________________
૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ વ્યવહાર થયો. સેનામાં રાજા આવતો નથી. એમ ભગવાન આત્માની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પર્યાય પર્યાય તરીકે છે એમ કથન, વ્યવહારનયના કથને કહ્યું છે. આ તો ‘દ્રવ્યસંગ્રહમાં જોયું કાલે પણ હાથ ન આવ્યું. જુનું દ્રવ્યસંગ્રહ છે ને એમાં વ્યવહાર એટલે “લૌકિક કથન એવો પાઠ છે જુનું દ્રવ્યસંગ્રહ છે ને જુનું ગ્રંથ છે એમાં નવામાં હાથ ન આવ્યું. બે ત્રણ જોયા, ભાઈએ હિંમતભાઈએ બધાએ વ્યવહાર એટલે લૌકિક કથન અમથું. આપણે આવે છે ને “કળશટીકા' માં આવે છે ને પાંચમાં કળશમાં “વ્યવહારનય એટલે કથનમાત્ર' પણ કથનનો અર્થ ?. એ તો વાચક છે, પણ એનું વાચ્ય (શું) છે. પર્યાયમાં એનું વાચ્ય છે. આહાહાહા! આવી વાતું હવે. એ અહીં કહે છે. બે ગાથા છે ને?
एमेव य ववहारो अज्सवसाणादि अण्णभावाणं। जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो।।४८ ।। નિર્ગમન આ નૃપનું થયું આ નિર્દેશ સૈન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે. ૪૭. એમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮. ટીકા - ધનતેરસ છે આજ. મેં સવારે આ કહ્યું કે લૌકિકમાં ધનતેરસ કહે છે પણ આપણે આત્મામાં ધનતેરસ એટલે શું? એટલે સર્વજ્ઞ ભગવાન અમાસે મોક્ષ પધારવાના છે ને? શ્વેતાંબરમાં એવું છે કે રાજાઓ છઠ કરીને રહ્યા હતા, આપણે દિગંબરમાં નથી, એટલે એ વાત, એક. પણ એના પહેલા એમ કહે કે આ જ્ઞાનની પૂજા, સર્વજ્ઞ પરમાત્મા મોક્ષ પધારવાના છે એથી એ લક્ષ્મી સર્વજ્ઞસ્વરૂપ ભગવાન આત્મા, એની પૂજા સર્વજ્ઞ સ્વભાવી આ આત્મા હોં!આહાહાહા! એની પૂજાનો આ દિવસ છે. ભગવાન સર્વજ્ઞ સ્વરૂપ લક્ષ્મી, લક્ષ્મીની પૂજા કહે છે ને રતીભાઈ આ તમારે બધા લક્ષ્મીની પૂજા કહે ધનતેરશને દિ' એ કઈ લક્ષ્મી પ્રભુ? અનંત અનંત સર્વજ્ઞા શસ્વભાવ જેનો અનંત અનંત અનંત એવો જે સર્વજ્ઞ સ્વભાવ તેનો સ્વીકાર કરવો, આદર કરવો, તેનું બહુમાન કરવું, તેની પૂજા એટલે એમાં એકાગ્ર થવું એનું નામ અહીં ધનતેરસ છે. ધૂળની ધનતેરસ નહીં અહીં. એ અહીં એ કહે છે. જુઓ, જેમ આ રાજા પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો છે, એમ કહેવું એટલું અહીં તો કહ્યું.
રાજાએ કહ્યું છે કે એટલું આંહી નહીં, પણ ફકત આમ કહેવું. શું કહ્યું સમજાણું? ઓલો સંબંધ કેમ વ્યવહાર કહ્યો? કે રાજાએ કહ્યું હતું કે સમુદાય છે આવો પણ એ કાંઈ રાજા નથી કંઈ સેના સમુદાય અહીં એમ કહ્યું, કે પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો. એ પણ પાંચ જોજન, પાંચ લીધા ! રાજાનો સમુદાય સેના પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો છે. જ્ઞાનના પાંચ ભેદો છે ને? મતિ, શ્રુત અવધિ વગેરે એ પણ વ્યવહારનયનો વિષય છે. એકલો જ્ઞાયક
સ્વરૂપ ત્રિકાળ તે નિશ્ચયનો વિષય છે... આહાહાહા ! અહીંયા કહે છે કે રાજા પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો છે. એમ કહેવું, એક રાજાનું પાંચ જોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, રાજા એક એ પાંચ જોજનના સમુદાયમાં આવી જાયને એનો વિસ્તાર પામવો અશક્ય છે. પોતે એક