________________
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૩ તેમનામાં [ નીવ: :] જીવ તો એક જ છે.
ટીકાઃ- જેમ આ રાજા પાંચ યોજનાના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે, એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં (-રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક ભાવો જીવ નથી).
પ્રવચન નં. ૧૨૧ ગાથા - ૪૭-૪૮ તા. ૨૯/૧૦/૭૮ રવિવાર આસો વદ-૧૪
૪૬ ગાથા થઈ ગઈ. ૪૭, ૪૮.
હવે શિષ્ય પૂછે છે, કે આ વ્યવહારનય કયા દષ્ટાંતથી પ્રવર્યો છે? તમે જ્યારે એમ કહ્યું કે નિશ્ચયથી તો દ્રવ્યનો આશ્રય તે વસ્તુ બરાબર છે. પણ પર્યાયમાં રાગદ્વેષ ને મોહ છે, એ નિશ્ચયથી નથી કહ્યાં. પણ પર્યાયમાં છે એવું એણે જાણવું જોઈએ, જો પર્યાયમાં રાગદ્વેષ ને મોહ ન હોય તો તેને છેદવાનો મોક્ષનો ઉપાય પણ ન હોય, નિશ્ચયમાં તો મોક્ષનો ઉપાય અને બંધ બેય નથી. અંતર વસ્તુ દૃષ્ટિ કરતાં વસ્તુમાં તો મોક્ષની પર્યાયેય નથી, મોક્ષનો માર્ગેય નથી. બંધેય નથી, બંધનો માર્ગેય નથી. જ્યારે એમ કહ્યું ત્યારે વળી તમે એમ કહી, બધું એકાંત માનશો, પર્યાયમાં રાગદ્વેષ છે અને શરીર અને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ છે, જો એટલું ન હોય તો ભસ્મને ચોળતા જેમ શરીરને ચોળતા જીવ મરે નહીં તો નિ:શંકપણે શરીરને ચોળી નાખવું તો એમાં પાપ નથી એમ સિદ્ધ થશે, અને પાપ નથી તો બંધ નથી એમ સિદ્ધ થશે, તો બંધ નથી તો એને બંધને છેદવો એવો એ મોક્ષનો ઉપાય એ પણ વ્યવહાર છે. પર્યાય છે ને? એટલે વ્યવહારનયનો વિષય એણે જાણવો જોઈએ બરાબર, એકાંત કરે કે નથી જ એમાં, માટે પર્યાયમાં પણ નથી તો તે એકાંત મિથ્યાત્વ થાય છે. અવસ્તુ ઠરે છે. એ અવસ્તુ ઠરે છે, વસ્તુ નહીં, વસ્તુ તો ત્રિકાળી દ્રવ્યના સ્વભાવમાં એ નથી એક (વાત) અને પર્યાયમાં છે એ બીજી વાત, બે થઈને પ્રમાણ અને એનો વિષય સિદ્ધ થાય છે. આહાહાહા !
એટલે એકાંત એમ કહી દો કે આત્મામાં નથી એટલા માટે પર્યાયમાં પણ રાગદ્વેષ પુણ્યપાપ નથી, અને શરીરને અને જીવને નિમિત્ત નિમિત્ત સંબંધ પણ નથી, તો તો વ્યવહારનો નિષેધ થાય છે. સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ. વસ્તુનો સ્વભાવ જે ચૈતન્ય જ્યોત એ દષ્ટિનો જે વિષય વસ્તુ છે, એમાં તો રાગેય નથી અને એમાં તો ક્ષયોપશમ અને ક્ષાયિકની પર્યાય પણ નથી. પણ એનો એકાંત તાણશો કે એમાં નથી માટે પર્યાયમાં પણ નથી, તો એકાંત થઈ જશે. (શ્રોતા – એકાંત થઈ જશે એટલે શું?) એટલે કહ્યું ને કે વસ્તુમાં નથી પણ પર્યાયમાં નથી, તો એકાંત થઈ જશે તો એકાંત ઠરશે, વસ્તુ એવી છે નહિં. વસ્તુ છે એ દ્રવ્ય અને પર્યાય એ બે તરીકે મળીને વસ્તુ છે, અને જો તમે દ્રવ્યને એમાં નથી એમ એકલો માનો, તો અવસ્તુ ઠરશે. ટીકામાં છે ને ભાવાર્થમાં છે. “અવસ્તુ એ તો જેમ અગિયારમીમાં એમ કહ્યું કે “ભૂયત્થ