________________
ગાથા – ૪૭-૪૮
૧૦૩ ઝમભાઈ? હૈં? બેઠા છે ઠીક, આ કયાંય એની મેળાએ વાંચે તો કાંઈ સમજાય એવું નથી આમાં કાંઈ. બધું છે ઈ છે. અમે જાણે વાંચ્યું ને સમજી ગયા છીએ. ઝીણી વાતું બાપુ! બહુ ઝીણી વાતું છે. ઘણો પરિચય અને ઘણો અભ્યાસ હોય ત્યારે તેને ખ્યાલમાં આવે કે આ શું કહેવા માંગે છે?
એ શિષ્ય પૂછે છે કે રાગાદિ ભાવો છે તે જીવ નથી. અહીં તો અધ્યવસાનથી લીધું'તું રાગની એકતાબુદ્ધિ અધ્યવસાન ન્યાંથી લીધું છે પણ એકતાબુદ્ધિ તૂટી ગઈ, છતાં પણ રાગાદિ રહ્યો છે, એ જીવનો નથી. તો એક ટંકોત્કીર્ણ પરમાર્થરૂપ જીવ કેવો છે? પ્રભુ ત્યારે જીવ છે કેવો ? જીવદ્રવ્ય જીવ હોં ! એ સમ્યગ્દર્શનનો વિષય પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, જિનબિંબ, જિનસ્વરૂપ એવો જે આત્મા, પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એનું લક્ષણ શું છે? કે જેનાથી એ જણાય? એ પ્રશ્નનો ઉત્તર કહે છે, લ્યો શરૂઆત કરી દઈએ ઉપર સંસ્કૃત છે. અંદર ઉપર છે સંસ્કૃત હોં ઈ. અમૃતચંદ્રાચાર્ય પોતે આ રીતે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે. યદ્ય તર્દિ વિનક્ષણોગસાવેફ્રોત્વીf: પરમર્થનીવ તિ પૃ: પ્રી
अरसमरुवमगंधं अव्वत्तं चदेणागुणमस। जाण अलिंगग्गहणं जीवमणिदि ह्रसंठाणं ।। ४९ ।। જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ વ્યક્તિવિહીન છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯. એની ટીકા આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
(શ્રોતા:- સમયસારના અપૂર્વ સ્વાગત કરી અંતરમાં મંગળ પધરામણી કરાવનાર સગુરુદેવનો જય હો.).
LI
InIT
TIT
IIIIIIIIIIIIII
ત્રિકાળ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! એ અભેદને જેણે વિષય નથી કર્યો ( એ ચોરાશીમાં ખોવાઈ જશે). કેમકે શુદ્ધનયનો વિષય તો અભેદ છે. અભેદ એટલે એમાં પર્યાય પણ ન આવે, રાગ ન આવે પણ ગુણી આત્મા અને જ્ઞાનગુણ, એવો ભેદ પણ એમાં ન આવે. આહા.. હા..! ગુણી (એટલે) ગુણનો ધરનાર પ્રભુ અને એનો આ જ્ઞાન અને આનંદ ગુણ, એવો ભેદ પણ સમ્યગ્દર્શનનો વિષય નહિ. આ..હા..હા..! એને આશ્રયે સમ્યગ્દર્શન ન થાય. તેથી શુદ્ધનયનો વિષય અભેદ છે. આ..હા...! માલ-માલ છે આ તો એકલો !!
(સમયસાર દોહન - પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૬૭)