________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ નહિ રૂપ કે ન શરીર નહિ સંસ્થાન સંહનને નહીં. ૫૦ નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં. ૫૧ નથી વર્ગ જીવને, વર્ગણા નહિ સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં. ૫૨ જીવને નથી કંઈ યોગસ્થાનો બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને કો માર્ગણાસ્થાનો નહીં. ૫૩ સ્થિતિ બંધસ્થાન ન જીવને સંકલેશસ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિતણાં ન સંયમલબ્ધિના સ્થાનો નહીં. ૫૪ નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી.૫૫.
આ છ ગાથા અમારા નારાયણભાઈ કહેતા ઉકરડો ઓગણત્રીસ બોલનો ઉકરડો કહેતા. આહાહાહા !
૧૬૦
ટીકાઃ- જે કાળો, લીલો, પીળો, રાતો ને ધોળો એ વર્ણ છે. છે તો એ વર્ણની પર્યાયો. વર્ણ જે છે તેની આ પર્યાય છે. રંગ જે ગુણ છે તેની આ પાંચ પર્યાયો છે, તે બધોય જીવને નથી. ધોળો વર્ણ છે એ પર્યાય છે, રૂપાળું ધોળું શરીર છે એ વર્ણ ગુણ નથી. એ વર્ણ ગુણની ધોળી પર્યાય છે તે એ વર્ણ ગુણની ધોળી, આ ઘઉંવર્ણે શરીર ને એમ નથી કહેતા, લાલ હોય તો, ધોળું હોય તો એમાં કાળું હોય તો કહે એની મા(માતા ) કાળી માટે એના વર્ષે થયો. એનો બાપ ધોળો માટે એના વર્ષે થયો. એમ કહે છે માણસો એ બધી વર્ણ ગુણની પર્યાય છે. આહાહાહા !
તે બધોય જીવને નથી. કા૨ણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી ભાષા દેખો, પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી એમ નહિ. અમૃતચંદ્રાચાર્ય ! કુંદકુંદાચાર્યે કીધું કે પોગ્ગલદવસ પરિણામ એનો હેતુ કાઢયો અંદરથી એ તો પુદ્ગલ પરિણામમય હોવાથી, ભગવાન ચૈતન્યસ્વરૂપથી એ તો ભિન્ન છે, એ પુદ્ગલમય છે પુદ્ગલમય અભેદ છે પુદ્ગલથી. આ ભેદજ્ઞાન કરાવ્યું.
આહાહા!
એને ઠેકાણે હું રૂપાળો છું ને, હું કાળો છું ને, હું ઘઉંવર્ણે છું ને, એ તો પુદ્ગલના છે પરિણામ, એને તું તારા માને છો, શું કહે છે આ તને ? હું મારી મા (માતા ) ને વર્ષે આવ્યો છું, મોટો ભાઈ બાપને વર્ષે આવ્યો છે, એમ કહે છે લોકો. એની મા ( માતા ) ઘઉંવર્ણો હોયને એ વર્ષે એ થયો હોય એનો બાપ ધોળો હોય તો એના વર્ષે એ થયો હોય, કહે અમારે, કોણવર્ણ બાપા. એ પર્યાય બધી વર્ણ ગુણની એ દશાઓ છે. એ તારી નહીં, તારામાં નહીં, તેમાં તું નહિ. આહાહાહા!
“પોતાની અનુભૂતિથી ભિન્ન છે” ભાષા દેખો, દ્રવ્યથી ભિન્ન એ આ અનુભવ કર્યો ત્યારે એનાથી એ ભિન્ન છે એમ. આમ ભિન્ન ભિન્ન છે એમ નહિ. એ કાળી, રાતી, પીળી, ધોળી પર્યાય એ પુદ્ગલમય છે, એનાથી આત્મા ભિન્ન છે, અને અનુભૂતિથી ભિન્ન છે. વર્તમાન તેનો અનુભવ કરતા તેનાથી તે ભિન્ન છે. દ્રવ્યથી તો ભિન્ન છે, પણ અનુભવ કરતાં તેનાથી પણ એ ચીજ ભિન્ન