________________
ગાથા – ૪૭-૪૮
૯૫ અસ્સિદો ખલુ ત્રિકાળી જ્ઞાયકભાવને આશ્રયે સમ્યગ્દર્શન થાય, આશ્રયનો અર્થ તેમાં અહંપણું “હું પણું,”મારાપણું માને, તેને સમ્યગ્દર્શન થાય પણ પછી બારમી ગાથામાં કહ્યું પણ એ તો નિશ્ચયનો વિષય કહ્યો (પણ) હવે એની પર્યાયમાં કાંઈ અપૂર્ણતા અને શુદ્ધતાનો અંશ એ છે કે નહીં અને છે તો એ શું એ કંઈ નિશ્ચયનો વિષય નથી. નિશ્ચય તો પર્યાયને સ્વીકારતી (નથી) દષ્ટિ તો પર્યાયનેય સ્વીકારતી નથી, ગુણભેદને સ્વીકારતી નથી. આહાહાહા!
પર્યાયમાં છે કે નહિ? પર્યાયમાં છે, રાગદ્વેષ છે અને બંધને છેદીને મોક્ષનો ઉપાય પણ છે. ઉપાય છે અને બંધ છે એ બેય વ્યવહારનયનો વિષય છે. આવી ઝીણી વાત છે. સમજાણું કાંઈ ? એથી તેને પર્યાયમાં રાગદ્વેષ છે એવું એણે જાણવું જોઈએ, આદરવાની અહીં વાત નથી. એ વ્યવહારનય આદરણીય છે એમ નથી, પણ વ્યવહારનયનો, નય છે તો એનો વિષય છે, નયનો વિષય, નય છે ને એનો વિષય ન હોય, તો એ નય જ ન કહેવાય. આહાહાહા ! સમજાણું કાંઈ? તો તો વેદાંત થઈ જશે એકાંત, પર્યાય નથી, પર્યાયમાં પર્યાય નથી, પર્યાયમાં બંધ નથી, પર્યાયમાં મોક્ષનો ઉપાય જ નથી, તો પર્યાયને જે અભૂતાર્થ કીધી છે તો એ ગૌણ કરીને કહી 'તી એને ઠેકાણે તમે નથી જ એમ માની લ્યો, તો એકાંત મિથ્યાત્વ ઠરશે. (શ્રોતા- સમજવું ઘણું કઠણ છે) કઠણ છે બાપા! ભાઈ વસ્તુ એવી છે. વધારે સ્પષ્ટ કરાવે છે. આહાહાહા !
ભગવાન આત્મા! દ્રવ્ય સ્વરૂપે દ્રવ્ય એટલે? આ નિશ્ચયનયનું દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય તો દ્રવ્ય અને પર્યાય બે ભેગું થઈને દ્રવ્ય થાય. પણ જે નિશ્ચયનયનો દ્રવ્ય તે અંશ છે તે ત્રિકાળ ધ્રુવ છે. આહાહાહા !દ્રવ્યના બે પ્રકાર એક નિશ્ચયનું દ્રવ્ય એ ધ્રુવ અંશ છે, પર્યાય વિનાનું અને પ્રમાણનો વિષય છે એ ધ્રુવ અને પર્યાય, એ બે થઈને દ્રવ્ય એ પ્રમાણનો વિષય છે. આવું બધું કયાં જાણવા નવરા બેઠા છીએ. (શ્રોતાઃ- સહેલું કરી ધો સહેલું) તદ્દન ભાષા સાદી તો છે, ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે એ છે. આહાહા !
ત્યારે શિષ્યને પ્રશ્ન ઉઠયો કે તમે જ્યારે વ્યવહાર ને એનો વિષય છે એમ જે કહ્યું, તો એ વ્યવહારનયનું દૃષ્ટાંત શું છે? જ્યારે તમે એમ કહ્યું કે નિશ્ચયનો વિષય તો ધ્રુવ જ્ઞાયકમૂર્તિ પ્રભુ કે જેમાં તો ઉદયભાવરૂપી રાગ તો નથી, પણ જેમાં ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉપશમની પર્યાય પણ જેમાં નથી. ત્યાર પછી આ પર્યાયમાં છે એનું શું? કે પર્યાયમાં છે એમ એણે જાણવું જોઈએ. પર્યાયમાં રાગ છે, વિકાર છે અને તેને છેદવાનો ઉપાય પણ છે. એ ઉપાય છે એ પણ પર્યાય છે અને એ વ્યવહાર છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ત્યારે એ બધા પર્યાયોમાં વિકાર છે, એ વિકાર છેડાય તો મોક્ષનો ઉપાય પણ છે અને મોક્ષ પણ છે. એ બધો વ્યવહારનયનો વિષય થયો. તો શિષ્યને પ્રશ્ન ઉઠયો કે આ વ્યવહારનય કયા દેષ્ટાંતથી પ્રવર્યો? કોઈ એનું દાંત છે કે અમને ઝટ સમજાય, સમજાણું કાંઈ !. આહાહાહા! એ કહે છે
राया हु णिग्गदो त्ति व एसो बलसमुदयस्स आदेसो।
ववहारेण दु पुवुच्चदि तत्थेको णिग्गदो शया।।४७।। આદેશો છે ને ભાઈ, આદેશો મગજમાં એક એવું ઉછ્યું, કે રાજાએ કહ્યું ને કે આ સમુદાયને, અહીં તો આદેશ એટલે કથન છે. પણ એટલો સંબંધ થયો ને ? રાજાએ સેનાને કહ્યું,