________________
ગાથા
४७-४८
૯૯
k
નહીં ? અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. પર્યાયે એમ કહ્યું, ત્યાં આવે છે ને ૩૨૦ ગાથામાં કે “હું તો ધ્રુવ છું” પણ હું ધ્રુવ છું એ જાણ્યું કોણે ? એ પર્યાયે જાણ્યું. “હું ધ્રુવ છું” એમ જાણે છે કોણ ? ધ્રુવ જાણે છે ? પર્યાય જાણે છે. પર્યાય એમ કહે છે, “હું ત્રિકાળી ધ્રુવ તે હું છું.” એનો અર્થ બેય આવી ગયા ભેગા. ધ્રુવ છું હું એવું જાણ્યું પર્યાય માટે પર્યાય આવી ગઈ, પણ પર્યાય એમ કહે છે કે આ હું છું.
( શ્રોતાઃ– પર્યાય એમ કહે છે કે હું દ્રવ્ય જ છું ) હું દ્રવ્ય છું એટલે પર્યાય આવી ગઈ ભેગી. હું ધ્રુવ છું એમાં પર્યાય ભળી નહીં ગઈ, પણ દ્રવ્ય એમ નહીં એનું લક્ષ ત્યાં છે. એથી પણ લક્ષ જ્યાં છે, ત્યાં પર્યાય નથી. પણ પર્યાયમાં આ હું છું એવી પર્યાયમાં છે. વસ્તુ સમજાય છે એમ નથી એ તો સોગાનીમાં આવે છે. પર્યાય મારું ધ્યાન કરે તો કરો હું કોનું ધ્યાન કરું ? પણ એ જાણે છે કોણ ? આવે છે ? તમારા લખાણ છે બધા એ. લાલભાઈ અને શશીભાઈના નહીં? (શ્રોતા:- પર્યાયને સાથે ભેળવ્યા વિના છૂટકો નહીં ને પર્યાય દ્રવ્યમાં નથી એમ પણ છે. ) વસ્તુમાં નથી. ત્રિકાળી જે નિશ્ચયનો વિષય છે તેમાં નથી, અને તે નથી એવો નિર્ણય કોણ કરે છે ? નથી એ નિર્ણય ધ્રુવ કરે છે? સમજાય છે કાંઈ ? એ આ ધર્મ આમ છે.
કે હું ત્રિકાળી છું એવું સમ્યગ્દર્શન કરવું એ સમ્યગ્દર્શનનો વિષય પૂર્ણ એક જ છે, છતાં સમ્યગ્દર્શન એનો નિર્ણય કરે છે તે પર્યાય છે. આવું ક્યાં ? હવે ઓલા તો “ઈચ્છામિ પડિકમણું ઈરિયા વહિયાએ ગમણાગમણે તસ્સઊતરીક૨ણેણં થઈ ગઈ સામાયિક, તસ્યઉતરી કરણેણં.” એય, જયંતિભાઈ સંઘવી ! આ સામાયિક કરીને પોષા કર્યા અરે ભગવાન બાપા ! એ વીતરાગ ત્રિલોકનાથ જિનેશ્વર એણે કહ્યું દ્રવ્ય ને એણે કહ્યું પર્યાય એ કોઈ અલૌકિક વાતું છે. એકાંત દ્રવ્યને જ માને અને પર્યાયને ન માને તો નિશ્ચયાભાસી થઈ જશે. અને એકાંત પર્યાયને માને અને દ્રવ્યને ન માને તો વ્યવહા૨ાભાષી બૌદ્ધ થઈ જશે, ક્ષણિક મત થઈ જશે. એ અહીં કહે છે. એક જીવનું ભાષા જુઓ, ઓલું એક રાજાનું સમુદાયમાં વ્યાપવું અશક્ય છે, એમ એક જીવ દ્રવ્યનું ત્રિકાળી જે છે તેને સમગ્ર (રાગગ્રામમાં વ્યાપવું અશક્ય છે.)
'
ઓલા આડત્રીસ ગાથામાં ભાઈ આવ્યું છે ને, પહેલી ગાથા આડત્રીસમી નિયમસાર“જીવાદિ હિ તચ્ચમ્ હેયમ્.” એ જીવાદિ બહિતચ્ચમમાં જીવની પર્યાય લેવી છે. આડત્રીસમી ગાથા છે, શુદ્ધભાવ અધિકાર. શુદ્ધભાવ કહો કે ધ્રુવભાવ કહો, એકરૂપ ત્રિકાળી ભગવાન આત્મા એ શુદ્ધભાવ છે. શુદ્ધભાવ કહો, ભૂતાર્થ કહો, શાયક કહો, સદેશ કહો, નિષ્ક્રિય કહો, પર્યાય વિનાનું છે ને નિષ્ક્રિય ! આહાહાહા !
તે ‘‘જીવાદિ બહિતચ્ચમ્ હેયમ્'' એ જીવની એક સમયની પર્યાય રાગદ્વેષ આદિ જીવાદિ તે તૈય છે. ત્રિકાળી જીવ દ્રવ્ય છે, તે ઉપાદેય છે. જીવાદિમાં પર્યાયને જીવ તો કહ્યો ત્યાં, એને પર્યાય કહેવાય સમજાણું કાંઈ ?
જીવાદિ બહિતચ્ચમ્ તો જીવાદિ બહિતચ્ચમ્ તો જીવદ્રવ્ય લેવું ત્યાં હવે ? એક સમયની પર્યાય જીવની તેને જીવ કહી. અજીવનું જ્ઞાન કર્યું એને અજીવ કહી, અજીવ ક્યાં આંહી આવી જાય છે અને આ પુણ્યપાપ. પુણ્યપાપ ને આસવ આદિની પર્યાય એ બધા બહિ:તત્ત્વ છે. મોક્ષ પણ બહિ:તત્ત્વ છે, અંતઃતત્ત્વમાં તો મોક્ષતત્ત્વય નથી પણ છતાં મોક્ષતત્ત્વ, તત્ત્વ તરીકે છે.