________________
૧૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ફરીને આવવાનું નથી, થવાનું નથી. એમ અમે પંચમઆરાના શ્રોતા પણ પોકાર કરીને કહીએ છીએ. આહાહા ! ચંદુભાઈ !
ગજબ વાતું છે બાપા! અરેરે સમયસાર એટલે શું ચીજ ભાઈ ! કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા છે એને! એક એક એના ન્યાય ને એક એક ભાવ, ગજબ છે ને? આહીં એ શ્રોતા જે છે એ જ્યારે જ્ઞાન સમજયો છે, ભાન પછી. એને રાગાદિ છે, એ વ્યવહારમાં આવ્યો છે એ જાણવાલાયક છે, એમ જાણે. વ્યવહારી એટલે ઈ? ભાઈ આવ્યું'તું ને, આઠમીમાં આચાર્યે કહ્યું હતું ભાઈ કે અમે બે રથને ચલાવનારા નિશ્ચય અને વ્યવહાર એમાં કહેવા માટે વિકલ્પ ઉદ્યો છે અમને અમે વ્યવહારમાં આવ્યા છીએ, જાણીએ છીએ. ભલે, પણ આવ્યા છીએ. તમને સમજાવીએ છીએ એ વ્યવહાર અને સાંભળનારાઓ પણ વિકલ્પથી સાંભળે છે એય વ્યવહાર. આવી વાતું ભાઈ ! બાપુ આ તો વીતરાગ પરમાત્મા! આહાહાહા !
આંહીથી અહિંયા આવ્યું શું? કે અંતર્દર્શન થયું નિશ્ચયનું, હવે પર્યાયમાં જ્ઞાન તરફના લક્ષવાળો છે એ વ્યવહારી જીવ છે, એ વ્યવહારી કહે છે કે છે પર્યાયમાં રાગાદિ છે. હું જાણું છું (શ્રોતા:- મારી પર્યાયમાં છે એમ જાણું છું.) એ પર્યાય-પર્યાય છે એમાં જાણું છું એ પર્યાય મારી એટલે? એ દ્રવ્યની નહીં પણ પર્યાય પર્યાયની છે, એમાં એ મારી છે. આહાહાહા !
ધન્ય અવતાર! આવી વાતું છે. એવી વાતું પ્રભુ ક્યાં છે? ( શ્રોતા:- પ્રભુના વિરહ ભૂલાવે એવી) એવી ચીજ છે– પ્રભુ, શું કહીએ ? વ્યવહારી લોકોનો વ્યવહારી એટલે આમાં શું યાદ આવ્યું સમજાણું? ઓલું આઠમાં કે અમે વિકલ્પમાં વ્યવહારમાં આવ્યા છીએ. છે તો સમકિતી મુનિ, એમ અહીંયાં આત્માનું જ્ઞાન સ્વનું ચૈતન્યમૂર્તિ નિશ્ચયનું થયું છે પણ હવે એને રાગનું જ્ઞાન કરવા માટે લક્ષ ગયું એ વ્યવહારી થયો. ઝીણું પડે પ્રભુ પણ આ સાંભળવા જેવું છે. બાપુ વીતરાગનો માર્ગ આ છે ભાઈ ! અરે આવે કાળે આ મનુષ્ય દેહે એ નહિ સમજે પ્રભુ તો ક્યારે સમજશે. ક્યાં જશે? આહાહાહા !
એ અધ્યવસાનાદિ અન્યભાવોને જીવ કહેવારૂપ વ્યવહાર છે. રાગાદિ મારા છે, એમ જાણવાનો વ્યવહાર છે. પરમાર્થથી તો જીવ એક જ છે. નિશ્ચયની દૃષ્ટિમાં તો જે વસ્તુ આવી છે એ જીવ એક જ છે. કાલે ખૂબ આવ્યું'તું કાલે ભાવાર્થમાં ! ભાવાર્થમાં બધુ અવસ્તુ ને વસ્તુ ને પંડિત જયચંદ પંડિત, પહેલાંના પંડિતો પણ ! આહાહાહા !
હવે શિષ્ય પૂછે છે. આવી અલૌકિક ગાથા ૪૯ જુઓ આ દિવસ આવ્યા બધા સારા ને ગાથા આવી ઓગણપચાસ, આ ગાથા દરેક શાસ્ત્રમાં છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહુડ, ધવલ દરેકમાં આ ગાથા છે. કોઈ એવી ગાથા છે આ, દરેક શાસ્ત્રમાં જેટલા સિદ્ધાંત આ છે. ધવલમાં તો વળી એક જ ઠેકાણે પણ ધવલમાં પણ આ ગાથા છે, અને જેટલા અધ્યાત્મના (શાસ્ત્રો) છે. આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાહુડ બધાયમાં છે. હવે શિષ્ય પૂછે છે કે અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી, ત્રિકાળી વસ્તુ નથી, તો તે એક ટંકોત્કીર્ણ એવા ભેદના પ્રકારથી રહિત એવો એક ટંકોત્કીર્ણ શુદ્ધરૂપ, પવિત્રરૂપ, ભેદ વિનાનો પર્યાયમાં ભંગ ભેદ વિનાનો, એવો જે ભગવાન આત્મા, શિષ્ય પૂછે છે આટલું તો આટલું સાંભળ્યું એટલે શિષ્યને આટલું પૂછવાનો પ્રયત્ન આવ્યો, એટલો તો તૈયાર થયો. ભાઈ ગયા