________________
ગાથા ४७-४८
૧૦૧
સાધક જીવને તો વ્યવહા૨ જ હોય. અરે ! અને એણે દૃષ્ટાંત શું આપ્યું છે? ઓલા જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને ? વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન છે, એમાં આવે છે, કે શ્રાવકને શુભભાવ આદિ અને પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થા છે ત્યાં સુધી, એમ કરીને, ત્યારે એમ કે એને વ્યવહાર જ હોય એને બસ ! પણ નિશ્ચય સ્વના આશ્રય વિના પર્યાય ભેદનો વ્યવહા૨ આવ્યો ક્યાંથી ? ત્યારે નિશ્ચય સિદ્ધને હોય માળે ગજબ કરી નાખ્યું અને આ વિધાનંદસ્વામીએ એના વખાણ કર્યા. જેની સભામાં દસ-દસ હજાર માણસ ભરાય વીસ-વીસ હજાર, એમાં ધૂળમાં શું કીડીના નગરા ભેગા થાય. આહાહાહા !
આ તો ત્રણલોકનો નાથ જિનેન્દ્ર ૫૨મેશ્વર, વીતરાગની વાણી શું છે એની ખબર નથી. ત્યાં તો કહે છે કે પ્રભુ, એક વાર સાંભળ. બીજી રીતે કહીએ, તો જે સ્વરૂપની દૃષ્ટિ થઈ છે, એને પણ વ્યવહા૨ એ પર્યાયમાં વ્યવહાર જાણવા લાયક છે એ વ્યવહા૨ી જીવ થયો. શું કહ્યું ? સમજાણું કાંઈ ?
વ્યવહા૨ ઉ૫૨ લક્ષ થયું અને જાણ્યું એથી એ વ્યવહારી જીવ થયો. આઠમી ગાથામાં કહ્યું છે ને કે ગુરુ કહે છે કે અમે તને સમજાવ્યું કે આત્મા કોણ ? દર્શન, જ્ઞાન, ચારિત્રને ‘‘અતતિ ગચ્છતિ’’ પ્રાપ્ત થાય તે આત્મા. પણ અમે વ્યવહારમાં વિકલ્પમાં આવ્યા છીએ તેથી આ કહ્યું. પણ તે વ્યવહા૨ અમારે પણ અનુસરવા લાયક નથી, શ્રોતાને અનુસ૨વા લાયક નથી કહ્યું છે ને ભાઈ ? કહે છે શ્રોતાને. છતાં અમે જે દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદથી આ આત્મા એમ કહ્યું તો શ્રોતાએ તેના ભેદ ઉપ૨ આશ્રય ન કરવું. એણે દૃષ્ટિ અભેદ ઉ૫૨ ક૨વી. અને શ્રોતાએ પણ આડત્રીસમી ગાથામાં એવું લીધું ૩૮ અપ્રતિબુદ્ધ હતો અજ્ઞાની, એને ગુરુએ સમજાવ્યો અને સમજ્યો એ પંચમઆરાનો શ્રોતા, પંચમઆરાના ગુરુએ એને સમજાવ્યું એ વાત છે અહીં. કેવળીએ કીધું નથી આમાં નથી લીધું એમાં ગુરુએ સમજાવ્યું છે. આમ લેવા જઈએ અમે તો આમ કહીએ છીએ– અમે તો જે કહીએ છીએ એ વાત છે અહીં. કેવળી કહે છે એ અત્યારે ક્યાં છે અમારી પાસે. પણ ગુરુએ એને સમજાવ્યું કે “પ્રભુ, તારું ૫૨મેશ્વ૨૫દ અલૌકિક, ભિન્ન છે.” તે પંચમઆરાનો શ્રોતા એમ પછી કહે છે. “અમે તો દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમ્યા છીએ તે આત્મા છીએ” છે ને એમાં ? ભાઈ ! એ શ્રોતા કહે છે હોં, ગુરુ કહે છે એ નહીં. ગુરુએ તો સમજાવ્યું એટલું જ. શ્રોતા છે એ પંચમઆરાનો શ્રોતા, એ અંદ૨ રાગથી ભિન્ન ને ૫૨થી ભિન્ન જાણ્યું, દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું, એ એમ કહે છે કે હું તો આત્મા છું, અને જે મેં આત્મા જાણ્યો, એ હવે અમારે અપ્રતિહત છે. પંચમઆરાના શ્રોતા એમ કહે છે. ગુરુ કહે છે અને કેવળી કહે છે એ તો જુદી વાત. અમને આ જે ભાન થયું છે અનુભવ સમ્યગ્દર્શન જ્ઞાન, પડવાના નથી. ભલે અમારે વળીનો વિરહ હોય અત્યારે પણ અમારા આત્માનો વિરહ નથી અમને. આહાહા ! ચંદુભાઈ ! કોની વાત ચાલે છે આ ? શ્રોતાની. આવા તો શ્રોતા લીધા છે. અમારા શ્રોતા આવા હોય.
પાંચમીમાં કહ્યુંને કે અમે વિભક્ત કહેશું એ પ્રમાણ ક૨જે પ્રભુ હો ! એ પ્રમાણ અનુભવ કરીને કરજે એમ કહ્યું, પંચમઆરાના શ્રોતાને એમ કહ્યું. આરો એને ક્યાં નડે છે ન્યાં કાળ. આહાહાહા ! પ્રમાણ કરજે, આડત્રીસમાં કીધું કે પ્રમાણ કર્યું અમે. અમે આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત થયા પ્રભુ. અમે એમ કહીએ છીએ કે આ અમારો મિથ્યાત્વનો નાશ થયો અમને