્વભાવ જે છે રાગાદિમાં વ્યાપવું તે અશક્ય છે. સમજાણું કાંઈ ?
પણ જેમ રાજાએ હુકમ કર્યો હતો એટલો સંબંધ સમુદાયનો છે. એમ આત્મામાં રાગાદિ પર્યાયમાં છે, એટલો ત્યાં સંબંધ છે નિમિત્તનો, શુદ્ધ ઉપાદાનમાં તો એ વસ્તુ નથી. ત્રિકાળી જે જ્ઞાયકભાવ ૫૨માનંદ પ્રભુ એ રાજા જીવ, રાગાદિમાં વ્યાપ્યો છે તે સમુદાયમાં એ તો વ્યવહા૨નું કથન છે. દ્રવ્ય તો દ્રવ્યમાં છે. પર્યાયમાં વ્યાપ્યું નથી, પર્યાયમાં તો એની છે એટલી અવસ્થા કહીને વ્યવહા૨ે એને એનું છે, એમ કહેવામાં આવ્યું છે. જેને અગિયારમી ગાથામાં અભૂતાર્થ કહ્યો છે. પર્યાયમાત્ર અસત્યાર્થ છે. એને અહીં સત્યાર્થ તરીકે પર્યાયમાં વર્ણવ્યો છે, એ ત્રિકાળની અપેક્ષાએ અસત્યાર્થ ને ત્રિકાળી એમાં વ્યાપતો નથી. પણ તેનો એક અંશ છે, રાગાદિનો સમુદાય એમાં એની દશામાં છે એ વસ્તુ તો વસ્તુ, વસ્તુ ત્યાં જતી નથી પણ એની દશામાં રાગાદિ છે એથી ગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિ અન્યભાવોમાં જીવ કહેવારૂપ રાગદ્વેષ પુણ્યપાપ એવા જે અન્યભાવો, અન્યભાવો એ પોતે અન્યભાવો જેને પુદ્ગલ કહ્યાં છે, એ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એને પુદ્ગલ કહ્યાં છે. જીવ ચૈતન્ય સ્વભાવથી અન્યભાવ છે, ચૈતન્ય સ્વભાવથી ચૈતન્ય સ્વભાવ, જ્ઞાયક સ્વભાવથી અન્યભાવ છે તેથી એને પુદ્ગલ કહ્યા, પણ અહીં જીવ એમાં વ્યાપ્યો કહ્યો છે. એ વ્યવહા૨નયથી કહ્યું છે. એની પર્યાય છે ને એ અપેક્ષાએ કહ્યું છે. દ્રવ્યની વ્યવહા૨ે પર્યાય છે ને ? નિશ્ચયે તો દ્રવ્યમાં એ પર્યાય છે જ નહિ. આહાહાહા !
એ અધ્યવસાન આઠ બોલ છે ને આઠ ? ( ગાથા ) ચુમાલીસમાં આઠ બોલ આવી ગયા છે, અધ્યવસાન આદિ. તીવ્ર, મંદ ભાવ, કર્મ, આઠે કર્મનો સમૂહ, એમ કરીને જીવ છે એમ કહ્યું. એ તો વ્યવહા૨નયથી વ્યવહારી લોકોને વ્યવહારથી જાણવામાં આવે છે, પર્યાયમાં છે માટે એટલે વ્યવહા૨થી જાણવામાં આવતાં, વ્યવહારમાં આવેલાને એ મારા જાણવાલાયક છે એમ