________________
૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કહ્યું છે. આહાહાહા !
(શ્રોતા:- વ્યવહારને જાણવું એ તો બહિર્લક્ષ થયું) છે. બહિર્લક્ષ નહીં. પર્યાય એની છે ને, ત્રિકાળની અપેક્ષાએ બહિર્લક્ષ છે પણ પર્યાય એની છે માટે એનું લક્ષ છે. વ્યવહારી કહ્યોને ? ત્રિકાળ દ્રવ્યની દૃષ્ટિની અપેક્ષાએ તો બહિર છે. પણ એની પર્યાયની અપેક્ષાએ જેમ બાહ્ય ચીજ છે એમ નથી. એની પર્યાયમાં છે આ. (શ્રોતા:- અશુદ્ધ નિશ્ચયનયે છે) અશુદ્ધ નિશ્ચયનયે કહો કે વ્યવહારનયે કહો એ બે એક જ છે. (શ્રોતાઃ- પર્યાયમાં અશુધ્ધતા છે?) એ છે એનામાં એટલું જ્ઞાન એણે બરાબર કરવું પડશે. એ આત્મા ત્યાં વ્યાપ્યો નથી દ્રવ્ય તરીકે, પણ પર્યાય તરીકે છે એમ તેનું જ્ઞાન એને બરાબર જાણવું જોઈશે. આમ છે. (શ્રોતાઃ- વ્યવહાર જ્ઞાનને હેય જાણીને છોડી દેવા જેવું છે?) એ છોડી દેવા જેવું છે પણ છે કે નહીં? છે એને છોડવા જેવું હોય કે ન હોય એને. આકરી વાત છે! છે એ અંશમાં, ત્રિકાળમાં નથી, માટે જીવદ્રવ્ય જે ત્રિકાળી છે એ બધી પર્યાયમાં વ્યાપેલો નથી, પણ તેની તેના અંશમાં એક ભાગમાં એ બધી વસ્તુ રહેલી છે, એથી વ્યવહારી જીવનું જાણવું કહે છે, પર્યાયમાં છે એમ એણે જાણવું જોઈએ. આહાહાહા !
(શ્રોતા:- ત્રિકાળી દ્રવ્યમાં એવો ક્યો ભાગ છે?) ભાગ છે એક અંશ! ત્રિકાળી દ્રવ્ય નહીં, પ્રમાણનો અંશ જે દ્રવ્ય તેનો એક ભાગ છે. એ તો પહેલું કહ્યુંને પ્રમાણનું દ્રવ્ય અને નિશ્ચયનું દ્રવ્ય એ બે જુદી ચીજ છે. નિશ્ચયનયનું દ્રવ્ય તો ધ્રુવ છે, છે તો એક અંશ. નયનો વિષય જ અંશ છે. ચાહે તો નિશ્ચય હો કે પરમાર્થ શુદ્ધનો વિષય પણ છે એક અંશ આખું દ્રવ્ય નહીં. નય છે ને? આવું વળી જાણવું. પ્રમાણ જે છે, એ પર્યાયને પણ ભેગું ભેળવીને આ દ્રવ્ય છે, એમ જાણે છે. છતાં પ્રમાણ પણ નિશ્ચય આ છે, આમાં નથી, એમ રાખીને પર્યાયમાં છે એમ ભેળવે છે. ઓલાને ઉડાવી દઈને ભેળવે છે એમ નહિ ભાઈ, ત્યારે તો પ્રમાણ કહેવાય. નિશ્ચયથી દ્રવ્ય તો દ્રવ્ય જ છે એ પર્યાયમાં વ્યાપ્યું નથી. એવું પ્રમાણમાં એક અંશનો ભાવ તો પ્રતીતમાં છે. જ્ઞાનમાં છે, પણ હવે પર્યાયમાં એ દ્રવ્ય વ્યાપ્યું નથી પણ પર્યાય છે એવા અંશને પ્રમાણજ્ઞાન નિશ્ચયની સાથે ભેળવીને પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરે છે. આવું છે પ્રભુ! શું થાય? એવો માર્ગ વીતરાગનો છે, કે એ બીજે ક્યાંય નથી. (શ્રોતાઃ- બીજે કયાંય નથી એકલા સોનગઢમાં છે) સોનગઢમાં ભગવાન પાસે છે. બાપુ ન્યાંથી અહિં આવ્યું છે. આહાહાહા!
અહીં તો કહે છે કે પર્યાયના ભેદોમાં એકલું જ્ઞાન વ્યાપે એ વસ્તુ નથી, પણ એ દ્રવ્ય તો દ્રવ્ય તરીકે જ ત્યાં રહ્યું, હવે સાથે પર્યાયને ભેળવીને પ્રમાણ કરાવે છે. અરે આવી વાતું હવે. તત્ત્વજ્ઞાનનો વિષય અને પછી પર્યાયનું અસ્તિત્વ બેય સિદ્ધ કરવું છે. એમ જ પર્યાય નથી જ એમ માની લે તો તો એકાંત વેદાંત થઈ જાય છે. વેદાંત નિશ્ચયાભાસી છે એમ થઈ જશે, અને એકાંત પર્યાય જ છે અને દ્રવ્ય નહીં માને, તો એકાંત બૌદ્ધમતી થઈ જશે. આહાહાહા !
(શ્રોતા – પર્યાયને સર્વથા ભેદરૂપ માને તો?) ભેદ છે. સર્વથા ભેદ છે દ્રવ્યથી, પણ છે કે નહીં એનામાં દ્રવ્ય છે એ સર્વથા નિત્ય છે, અને પર્યાય છે એ સર્વથા અનિત્ય છે, સર્વથા અનિત્ય છે. શું કહ્યું એ? આ વળી નિત્ય વસ્તુ જે છે એ સર્વથા નિત્ય છે. કથંચિત્ નિત્ય છે અને કથંચિત અનિત્ય છે એમ નહીં અને પર્યાય છે એ સર્વથા અનિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે એમ નહીં, સર્વથા અનિત્ય છે. એય ચમનભાઈ ! અને એમાં આવ્યું છે ને? ચિવિલાસમાં