________________
૧OO
સમયસાર સિદ્ધિ ભાગ-૩ સમજાણું કાંઈ ? સંવર, નિર્જરા, મોક્ષનો માર્ગ, માર્ગ તરીકે છે. પર્યાય તરીકે છે. મોક્ષ તરીકે છે,
ત્યાં તો એમેય કહ્યું, કે જીવદ્રવ્ય છે એ મોક્ષને કરતું નથી, એ દ્રવ્ય કોણ? ઓલો ધ્રુવ ! મોક્ષના માર્ગને પણ દ્રવ્ય-ધ્રુવ કરતું નથી, બંધને કરતું નથી ને બંધના અભાવને કરતું નથી, એ તો પરિણામ કરે છે. એનો અંશ દ્રવ્યથી જુદો કરીને એ કરે પર્યાય કરે તો કરો. મારે ક્યા હૈ? કહો શશીભાઈ ! આ તમે લખ્યું છે એમાં ઓલામાં, બે ભાઈઓએ થઈને લખ્યું છે. લાલભાઈ અને (શશીભાઈ)એ મહેનત સારી કરી છે આમાં ભાઈએ. આહાહાહા !
ત્યાંય એમ કહ્યું છે કે પર્યાય નથી જ એમાં, એમ કહો તો વેદાંત થઈ જશે, એ ખાતર પર્યાય છે એટલી સિદ્ધ કરી છે. ત્યાં આવે છે એમાં નહિંતર વેદાંત થઈ જશે- એટલી ખાતર છે એનામાં પર્યાય, એટલું સિદ્ધ કર્યું પણ એ પર્યાય છે એ વસ્તુનો દ્રવ્યનો વિષય છે, સમ્યગ્દર્શનનો વિષય છે, કે દ્રવ્ય છે તે પર્યાયમાં આવી જાય છે? સમ્યગ્દર્શનમાં ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ થઈ, પણ પ્રતીતિમાં એ દ્રવ્ય આવી જાય છે, એમ નથી. આહાહાહા ! આવી વાતું.
પર્યાય પર્યાય તરીકે રહીને દ્રવ્યની પ્રતીતિ થાય છે. એ પર્યાય તરીકે લ્યો તો પર્યાય જ એ સર્વસ્વ છે. કારણ કે પર્યાયે દ્રવ્યને જાણ્યું, ગુણને જાણ્યું, પોતાને જાણ્યું, છ દ્રવ્ય જે આદિ છે એને પણ જાણું, એક સમયની પર્યાયમાં કયુ બાકી રહી ગયું? જ્ઞાનની પર્યાય. છતાંય એ પર્યાય દ્રવ્યરૂપ નથી, છતાં એ પર્યાય, દ્રવ્ય પોતે દ્રવ્ય ત્યાં વ્યાપ્યું છે. પર્યાયમાં એમ નથી, દ્રવ્ય તો દ્રવ્યમાં છે. આહાહાહા ! આવું ઝીણું છે!
એક જીવનું, જીવ એટલે ઓલો ત્રિકાળ એમ જીવનું ધ્રુવ એવું જીવાદિ બહિતચ્ચમ્ છે, એ જીવનું નહિ એ તો પર્યાયનું જીવ છે. એક જીવનું, ત્રિકાળી એકરૂપ રહેનાર જે છે, એવા એક જીવનું, સમગ્ર રાગગ્રામમાં બધા રાગના સમૂહુના પ્રકારો, અસંખ્ય પ્રકારો રાગના શુભાશુભના એમાં વ્યાપવું અશક્ય છે. સ્વભાવ વસ્તુ છે તે વિકારમાં કેમ વ્યાપે? અરે, વિકારમાં શું, નિર્વિકારી પર્યાયમાં પણ ધ્રુવ કેમ વ્યાપે? આવું છે! સમગ્ર રાગગ્રામમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે, જોયું? દ્રવ્ય પોતે પર્યાયમાં વ્યાપીને પ્રવર્તી રહ્યું છે, એમ કહેવું તે એક જીવનું સમગ્ર રાગમાં વ્યાપવું અશક્ય છે. ધ્રુવદ્રવ્ય, જે ભગવાન ચૈતન્ય પરમપરિણામિક સ્વભાવભાવ, એ પર્યાયમાં આવતો નથી, હવે આવી બધી ભાષા! ક્યાંની ભાષા આ બધી? વાડામાં ક્યાંય મળે એવું નથી સાંભળવા. આ વ્રત કરો ને તપ કરો ને, દયા પાળો ને, સામાયિક કરો ને પોષા કરો, મરી ગયા કરી-કરીને રાગની ક્રિયા છે, રાગ વિનાનો આખો કોણ છે એ જીવદ્રવ્યની તો ખબર ન મળે ! આહાહાહા !
અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો એ વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિ અન્ય ભાવમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. ત્યારે ઓલો કહે છે, “સમયસાર” આવ્યું છે બહાર હમણા વિધાનંદી છે ને? એણે બનાવ્યું છે, બનાવ્યું છે બળભદ્ર એણે કહ્યું છે, કે વ્યવહાર સાધકને હોય છે, નિશ્ચય સિદ્ધને હોય છે. પાછો મારી પાસે કાગળ આવ્યો છે, કે સ્વામીજી આના માટે શું કહે છે? આ પુસ્તક મેં બનાવ્યું છે. આહીં નથી ને? નથી. આ રહ્યું આ. વળી ભાઈ પૂનમભાઈ લાવ્યા. એમ કે બધાએ વખાણ્યું છે મારા પુસ્તકને, સ્થાનકવાસીએ, તેરાપંથીએ, શ્વેતાંબરે અને દિગંબરે, પણ બધાની દૃષ્ટિ જ વિપરીત છે એ વખાણે એને. નિશ્ચય તો સિદ્ધને હોય એ પહેલાં